રશિયા-યુક્રેન યુદ્ધનો 22મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 22મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 22મો દિવસ
મારિયુપોલ સિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક હજુ જાણી શકાયો નથી, પરંતુ બોમ્બ વિસ્ફોટમાં બંને સ્થળો ખરાબ રીતે નાશ પામ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 22મો દિવસ છે. રશિયાએ મારિયુપોલમાં એક ડ્રામા થિયેટર અને સ્વિમિંગ પૂલ ‘નેપ્ચ્યુન’ પર હવાઈ બોમ્બમારો કર્યો છે. આ બંને સ્થળોએ 1,000 થી વધુ સામાન્ય નાગરિકોએ આશ્રય લીધો હતો, જેમાંથી 80 ટકા બાળકો અને મહિલાઓ હતા.આથી મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકોના મોતની આશંકા છે. જો કે, રશિયન સંરક્ષણ મંત્રાલયે હુમલાનો ઇનકાર કર્યો હતો અને યુક્રેન સમર્થક મિલિશિયા એઝોવ બટાલિયન પર બોમ્બમારો કરવાના આરોપ લગાવ્યા હતા.યુક્રેન પર રશિયાના હુમલા પર શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન થશે. રોઇટર્સ અનુસાર, મતદાનનો એજન્ડા માત્ર યુક્રેનમાં સામાન્ય જનતાને રશિયાથી બચાવવાનો છે અને તેમને રાહત પહોંચાડવાનો માર્ગ આપવા અપીલ કરવા સુધી મર્યાદિત રહેશે. બ્રિટન સહિત ઘણા દેશોના રાજદ્વારીઓએ તેને નકામું ગણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકાએ યુક્રેનને 600 સ્ટિંગર એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ અને 2,600 જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલ આપી છે. આ ઉપરાંત નાના હથિયારો પણ મોટી માત્રામાં આપવામાં આવ્યા છે.ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું તાત્કાલિક બંધ કરવા કહ્યું છે.નાટોના મહાસચિવે કહ્યું, “અમે અમારા સૈન્ય કમાન્ડરોને ગઠબંધનની પૂર્વ તરફ વધુ સૈનિકો તહેનાત કરવા માટે વિગતવાર યોજના તૈયાર કરવા કહ્યું છે.” આ ભાગ રશિયા સાથે જોડાયેલો છે. તેથી તેને રશિયા પર દબાણ લાવવાની રણનીતિ તરીકે ગણવામાં આવી રહ્યું છે.અમેરિકાએ ઉત્તરી કાળા સમુદ્રમાં રશિયન નૌકાદળના યુદ્ધ જહાજો દ્વારા યુક્રેનનું શહેર ઓડેશાની નજીકના વિસ્તારોમાં બોમ્બમારો કરવાની માહિતી આપી છે.

રશિયન હેકરોએ ટીવી ચેનલ યુક્રેના 24ના લાઈવ ન્યુઝફીડમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના આત્મસમર્પણનું એક નકલી ‘નિવેદન’ પોસ્ટ કર્યુ. રાષ્ટ્રપતિએ તેના પછી તરત એક વીડિયો રેકોર્ડ કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે રશિયનોએ પોતાના હથિયાર નાખી દીધા છે. ઉક્રેઈંસ્કા પ્રાવદાના અનુસાર, ટીવી ચેનલે કહ્યું, ‘યુક્રેના 24 પર ન્યુઝ ટિકર અને સોહોદની (ટુડે) વેબસાઈટને દુશ્મન હેકર્સે નિશાન બનાવ્યા અને એક કથિત ‘આત્મસમર્પણ’ વિશે ઝેલેન્સ્કીના હવાલાથી સંદેશ પ્રસારિત કરી રહ્યા છે.ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ બુધવારે યુએસ સંસદને સંબોધન કર્યું હતુ. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ ભાષણમાં ઝેલેન્સ્કીએ યુક્રેન રશિયાના હુમલાની સરખામણી અમેરિકન ઇતિહાસના બે ભયંકર હુમલાઓ,પર્લ હાર્બર પર જાપાનનો હુમલો અને 11 સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ ટાવર હુમલા સાથે કરી છે.

તેમણે અમેરિકન ધારાસભ્યોને કહ્યું- અમને હવે તમારી જરૂર છે.રશિયન સેનાએ યુક્રેનના મારિયુપોલ શહેરની મધ્યમાં આવેલા એક થિયેટર પર બોમ્બવર્ષા કરી હતી. આ થિયેટરમાં સેંકડો નાગરિકોએ આશ્રય લીધો હતો એવા અહેવાલો મળ્યા છે. જેથી બોમ્બવિસ્ફોટના કારણે મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન રશિયા પર એક પછી એક આકરા આર્થિક પ્રતિબંધ લાદનારા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઈડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ‘વોર ક્રિમિનલ’ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સિવિલિયન્સને નિશાન બનાવીને પુતિન અધમ કૃત્ય આચરી રહ્યા છે.રશિયાની સેનેને ભારે નુકસાન કર્યાનો યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે તેણે 13800 સૈનિકોને મારી નાંખ્યા છે અને અનેક સૈન્ય ઉપકરણોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

બીજી બાજુ યુક્રેનના અખબાર કીવ ઈન્ડિપેન્ડન્ટ મુજબ, રશિયા અને યુક્રેનમાં ટૂંક સમયમાં જ સીઝફાયરની જાહેરાત થઈ શકે છે. રિપોર્ટ મુજબ, બંને દેશ એક સમજૂતીની નજીક પહોંચી ગયા છે. જેમાં યુક્રેનની સરકાર રશિયાને વિશ્વાસ અપાવશે કે તેઓ નાટોમાં સામેલ નહીં થાય. તેઓ પોતાના હથિયારોની લિમિટ પણ નક્કી કરશે. બીજી તરફ ઈન્ટરનેશન કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે ICJએ રશિયાને યુક્રેન પર તાત્કાલિક હુમલા બંધ કરવાનું કહ્યું છે.રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને 800 મિલિયન ડોલરની વધારાની સુરક્ષા સહાયતા આપવાની જાહેરાત કરી છે. વ્હાઈટ હાઉસમાં બાઈડને કહ્યું કે નવી સહાયતા પેકેજમાં 800 એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ, 9,000 એન્ટી-આર્મર સિસ્ટમ, 7,000 નાના હથિયારો જેવા કે શોટગન, ગ્રેનેડ લોંચર અને ડ્રોનનો સમાવેશ થાય છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ બુધવારને અમેરિકી કોંગ્રેસ એટલે કે સંસદના બન્ને ગૃહને સંબોધિત કર્યું છે. વીડિયો કોન્ફરન્સિંગ મારફતે પોતાના સંબોધનમાં ઝેલેન્સ્કીએ અમેરિકાથી સીધી મદદ કરવા વિનંતી કરી છે અને કહ્યું કે યુક્રેનને અત્યારે અમેરિકાની જરૂર છે. ઝેલેન્સ્કીએ આ સમયે અમેરિકાના પર્લ હાર્બર તથા 11 સપ્ટેમ્બર 2001 (9/11) હુમલાની યાદ અપાવી હતી.ઝેલેન્સ્કીએ પોતાના ભાષણમાં સીધુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનનું નામ લઈ કહ્યું કે તમે એક મોટા દેશના નેતા છો. હું ઈચ્છું છું કે તમે સમગ્ર વિશ્વના નેતા બનો. સમગ્ર વિશ્વના નેતા બનવાનો અર્થ છે શાંતના નેતા બનવું.

Read About Weather here

તેમના આ નિવેદન અંગે તમામ સાંસદોએ ઉભા થઈને તાલી પાડી અભિવાદન કર્યું.અમેરિકાના સંસદ ભવનમાં સીધા પ્રસારણવાળા સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે અમેરિકાને રશિયાના સાંસદો ઉપર પ્રતિબંધ મુકવો જોઈએ અને રશિયાથી આયાત અટકાવવી જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિ બાઈડના આગામી સપ્તાહે બ્રુસેલ્સમાં EU અને નાટોના અધિકારીઓ સાથે બેઠક યોજશે.રશિયાની સેનાના વધી રહેલા હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સમજૂતી કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે દેશે એ સ્વીકારવું જોઈએ કે તે અમેરિકાના નેતૃત્વ હેઠળના NATO સૈન્ય સંગઠનનું સભ્ય નહીં બને,જેનો રશિયા ભારે વિરોધ કરે છે આ સાથે તેમણે પોતાના દેશમાં યુદ્ધથી જે તબાહી અને વિનાશ થયો છે તેનો એક વીડિયો તેમણે સાંસદો સમક્ષ રજૂ કર્યો હતો.ચેક રિપબ્લિક, પોલેન્ડ અને સ્લોવેનિયાના વડાપ્રધાનોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here