રશિયા-યુક્રેન યુદ્ધનો 20મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 20મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 20મો દિવસ
રશિયા સમર્થિત વિદ્રોહીઓના કબજા હેઠળના ડોનેસ્ક શહેરમાં બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં 20 નાગરિકોનાં મોત થયા, જ્યારે 35 અન્ય ઘાયલ થયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 20મો દિવસ છે. યુક્રેનની સાથે શાંતિ મંત્રણા થઈ રહી હોવા છતાં રશિયા સતત યુક્રેનના શહેરોમાં નાગરિક વિસ્તારો પર બોમ્બવર્ષા કરી રહ્યું છે.  ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, રશિયાએ આ હુમલાનો આરોપ યુક્રેનની સેના પર લગાવ્યો છે. જો કે એ તેનો કોઈ પુરાવો આપી શક્યું નહીં.જો કે યુક્રેને આ હુમલો કર્યો હોવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે આ રશિયાની ત મિસાઈલ હશે, જે નિશાન ચુકી ગઈ છે. હવે રશિયા આ માટે યુક્રેન પર આરોપ લગાવી રહ્યું છે.બીજી તરફ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ કહ્યું છે કે તે રશિયા વિરુદ્ધ યુક્રેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર 16 માર્ચ એટલે કે બુધવારે પોતાનો ચુકાદો સંભળાવશે.

Visit Saurashtra Kranti Homepage here

યુક્રેને 7 માર્ચે થયેલી સુનાવણીમાં કોર્ટને કહેવામાં આવ્યું હતું કે રશિયાને સૈન્ય ગતિવિધિઓ બંધ કરવાનો આદેશ આપે. યુક્રેને કહ્યું કે રશિયાએ યુએન નરસંહાર સંધિનું ખોટું અર્થઘટન કર્યું તેના આધાર પર હુમલો કર્યો. રશિયાએ ICJમાં આ સુનાવણીનો વિરોધ કરતા કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.બીજીતરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમિર ઝેલેન્સ્કી બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમેરિકન કોંગ્રેસ (અમેરિકી સંસદ)ને સંબોધિત કરશે. સંસદના સ્પીકર નેન્સી પેલોસીએ સેનેટમાં તેની ઘોષણા કરી હતી.

અનેક ડેમોક્રેટ સાંસદો માને છે કે આનાથી કેપિટલ હિલ (અમેરિકી સંસદ ભવન)માં રાષ્ટ્રપતિ જો બાઈડેન પર કીવની મદદ માટે ફાઈટર જેટ્સ મોકલવાનું દબાણ વધારવાનું મોમેન્ટમ બનશે. ઝેલેન્સ્કીર લગભગ બે સપ્તાહ અગાઉ પણ અમેરિકી કોંગ્રેસના મેમ્બર્સ સમક્ષ વર્ચ્યુઅલ મીટિંગમાં યુક્રેનની મદદ માટે અમેરિકન ફાઈટર જેટ્સ મોકલવા અનુરોધ કરી ચૂક્યા છે.રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હજુ કોઈ અંત દેખાતો નથી. તેનાથી વિપરીત રશિયાએ યુક્રેન ઉપર તેના હુમલા વધારી દીધા છે. સોમવારે બન્ને દેશ વચ્ચે ચોથા તબક્કાની વાતચીત થઈ હતી,પણ તેનું કોઈ જ પરિણામ આવ્યું ન હતું. અલબત હવે આ વાતચીત આજે આગળ વધશે. રશિયા પણ યુક્રેનના 24 જેટલા શહેરને નિશાન બનાવી રહ્યું છે તો બીજી બાજુ યુક્રેને ફરી વખત નાટો દેશોને યુક્રેનના હવાઈ ક્ષેત્રને બંધ કરવા અપીલ કરી છે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે દક્ષિણ ભાગમાં આવેલા મારિયુપોલ ઉપર રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 2500થી વધારે લોકોના મોત થયા છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)એ કહ્યું છે કે જો યુદ્ધ લાંબુ ચાલશે તો યુક્રેનના અર્થતંત્રમાં 35 ટકાનો જંગી ઘટાડો આવી શકે છે.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું- રશિયા સામે યુક્રેનને હથિયાર આપીશું. યુક્રેનનાં શરણાર્થીઓને યુએસમાં જવાની મંજૂરી આપશે. રુપિયા, ખોરાક અને અન્ય માનવતાવાદી સહાય પણ મોકલવામાં આવશે.યુક્રેન સમર્થકોએ લંડનના બેલગ્રેવ સ્ક્વેરમાં એક મકાન પર કબજો જમાવ્યો હતો. કબજે કરનારાઓએ ઘર પર યુક્રેનનો ધ્વજ લહેરાવ્યો હતો અને એક બોર્ડ લગાવ્યું જેના પર લખ્યું હતું કે, તમે યુક્રેન પર કબજો કરી લીધો છે, અમે તમીરા પર કબજો મેળવ્યો.

આ ઘર રશિયન બિઝનેસમેન ઓલેગ ડેરીપાસ્કાનું છે, જેના પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીક હોવાના કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.બાફ્ટા ઈન્ટરનેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં હોલીવુડના ઘણા સ્ટાર્સ પોતાના ડ્રેસ પર યુક્રેનના રાષ્ટ્રધ્વજને પિનથી લગાવીને પહોંચ્યા હતા અને યુદ્ધમાં તેનું સમર્થન કર્યું હતુ.યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશુકે એક વીડિયો નિવેદન જાહેર કર્યું છે. આમાં, યુદ્ધ હોવા છતાં, તેણે 9 માનવતાવાદી કોરિડોર બનાવ્યા અને 5500 થી વધુ યુક્રેનિયન નાગરિકોને યુદ્ધ ઝોનમાંથી બહાર કાઢવાનો દાવો કર્યો છે.રોઇટર્સે યુરોપિયન યુનિયનના સૂત્રોને ટાંકીને દાવો કર્યો હતો કે રશિયન ઓઇલ કંપનીઓ રોસનેફ્ટ, ટ્રાન્સનેફ્ટ અને ગ્રાજપ્રોમ નેફ્ટ સામે નવા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, પરંતુ EU સાથે જોડાયેલા દેશો પ્રતિબંધ હોવા છતાં તેમની પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે.

અમેરિકન રક્ષા મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયાએ યુક્રેનમાં લશ્કરી મથકને નિશાન બનાવ્યું હોવા છતાં તેઓ શસ્ત્રોનો સપ્લાય ચાલુ રાખશે. હુમલા બાદ રશિયાએ દાવો કર્યો હતો કે તે અમેરિકા પાસેથી મળેલા હથિયારોને નિશાન બનાવશે.હવે યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં યુદ્ધ વધારે આક્રમક બન્યું છે. અત્યાર સુધી આ વિસ્તાર સુરક્ષિત માનવામાં આવતો હતો. રશિયાની સેનાએ રવિવારે NATOના સભ્ય દેશ પોલેન્ડની સરહદથી ફક્ત 12 કિમી અંતરે આવેલા યાવોરિવમાં એક મિલિટ્રી બેઝ ઉપર ક્રૂઝ મિસાઈલ વડે હુમલો કર્યો હતો,જેમાં 35 લોકોના મોત થયા હતા જ્યારે 134 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે રશિયાએ યુક્રેનમાં પોતાની લડાઈને વધારે આક્રમક કરવા માટે ચીન પાસેથી મિલિટ્રી ઈક્વિપમેન્ટ માગ્યા છે.

Read About Weather here

અમેરિકાના અધિકારીઓને ટાંકી કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસે વધારાનો આર્થિક સહયોગ માગ્યો છે, જેથી અમેરિકા, યુરોપ તથા એશિયાના દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોથી પોતાના અર્થતંત્રને બચાવી શકાય.સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે યુક્રેનમાં માનવીય સહયોગને વધારવા માટે સેન્ટ્રલ ઈમર્જન્સી રિસ્પોન્સ ફંડમાંથી ચાર કરોડ ડોલરનું ભંડોળ આપવામાં આવશે. ગુટેરેસે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થતાના પ્રયાસો માટે ભારત, ચીન તથા ફ્રાંસ સહિત અનેક દેશોનો સંપર્ક કરી રહ્યા છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે અને પાણી તથા દવાની અછત ભોગવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here