રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ ન્યુઝ

રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ ન્યુઝ
રશિયા-યુક્રેન યુદ્ધ બ્રેકિંગ ન્યુઝ
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, બાઇડન અને જિનપિંગે યુક્રેન પર રશિયાના હુમલા અને રશિયા પરના પ્રતિબંધો અંગે ચર્ચા કરી હતી. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 24મો દિવસ છે. યુએસ પ્રમુખ જો બાઇડને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી.  એ જ સમયે બાઇડને ચીનને ચેતવણી આપી હતી કે રશિયાને કોઈપણ પ્રકારની મદદ કરશે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે.બાઇડને વધુમાં જણાવ્યું હતું કે તાઇવાન પર યુએસ નીતિ બદલાઈ નથી અને વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ એકપક્ષીય પરિવર્તનનો વિરોધ કરવાનું ચાલુ રાખશે.

Visit Saurashtra Kranti Homepage here

બંને નેતાએ યુએસ અને ચીન વચ્ચે વાતચીત થતી રહે એ વાતનું મહત્ત્વ સમજી સહમત થયા હતા.ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર, જિનપિંગે કહ્યું – બે મોટા દેશના નેતા તરીકે આપણે (ચીન અને અમેરિકા) વૈશ્વિક મુદ્દાઓને કેવી રીતે રજૂ કરીએ એ વિશે વિચારવાની જરૂર છે. એનાથી પણ વધુ મહત્ત્વની બાબત એ છે કે, વૈશ્વિક સ્થિરતા અને લાખો લોકોના કામ અને જીવનને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.વ્હાઇટ હાઉસે શુક્રવારે કહ્યું કે યુક્રેનને અમેરિકા દ્વારા મોકલવામાં આવેલા તમામ હથિયારો સંરક્ષણ માટે છે. તેનો ઉપયોગ અન્ય કોઈ દેશ પર હુમલો કરવા માટે થઈ શકશે નહીં.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા અનુસાર, પુતિન સાથે ટેલિફોન કૉલમાં મેક્રોને મેરીયુપોલની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અહીં 3 લાખથી વધુ લોકો વીજળી, પાણી અને ગેસ સપ્લાય વિના જીવવા મજબૂર છે.16 માર્ચે મેરિયુપોલ શહેરમાં થિયેટરમાં રશિયન હુમલા બાદ 1,300થી વધુ લોકો થિયેટરની નીચે ફસાયેલા છે. તેમણે અહીં આશરો લીધો હતો. હુમલામાં તબાહ થયેલા મેરિયુપોલ થિયેટરમાંથી અત્યાર સુધીમાં 130 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હુમલામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.યુએનની માઇગ્રેશન એજન્સી અનુસાર, રશિયન હુમલાને કારણે લગભગ 32 લાખ લોકોએ દેશ છોડવો પડ્યો છે.

અમેરિકાના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલાની શરૂઆતથી રશિયાએ યુક્રેન પર 1,080 મિસાઇલો છોડી છે.ડોનેત્સ્કના એવડ્રિવકામાં રશિયન સૈન્યના ગોળીબારમાં બે યુક્રેનિયનો માર્યા ગયા છે. તે જ સમયે ઝાપોરિઝિયા શહેરમાં એક યુક્રેનિયન નાગરિકનું મૃત્યુ થયું છે. રશિયા રહેણાંક વિસ્તારો પર સતત ગોળીબાર અને હવાઈ હુમલા કરી રહ્યું છે.કિવ પ્રશાસન અનુસાર, રશિયન આક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજધાની કિવમાં 60 નાગરિકો સહિત 222 લોકો માર્યા ગયા છે. જેમાં 4 બાળકો પણ હતા. 241 નાગરિકો અને 18 બાળકો સહિત 889 લોકો ઘાયલ થયા છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવે તેવી શક્યતા નહીવત જણાય છે. બન્ને દેશ પૈકી કોઈ દેશ એક-બીજા સામે ઝુકવા તૈયાર નથી.

યુક્રેને સ્પષ્ટ કહ્યું છે કે શાંતિ સમજૂતી માટે અમે EUના સભ્યપદના અભિયાનને અટકાવવાની શરતને સ્વીકારશું નહીં. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે યુક્રેનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 816 લોકોના મોત થયા છે.બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગે યુક્રેન સંકટ અંગે વાતચીત કરી છે. બીજી બાજુ UNSCની બેઠકમાં બાયોલોજિકલ વેપન મુદ્દે પણ અમેરિકા અને રશિયા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ ઉપરાંત લ્વિવના એરપોર્ટ ઉપર સ્ટ્રાઈકની ઘટની બની હતી. લ્વિવના મેયરે જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક ઈમારતોને નુકસાન થયું હતું, જોકે એરપોર્ટ સુરક્ષિત છે.ચેર્નેહિવમાં થયેલા ફાયરિંગમાં અમેરિકાના એક નાગરિકનું તેમ જ કેટલાક યુક્રેની નાગરિકનું મોત થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પુતિનને ‘પ્યોર ઠગ’ અને ‘હત્યારા તાનાશાહ’ કહ્યા છે.

બાઈડને આ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં કહી હતી.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને શુક્રવારે લુઝ્નિકી સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધતા કહ્યું કે યુક્રેનમાં તેમના વિશેષ સૈન્ય અભિયાન સમયે દેશની એકતા પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે દેશમાં આ પ્રકારની એકતા ઘણા લાંબા સમયથી જોવા મળતી ન હતી. ક્રિમિયા પર કબજો જમાવ્યાની આઠમી વર્ષગાંઠ પ્રસંગે તેમણે આ સંબોધનનું પ્રસારણ રશિયાની સરકારી ટીવી ઉપર પણ જોવા મળ્યું હતું. પણ પ્રસારણ ઓચિંતા જ અટકાવી દેવામાં આવ્યું હતું.બીજી બાજુ, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં યુક્રેન સંકટ અંગે ચાલી રહેલી બેઠકમાં અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું કે ગયા સપ્તાહ અમે રશિયાના પ્રતિનિધિની વિચિત્ર થિયરી સાંભળી હતી.

આ સપ્તાહ અમે આ પ્રકારની વાતો સાંભળી રહ્યા છીએ, જે અંગે લાગે છે કે આ વાતો તેમને ઈન્ટરનેટના કોઈ અંધારાવાળા ખૂણામાંથી મોકલવામાં આવી છે. અમેરિકાના પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેન પાસે બાયોલોજિકલ વેપન પ્રોગ્રામ નથી.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તેમના ચીનના સમકક્ષ શી જિનપિંગ સાથે વીડિયોલિંકથી વાતચીત કરી છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે નવેમ્બરમાં વીડિયો શિખર સંમેલન બાદ બન્ને નેતા વચ્ચે આ પ્રથમ વાતચીત છે. ચીનના સરકારી મીડિયા પ્રમાણે જિનપિંગે બાઈડનને કહ્યું હતું કે યુક્રેનમાં જે પ્રકારે સંઘર્ષ ચાલી રહ્યો છે તેવી આ ઘટનાઓ કોઈપણના હિતમાં નથી. યુક્રેન સંકટ એક એવો મુદ્દો છે કે જેને આપણે જોવા ઈચ્છતા નથી.

Read About Weather here

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે મારિયુપોલમાં રશિયાની એરસ્ટ્રાઈકનું નિશાન બનેલા થિયેટરના કાટમાળને ટકાવવા અને એમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી 130 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે હુમલા સમયે અહી આશરે 1300 નાગરિકોએ શરણ લીધેલું હતું. યંગ થિયેટર ગ્રુપે ઓક્સાનાના મૃત્યુ અંગે પૃષ્ટી કરી છે. ધ હોલિવૂડ રિપોર્ટ્રના જણાવ્યા પ્રમાણે ઓક્સાનીની ઉંમર 67 વર્ષ હતી. તેણે યુક્રેનનું સર્વોચ્ચ કલાત્મક સન્માન ઓનર્ડ આર્ટિસ્ટ ઓફ યુક્રેનના ખિતાબથી સન્માનિત કરવામાં આવી હતી.રાજધાની કીવમાં થયેલા એક મિસાઈલ હુમલામાં યુક્રેનની જાણિતી અભિનેત્રી ઓકસાના શ્વેટ્સનું મોત થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here