રશિયા-યુક્રેન યુદ્ધનો 41મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 41મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 41મો દિવસ
બુચા શહેરમાં ઠેર-ઠેર વેરવિખેર પડેલા મૃતદેહોએ આખી દુનિયાને હચમચાવી નાંખી છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 41મો દિવસ છે. રશિયાની સેના ધીમે ધીમે યુક્રેનના કેટલાક વિસ્તારોમાંથી હટી રહી છે. જે બાદ આ સ્થળોએ વિનાશના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી તરફ યુક્રેનના પ્રોસીક્યુટર જનરલનું કહેવું છે કે બોરોડ્યાંકા શહેરમાં સ્થિતિ બુચા કરતા પણ વધુ ખરાબ છે. જો કે, તેણે મૃત્યુઆંક જણાવ્યો ન હતો.બીજી તરફ, માયકોલાઈવના મેયર ઓલેકઝેન્ડર સેનકેવિચના જણાવ્યા અનુસાર, ગયા દિવસે શહેરમાં રશિયન હુમલામાં 10 લોકો માર્યા ગયા હતા

Visit Saurashtra Kranti Homepage here

અને 46 લોકો ઘાયલ થયા હતા. 4 એપ્રિલે રશિયાએ રહેણાંક વિસ્તારો સહિત બે હોસ્પિટલો, એક અનાથાશ્રમ, 11 કિન્ડરગાર્ટન્સ અને 12 શાળાઓ પર હુમલો કર્યો હતો. બુચા હત્યાકાંડ બાદ અમેરિકા તરફથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. રાષ્ટ્રપતિ જો બાઈડને એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા હતા, બાઈડને પુતિન પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. બાઈડેને કહ્યું- બુચામાં જે થયું તે ભયાનક છે અને બધાએ જોયું છે.યુક્રેનના નાયબ વડાપ્રધાન ઈરિના વેરેશચુકે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો

કે યુક્રેનના 11 સિટી મેયર્સને રશિયન સેનાએ બંધક બનાવી લીધા છે. તેમણે કહ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે સાચી છે. અમને ખ્યાલ છે કે એ તમામ સિટી મેયર્સ છે અને તેઓને બંધક બનાવી લેવાયા છે. કમનસીબે રશિયાએ તેઓને અમને પરત સોંપ્યા નથી.સોશિયલ મીડિયા પર પોતાના એક સંદેશમાં તેમણે કહ્યું હતું કે 11 સ્થાનિક મેયર્સ રશિયન સેનાના કબજામાં છે. આ મેયરો કીવ, ખેરસન, માયકોલાઈવ, ડોનેટ્સ્ક પ્રદેશોના છે.

જો કે તેમના આ દાવાને હજુ સુધી પુષ્ટિ મળી નથી.ઈરિનાએ કહ્યું હતું કે જો આપણે પુતિનને આજે સાથે મળીને રોકીશું નહીં તો તેમના અત્યાચારોની તો આ માત્ર શરૂઆત છે. કારણ કે અત્યારે તમારી સાથે અમે વાત કરી રહ્યા છીએ ત્યારે 1 લાખથી વધુ નાગરિકો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો મારિયુપોલમાં મોતને ભેટી રહ્યા છે. લોકો મરી રહ્યા છે. લોકો ભૂખથી, તરસથી, ઈજાઓથી, હવાઈ હુમલાથી મરી રહ્યા છે. આ નરસંહાર છે.રશિયાએ હવે યુક્રેનના ડોનાબાસમાં પોતાની સેનાને એકજૂટ કરવાનું શરૂ કર્યું છે.

મીડિયા અહેવાલો પ્રમાણે રશિયા અહીં સતત હુમલા કરી રહ્યું છે, જેને લીધે આ વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. બીજી બાજુ યુક્રેન તરફથી પણ જવાબી કાર્યવાહી થઈ રહી છે.યુક્રેનના શહેર મેરિયૂપોલના મેયર વેદિમ બોઈચેંકોએ જણાવ્યું હતું કે હજુ પણ આશરે એક લાખ 30 હજાર નાગરિકો શહેરમાં ફસાયેલા છે. તેમણે કહ્યું કે આશરે 70 હજાર નાગરિક શહેરમાંથી બહાર કાઢી નજીકના ગામોમાં પહોંચાડવામાં આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી ગણાવ્યા છે.

બાઈડને કહ્યું કે અમે એક યુદ્ધ અપરાધ ટ્રાયલની માંગ કરશું.યુકેના નાણાં સચિવ લિઝ ટ્રસે પોતાના યુક્રેની સમકક્ષ દિમિત્રો કુલેબા સાથે એક સંયુક્ત નિવેદન આપ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે રશિયા માટે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં કોઈ જગ્યા નથી. તેમણે કહ્યું કે વ્લાદિમીર પુતિનને કોઈ પણ સંજોગોમાં યુક્રેનમાં હરાવવા પડશે. તેનો અર્થ વધારે હથિયાર તથા પ્રતિબંધ છે. ટ્રસે કહ્યું કે જી-7 તથા નાટોના મંત્રી આ સપ્તાહ મુલાકાત કરશે અને રશિયા ઉપર પ્રતિબંધની જાહેરાત કરશે.

યુક્રેનના બૂચા શહેરમાં થયેલા નરસંહાર અંગે જર્મનીએ રશિયાના 40 રાજદ્વારીને દેશમાંથી બહાર કાઢ્યા છે. આ સાથે જર્મીએ કહ્યું છે કે સહયોગી દેશો સાથે મળી તે વધુ કેટલાક કડક પગલાં ભરવાની તૈયારી કરી રહ્યું છે.યુરોપિયન યુનિયન (EU)ના અગ્રણી રાજદ્વારીઓએ પણ રશિયન સેના તથા યુક્રેનના સામાન્ય નાગરિકો સામેના અત્યાચારની આકરી ટીકા કરી છે અને રશિયા ઉપર નરસંહારનો આરોપ મુક્યો છે. EUના વિદેશ નીતિ બાબતના વડા જોસફ બોરલે કહ્યું કે રશિયાના અધિકારીઓ આ અત્યાચારો માટે જવાબદાર છે.

તેમણે આ અત્યાચારો ત્યારે કર્યાં કે જ્યારે આ ક્ષેત્ર તેમના અંકૂશ હેઠળ હતું. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર એજન્સીના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં 1,417 નાગરિકો માર્યા ગયા છે અને 2,038 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજધાની કીવની આજુબાજુના શહેરના માર્ગો ઉપર મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવવા માટે 45 ફૂટ વિશાળ કદમાં ફેલાયેલી કબરો ખોદવામાં આવી છે. અમેરિકાના મેક્સાર ટેકનોલોજીએ કેટલીક સેટેલાઈસ ઈમેજ પ્રસિદ્ધ કરી છે. આ તસવીરોમાં સેન્ટ એન્ડ્રુ અને પાયરવોન્જનોહો ઓલ સેન્ટ્સના ચર્ચમાં 45 ફૂટ લાંબી કબર જોવા મળી છે.

Read About Weather here

એક અહેવાલ પ્રમાણે કબરની ઉપર માટી પણ લાલ રંગમાં હતી.યુક્રેનની રાજધાની કિવમાં એકસાથે 410 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દરમિયાન એક અમેરિકન કંપની દ્વારા કિવના કેટલાક સેટેલાઇટ ફોટો જાહેર કરવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે આ મૃતદેહોને દફનાવવા માટે કિવના એક ચર્ચમાં 45 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો છે.તેમાંથી ઘણાના હાથ બાંધેલા હતા અને કપાળમાં ગોળી વાગી હતી. યુક્રેનની આ તસવીરે બધાને ડરાવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here