રઘુવંશી યુવા શક્તિ સંઘદ્વારા ‘રઘુવંશી ક્રાંતિ યાત્રા’ યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ ધવલભાઈ કાછેલા (કે.ડી.2ઘુવંશી)ની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રઘુવંશી સમાજમાં સામાજિક એકતા વધે તથા સમાજ સક્ષમ, સામર્થ્યવાન અને સંગઠીત બને તેવા શુભ ઉદેશથી રાજકોટ શહેરમાં પરઘુવંશી ક્રાંતિ યાત્રાથ નું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રાંતિ યાત્રામાં બહોળી સંખ્યામાં રાજકોટ શહેર ઉપરાંત અમદાવાદ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ સહીતના જિલ્લા તાલુકાઓમાંથી બહોળી સંખ્યામાં રઘુવંશીઓ ફોરવ્હીલ તથા બાઈક સાથે જોડાવવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ ક્રાંતિ યાત્રા રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ થઈને કિશનાપરા ચોક, હનુમાન મઢી, રૈયા ચોક, બાપા સીતારામ ચોક, સાધુ વાસવાણી ચોક, યુનીવર્સીટી રોડ, ઈન્દીરા સર્કલ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, સત્યવિજય આઈસક્રીમથી માલવીયા ચોક, જીલ્લા પંચાયત ચોક થી રેસકોર્ષ સમાપન થશે. યાત્રામાં ‘શ્રી રામરથ’ ઉપસ્થિત હશે, જેમાં રઘુકુળ ભૂષણ રામચંદ્રજીનીછબી ઉપરાંત સંત શિરોમણી જલારામ બાપા, હિન્દુ હૃદયસમ્રાટ રાણા જશરાજથી તથા પૂ. શ્રી હરિચરણદાસબાપુની છબી પણ હશે જેનું રઘુવંશી સમાજની સેવાકીય સંસ્થાઓ ઉપરાંત અઢારે વર્ણ દ્વારા વિવિધ રૂટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે.આ ક્રાંતિ યાત્રામાં મુખ્ય અતિથિ તરીકે જ્ઞાતિરત્ન તથા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, તેમજ રઘુવંશી સમાજના અગ્રણી તેમજ કોંગ્રેસ આગેવાન ગોપાલભાઈ ઉનડકટ, માર્કેટીંગ યાર્ડના ડિરેકટર સંદીપભાઈ લાખાણી, રાજુભાઈ 2વેશીયા, માર્કેટીંગ યાર્ડના પૂર્વ ડીરેકટર સુરેશભાઈ ચંદારાણા,

Read About Weather here

બાલાભાઈ પોપટ તથા જ્ઞાતિ આગેવાનો મનુભાઈ જોબનપુત્રા, મુકેશભાઈ રવેશીયા, જીતેન્દ્રભાઈ કકકડ, સંજયભાઈ રૂપારેલીયા, અશ્વીનભાઈ જોબનપુત્રા, શૈલેષભાઈ પાબારી, રમેશભાઈ ધામેચા, રઘુવંશી પરિવારના અગ્રણીઓ પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વીઠલાણી, હસુભાઈ ભગદેવ, બલરામભાઈ કારીયા, તેમજ સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ ક્રાંતિયાત્રાને સફળ બનાવવા રઘુવંશી યુવા શકિત સંઘના પ્રમુખ ધવલભાઈ કાછેલા (કે.ડી.રઘુવંશી), ગુજરાતના પ્રભારી કુલદીપભાઈ રઘુવંશી, ગુજરાતના ઉપપ્રમુખ મોહિતભાઈ સવાણી, સૌરાષ્ટ્ર પ્રમુખ પાર્થભાઈ જોબનપુત્રા, કાનુની સલાહકાર જયભારતભાઈ ધામેચા તથા સમગ્ર ટીમના તમામ સભ્યો તથા રાજકોટ માર્કેટીંગ યાર્ડના રઘુવંશી સમાજના વેપારીઓ જહેમત ઉઠાવી રહયા છે ત્યારે આ ક્રાંતિયાત્રામાં રઘુવંશી સમાજને બહોળી સંખ્યામાં ઉમટી પડવા ધવલભાઈ કાછેલા (કે.ડી.રઘુવંશી), કુલદીપભાઈ રઘુવંશી, મોહિતભાઈ સવાણી, પાર્થભાઈ જોબનપુત્રા સહીતનાએ જાહેર અનુરોધ કરેલ છે. આ ક્રાંતિ યાત્રામાં જોડાવવા ઈચ્છુક લોકોએ આગામી 2વીવાર સવારે 9 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે પહોંચી જવા જણાવાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here