રશિયા-યુક્રેન યુદ્ધનો 29 દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 29 દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 29 દિવસ
ભારત ફરી એક વાર તટસ્થતાની નીતિને યથાવત રાખીને વોટિંગથી દૂર રહ્યું. ભારત સહિત 13 દેશોએ આ વોટિંગમાં ભાગ લીધો ન હતો. જ્યારે ચીને તેનો સપોર્ટ કર્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 29મો દિવસ છે. રશિયાએ યુક્રેનમાં માનવીય સ્થિતિને લઈને આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ડ્રાફ્ટ રજૂ કર્યો હતો બીજી તરફ ઈઝરાયેલે રશિયાની નારાજગીના ડરથી યુક્રેનને જાસુસી સોફ્ટવેર પેગાસસ સ્પાઈવેર દેવાનો ઈનકાર કરી દીધો છે. આ તરફ NATOએ યુક્રેનને ન્યુક્લિયર, કેમિકલ, બાયોલોજિકલ અને રેડિયોલોજિકલ હુમલાથી બચવા માટે જરૂરી સાધનો મોકલવાની વાત કરી છે.યુક્રેનના માયકોલૈવ પ્રદેશમાં રશિયન સૈનિકોની ખુવારી થઈ છે.
યુક્રેનના માયકોલૈવ શહેરની પૂર્વે Z અક્ષર ધરાવતા રશિયાના એક મિલિટરી વાહનના ફુરચા ઊડી ગયેલા જોવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

જોકે હકીકત એ છે કે રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં પોતાના કેટલા સૈનિકો માર્યા ગયા એનો સાચો આંકડો છુપાવી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં યુક્રેનમાં પ્રવેશનારા રશિયન સૈનિકો મોટી સંખ્યામાં મોતને ભેટ્યા છે. રશિયા યુક્રેનની રાજધાની કિવ પર કબજો જમાવવા મથી રહ્યું છે, પણ હજુ સફળતા મળી નથી. દરમિયાન કિવની પૂર્વ બાજુએ યુક્રેન સેનાએ રશિયન દળોને પાછા ધકેલ્યાં છે.યુક્રેનનાં અનેક શહેરોને મિસાઈલો, બોમ્બવર્ષાથી તહસનહસ કર્યાં પછી પણ યુક્રેનની સેનાનો જુસ્સો ઓસર્યો નથી.

યુક્રેનનાં વિવિધ શહેરોમાં જ્યાં-ત્યાં રશિયન સૈનિકોની લાશો પણ જોવા મળી રહી છે.રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત હજી આવ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના સિનિયર એડવાઈઝર એંતોલી ચુબાઈસે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે એંતોલીએ યુક્રેન પર હુમલાનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ પુતિને તેમને ક્લાઈમેટ એન્વોયની પોસ્ટ પર ટ્રાન્સફર કર્યા હતા. એંતોલી વર્ષ 1990ના દાયકામાં બોરિસ યેલ્તસિન સરકારમાં નાયબ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી ચૂક્યા છે.

Read About Weather here

બીજી બાજુ બુધવારે પોલેન્ડના ગૃહમંત્રાલયે જાહેરાત કરી હતી કે તેમણે રશિયાના 45 જેટલા રાજદ્વારીને દેશ છોડી દેવા કહેવામાં આવ્યું છે. આ અંગે આરોપ છે કે તે રશિયન ઈન્ટેલિજન્સ સર્વિસ માટે કામ કરી રહ્યા હતા.અમેરિકા અને રશિયામાં શાબ્દિક યુદ્ધ છેડાયું છે. અમેરિકાનો દાવો છે કે રશિયા જે ઉદ્દેશ સાથે યુક્રેન યુદ્ધ શરૂ કર્યું છે તે હાંસલ કરી શકવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે રશિયા પરમાણુ હથિયારોનો ત્યારે જ ઉપયોગ કરશે કે જ્યારે તેની ઉપર સંકટ સર્જાશે.જોકે આ નિષ્ફળતા વચ્ચે પણ આ યુદ્ધ સરળતાથી ખતમ નહીં થાય. અમેરિકાના આ દાવા અંગે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું છે કે યુક્રેન યુદ્ધ અમારી યોજના પ્રમાણે જ ચાલી રહ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here