રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયાના સંચાર અને મીડિયા નિયમક રોસ્કોમનાડજોરે કહ્યું કે બિલ્ડની વેબસાઈટ બંધ કરી છે. રશિયા યુક્રેનમાં લવીવ અને મારિયૂપોલ પર મોટા પાયે રોકેટો વડે હુમલો કરી રહ્યું છે. બીજી બાજુ પોલેન્ડમાં બાઈડને પુતિન લાંબા સમય સુધી સત્તા પર નહીં રહે એવું નિવેદન આપ્યું છે એ અંગે અમેરિકાના વિદેશમંત્રીએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે અમારી કોઈ યોજના નથી. તો રશિયાએ બાઈડનના નિવેદનને તદ્દન વાહિયાત ગણાવ્યું છે. બીજી બાજુ, પોપ ફ્રાંસિસે ફરી એક વખત યુદ્ધ અટકાવવા અપીલ કરી છે.
રશિયા-યુક્રેન યુદ્ધ યુદ્ધ

Visit Saurashtra Kranti Homepage here

દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે સોમવારથી વાટાઘાટ થશે.રશિયાના અધિકારીઓએ યુક્રેન પહોંચનારા સંદેશ પર અંકુશ મૂકવા માટે જર્મનીના સમાચાર પત્ર બિલ્ડની વેબસાઈટ બંધ કરી છે.રશિયામાં ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુક પર અગાઉથી પ્રતિબંધ લાગેલ છે.યુક્રેનના સૈન્ય ગુપ્તચરના વડા કિરિલો બુડાનોવે કહ્યું હતું કે રશિયા યુક્રેનના બે ભાગ પાડવાનો પ્રયત્ન કરી શકે છે. સંરક્ષણ મંત્રાલય તરફથી જાહેર કરેલા નિવેદન પ્રમાણે બુડાનોવે કહ્યું હતું કે પુતિનને એ અહેસાસ હોવો જોઈએ તે સમગ્ર દેશને ગળી શકે નહીં.લીવ શહેરના ગવર્નરે દાવો કર્યો છે કે રશિયાની સેનાએ ત્યાના ઓઈલ ડેપો પર હુમલો કર્યો છે.

Read About Weather here

ગવર્નરે પોતાના નિવેદનમાં કહ્યું કે રશિયાના સૈનિકોએ ચોતરફથી હુમલો કર્યો, જેમાં ડેપો સંપૂર્ણપણે ધ્વસ્થ થઈ ચુક્યો છે. અમારા પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે.રશિયા સિક્યોરિટી કાઉન્સિલિંગના ડેપ્યુટી ચીફ દેમિત્રી મેદદેવે કહ્યું હતું કે જો અમારા રાષ્ટ્ર પર કોઈ સંક્ટ આવશે તો પરમાણુ હથિયારો કરીશું. મેદદેવે કહ્યું કે અમે રાષ્ટ્રની અખંડતા અને સંપ્રભુતાને લઈ પ્રતિબદ્ધ છે. વ્હાઈટ હાઉસ પ્રમાણે પ્રેસિડેન્ટ બાઈડને જણાવ્યું હતું કે માનવાધિકાર, ફ્રીડમ ઓફ સ્પીચ તથા ફ્રી એન્ડ ફેર ઈલેક્શનની લડાઈ લડી રહેલા બેલારુસની જનતાનું સમર્થન છે.જો અમારા ઉપર જોખમ થશે તો અમે ન્યૂક્લિયર એટેક કરતાં અચકાશે નહીં.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને બેલારુસના વિપક્ષી નેતા સ્વિતાલના સિખાનૌસ્કા સાથે ફોન ઉપર વાત કહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here