રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ
રશિયા-યુક્રેન યુદ્ધ
અમેરિકાનો દાવો છે કે રશિયાએ જે મકસદ સાથે યુક્રેન પર આક્રમણ કરીને યુદ્ધ શરૂ કર્યું એ પૂરો કરવામાં તે નિષ્ફળ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 28મો દિવસ છે. યુદ્ધ દરમિયાન અમેરિકા, યુક્રેન અને રશિયા વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ચાલી રહ્યું છે. જોકે આ નિષ્ફળતા પછી પણ આ યુદ્ધ આસાનીથી ખતમ નહીં થાય.અમેરિકાના આ દાવા પર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે યુક્રેન યુદ્ધ અમારી યોજના મુજબ ચાલી રહ્યું છે. તેમજ તેમણે સ્પષ્ટતા કરી હતી કે રશિયા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેનું અસ્તિત્વ જોખમમાં મૂકાશે.યુક્રેનના રાષ્ટ્રપતિ 24 માર્ચે નાટો સમિટમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન તે યુક્રેનની એરસ્પેસ બંધ કરવાની માંગ કરી શકે છે. યુ.એસ. દાવો કરે છે કે રશિયન હુમલાના ત્રણ હેતુ હતા- 1 યુક્રેન પર નિયંત્રણ 2. મોસ્કોની શક્તિમાં વધારો 3. પશ્ચિમી દેશોને વિભાજીત કરવા. ઓખ્તિરકા ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ સેરહી કિરિચકોને રશિયા દ્વારા એક અઠવાડિયા પછી મુક્ત કરવામાં આવ્યા છે. તેને ભોંયરામાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રશિયાની તપાસ સમિતિએ પત્રકાર એલેક્ઝેન્ડર નેવઝોરોવ વિરુદ્ધ રશિયન સૈન્ય વિશે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. યુક્રેન અનુસાર, 22 માર્ચે રશિયન હુમલામાં લોઝોવા અને ખાર્કિવમાં 20 ઇમારતોને નુકસાન થયું હતું અને 1 વ્યક્તિનું મોત થયું હતું.

UNHRCના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ યુક્રેનિયન નાગરિકોને દેશની અંદર અને બહાર શરણાર્થીઓ તરીકે શિફ્ટ થયા છે.અમેરિકાના આ દાવાઓ પર ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે સ્પષ્ટ અંદાજમાં કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ અમારી યોજના અનુસાર જ ચાલી રહ્યું છે. તેની સાથે જ તેમણે સ્પષ્ટ કરી દીધું કે રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે કરશે જ્યારે તેના અસ્તિત્વને જોખમ હશે.યુક્રેન પોતાની રાજધાની કીવ આસપાસ ફરી કબજો જમાવી રહ્યું છે. યુક્રેની જવાબી કાર્યવાહીથી રશિયન દળો તહસનહસ થવાની સંભાવના સર્જાઈ છે. જો કે રશિયન સેના દ્વારા સતત ભારે તોપમારો ચાલુ હોવાથી કેટલાક શહેરોમાં ભોજનની અછત સર્જાઈ છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયન સેના દ્વારા કરાયેલા આક્રમણને મહિનો પૂરો થવામાં છે ત્યારે યુક્રેનની મિલિટરીનું કદ નાનું હોવા છતાં રશિયન સેના સામે જોરદાર ટક્કર લઈ રહી છે. તેમાં સેંકડો રશિયન સૈનિકોની ખુવારી પણ થઈ છે. અગાઉ રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીના પ્રવક્તાએ 2 માર્ચે યુદ્ધમાં માર્યા ગયેલા રશિયન સૈનિકોની સંખ્યા 498 જણાવી હતી. જ્યારે ટેબલોઈડ કોમસોમોલ્સ્કયા પ્રવદાએ લખ્યું છે- રશિયન ડિફેન્સ મિનિસ્ટ્રીના અનુસાર, 9861 રશિયન સૈનિકો માર્યા ગયા છે અને 16153 સૈનિકો ઘાયલ થયા છે.રશિયા યુક્રેન યુદ્ધ મુદ્દે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને મંગળવારે PM નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી.

બન્ને નેતા વચ્ચે યુક્રેન મુદ્દે લંબાણપૂર્વક વાતચીત થઈ છે. એ સમયે PM મોદીએ કહ્યું હતું કે રશિયા અને યુક્રેને રાજદ્વારી મારફત તેમના વિવાદનો ઉકેલ મેળવવો જોઈએ. ભારત ઈચ્છે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં આવે. ભારત અને બ્રિટનના રોડમેપ 2030 અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.બીજી બાજુ, પુતિન સરકારના સમર્થક કોમ્સોમોલિસ્કા પ્રાવદાના જણાવ્યા પ્રમાણે યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં 10 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે. અહેવાલમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા 9,861 દર્શાવવામાં આવી છે, જ્યારે ઈજાગ્રસ્તોની સંખ્યા 16,153 દર્શાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે સોમવારે મોડી રાત્રે આ અંગે માહિતી વેબસાઈટ પર રજૂ કરવામાં આવી હતી, જેને ગણતરીના કલાકોમાં જ હટાવી દેવામાં આવી હતી.

Read About Weather here

તેની પાછળ સરકારનું દબાણ હોવાની માહિતી મળી છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ NATOને પૂછ્યું છે કે NATO સ્પષ્ટ કરે કે યુક્રેનને તેમના જૂથમાં સ્થાન આપી શકો છો કે નહીં. સત્ય એ છે કે રશિયાથી તેઓ ડરી રહ્યા છે. જ્યારે યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડોનબાસના ડોનેત્સ્ક અને લુહાન્સ્કથી આશરે 2500 યુક્રેની બાળકોનું અપહરણ કરી રશિયા મોકલવાનો આરોપ લગાવ્યો છે. જર્મનીના વિદેશ મંત્રીએ યુરોપિયન યુનિયનને 80 લાખ યુક્રેની શરણાર્થી માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. UNHRCના અહેવાલ પ્રમાણે અત્યાર સુધી 1 કરોડથી વધારે લોકો શરણાર્થી તરીકે દેશની અંદર અને બહાર શિફ્ટ થઈ ચુક્યા છે.બીજી બાજુ યુક્રેન યુદ્ધને લીધે યુરોપમાં શરણાર્થી સંકટ સતત ગંભીર બની રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here