રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ
રશિયાની સેનાએ રવિવારે નાટોનો સભ્ય દેશ પોલેન્ડની સરહદથી માત્ર 12 માઈલ દૂર યાવોરીવમાં એક મિલિટરી ટ્રેનિંગ બેઝ પર ક્રૂઝ મિસાઈલનો હુમલો કર્યો હતો, જેમાં 35 લોકો માર્યા ગયા અને 134 ઘાયલ થયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ છે. હવે યુક્રેનના પશ્ચિમ ભાગમાં લડાઈ વધુ તીવ્ર બની છે, જે અત્યાર સુધી ‘સેફ હેવન’ બનીને રહ્યું હતું.રશિયાએ આ હુમલામાં 180 વિદેશી લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે.બીજી તરફ, પોર્ટ સિટી માયકોલેવમાં રશિયન હવાઈ હુમલામાં નવ નાગરિકોના મોત અને એક ડઝનથી વધુ ઘાયલ થયાનો દાવો પ્રાદેશિક ગવર્નરે કર્યો છે. સ્પુતનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર યુક્રેન અને રશિયાના અધિકારીઓ આજે ફરી શાંતિ મંત્રણા કરશે.

Visit Saurashtra Kranti Homepage here

આ વાતચીત વીડિયો કોલ દ્વારા થશે.બીજી તરફ, ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, રશિયાએ યુક્રેનમાં તેની લડાઈને વધુ તીવ્ર બનાવવા માટે ચીન પાસે લશ્કરી સાધનોની માંગણી કરી છે. રિપોર્ટમાં અમેરિકાના અધિકારીઓને ટાંકીને આ વાત કહેવામાં આવી છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પાસેથી વધારાના આર્થિક સહયોગની પણ માંગ કરી છે જેથી અમેરિકા, યુરોપ અને એશિયાઈ દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોથી પોતાની અર્થવ્યવસ્થાને બચાવી શકાય.

રશિયા-યુક્રેન યુદ્ધનો 19મો દિવસ રશિયા

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સ્થિતિમાં બન્ને દેશો તરફથી હજુ સુધી યુદ્ધ વિરામના કોઈ જ સંકેત મળ્યા નથી. રવિવારે કીવ નજીક ઈરપિનમાં રશિયાની સેના તરફતી ભારે ગોળીબારી થઈ હતી,જેમાં અમેરિકાના પત્રકાર અને ફિલ્મ નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો. બીજી બાજુ મારિયુપોલ શહેરમાં સ્થિતિ ગંભીર બની ગઈ છે. અહીં ભોજન અને પાણીની પણ ભારે અછત સર્જાવા લાગી છે. બીજી બાજુ રશિયામાં પુતિનના હુમલાના વિરોધમાં મોટાપાયે પ્રદર્શન થઈ રહ્યું છે અને અત્યાર સુધી 14 હજારથી વધારે પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે. રેનોર્ડને ગળામાં ગોળી મારી હતી, જેમાં તેનું મોત થયું હતું. 51 વર્ષીય રેનોડ એવોર્ડ વિજેતા ફિલ્મ નિર્માતા પણ હતા. રેનોર્ડનો સાથી પત્રકાર જુઆન અરેડોન્ડો ઘાયલ છે. ,AFP ન્યૂઝ એજન્સી અનુસાર, યુક્રેન પર હુમલાના વિરોધમાં રવિવારે મોસ્કોમાં જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રશિયન પોલીસે આમાં સામેલ 800થી વધુ લોકોની ધરપકડ કરી છે.જર્મનીની રાજધાની બર્લિન સહિત અનેક શહેરોમાં યુક્રેન પર રશિયન હુમલાના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. યુક્રેનના ધ્વજ અને ‘નો વોર’ અને ‘પીસ’ જેવા સૂત્રો લખેલા બેનરો સાથે પ્રદર્શન કરતી ભીડે રશિયાને યુક્રેન પર હુમલો કરવાનું તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી છે.રશિયાના નાણા પ્રધાન એન્ટોન સિલુઆનોવે રવિવારે કહ્યું કે વિદેશી પ્રતિબંધોને કારણે 2.30 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ફ્રીઝ થઈ ગયું છે. આ ફંડ રશિયન સરકાર દ્વારા રૂ. 4.91 લાખ કરોડનુ રેની-ડે ફંડનો ભાગ હતું.યુક્રેનના માનવાધિકાર દેખરેખ જૂથે રશિયા પર પોપાસાના શહેરમાં ફોસ્ફરસ બોમ્બથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. જો કે આ દાવાની પુષ્ટિ થઈ નથી યુક્રેનના ઈરપિનમાં રશિયાના એક હુમલામાં અમેરિકાના એક પત્રકારનું મોત થયું છે, જે અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ પ્રતિક્રિયા આપી છે. બાઈડને કહ્યું છે કે રશિયાના હુમલાખોરોએ આજે ઈરપિનમાં અમેરિકાના પત્રકારોના સમૂહ ઉપર ફાયરિંગ કર્યું છે. ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એક પત્રકાર બ્રેન્ટ રેનોડનું મોત થયું છે.51 વર્ષિય રેનોર્ડનને ગોળી લાગી હતી.

જો અમેરિકાના એક પણ નાગરિકને અસર થશે તો તેને અમેરિકા ઉપરનો હુમલો માનવામાં આવશે.ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, લીવ શહેરની નજીક હુમલાનો ભોગ બન્યું તે મિલિટરી બેઝ ઈન્ટરનેશનલ પીસ કીપિંગ સેન્ટર હતું, જ્યાં એક મહિના પહેલા સુધી યુએસ સૈન્ય યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપી રહ્યું હતું. રશિયાએ અહીં 30થી વધુ ક્રૂઝ મિસાઈલ છોડી છે. યુક્રેન સરકારે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને ફરી એકવાર નાટોને યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.રવિવારે યુક્રેનના પશ્ચિમી વિસ્તારમાં લીવ શહેર નજીક એક મિલિટ્રી બેઝ ઉપર રશિયાએ ક્રૂઝ મિસાઈલ છોડી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે આ મિસાઈલ હુમલામાં 35 જેટલા લોકોના મોત થયા હતા. જ્યારે 57 લોકોને ઈજા પહોંચી હતી. આ હુમલાની રશિયાના સંરક્ષણ મંત્રાલયે જવાબદારી સ્વીકારી છે. મંત્રાલયે કહ્યું કે યાવોરિવમાં આ કેન્દ્ર વિદેશી દેશો તરફતી મળી રહેલા સૈન્ય ઉપકરણોના સંગ્રહ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

Read About Weather here

એક પ્રવક્તાનું કહેવું છકે આ હુમલામાં 180 વિદેશી હત્યારા માર્યા ગયા છે અને મોટા પ્રમાણમાં શસ્ત્રો અને દારુગોળાનો નાશ થયો છે. રશિયાના મંત્રાલયે કહ્યું કે અમે વિદેશી હત્યારાઓ સામે હુમલો કરવાનું આગળ પણ ચાલું રાખશું.યુક્રેનમાં માનવીય સ્થિતિ સતત બગડી રહી છે અને મારિયુપોલમાં તો ભારે તબાહી સર્જાઈ છે. યુદ્ધની શરૂઆત થયા બાદ રશિયાના હુમલામાં 1500થી વધારે નાગરિકોના મોત થયા છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ સોશિયલ મીડિયા ઉપર એક તસવીર રજૂ કરી છે કે મારિયુપોલ અમારી અત્યાર સુધીની સૌથી ખરાબ માનવીય તબાહીનો સામનો કરવો પડ્યો છે. તે છેલ્લા 12 દિવસમાં 1582 નાગરિકોના મોત થયા છે, તેમને સામૂહિક રીતે દફનાવવામાં આવ્યા છે. . આ ઉપરાંત 374 ટેન્કનો નાસ કર્યો છે. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં રશિયાના 12,500 અધિકારીઓના મારી નાંખવામાં આવ્યા છે.યુક્રેનના સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે 24 ફેબ્રુઆરીથી રશિયા અને તેના હુમલા શરૂ થયા બાદથી 13 માર્ચના સવારે છ વાગ્યા સુધી યુક્રેનના દળોએ 74 વિમાન અને 86 હેલિકોપ્ટર તૂડી પાડ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here