‘રઘવાયા’ભાઈની દબંગગીરીથી નેતાની આબરૂ ધૂળધાણી!

‘રઘવાયા’ભાઈની દબંગગીરીથી નેતાની આબરૂ ધૂળધાણી!
‘રઘવાયા’ભાઈની દબંગગીરીથી નેતાની આબરૂ ધૂળધાણી!

બરાબરનો ભેટો થઇ જાય તો તુરંત ડહાપણ ડાઢ ફૂટી જાય તેમ ‘ભાઈસાબ તમે મહાન કહી’ હાલતી પકડવામાં માહિર!
ઘડિયાળના સેક્ધડ કાંટાની જેમ દોડાદોડ કરી ભેગું કરવાની લ્હાયમાં નેતાના ભાઈના ‘દિ’ ભરાય જાય એટલી વાર…
નેતાના ભાઈના ફટાકડા ગાંધીનગરમાં ફૂંટયા!

‘રઘવાયા’ ભાઈની દબંગગીરીથી નેતાની આબરૂ ધૂળધાણી થઇ રહી છે! ખોટું કરાય નહિ, સત્યતા માર્ગે ચાલવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ, કર્મ કોઈને છોડતું નથી, પાપનો ઘડો ભરાય ત્યારે છલકાયા વિના રહેતો નથી… જેવી ડાહી-ડાહી વાતો કરતા નેતા ‘રઘવાયા’ ભાઈની દબંગગીરીથી અજાણ છે કે પછી પડદા પાછળ રહી સમય આવ્યે પછી જોઈ લેશું જેવી ખોરા ટોયરા જેવી રમત રમી રહ્યા છે કે શું? ચર્ચાએ જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નેતાના જોરે કુદાકુદ કરતો ‘રઘવાયો’ ભાઈ નામ કાઢી રહ્યો છે. પોતાના કામ ધર્યા પ્રમાણે ન થાય તો તમામ પાસા અજમાવી કામ કરાવી લેવા માહિર બની ગયો છે?
ઝેરના પારખા ન કરાય છતાં દુનિયા મારી મુઠ્ઠીમાં હોવાનો ચડેલા નશામાં ભાન ભુલેલો નેતાનો ભાઈ બચી જાય તો તેના નશીબ! પણ કર્મ કોઈને છોડતું નથી. ભેગું કરવાની લ્હાયમાં ઘડિયાળના સેક્ધડ કાંટાની જેમ દોડાદોડ કરતો નેતાના ભાઈને કોઈ ગરીબની હાય લાગશે તો પાપ છાપરે જઈને પોકારશે.

ફાટીને ધુમાડે ગયેલા નેતાના ભાઈને ફાટી ગયેલા મગજ (બધી રીતે સક્ષમ) સાથે ભેટો થઇ જાય તો ત્યારે જ ડહાપણની દાઢ ફૂંટી હોય તેમ કાલા-વ્હાલા કરી જે માર્ગેથી ખેલ પાડવા ઉત્સાહથી ગાડી નીચે ઉતરી દોડ લગાવી હોત તેજ માર્ગેથી ડાહ્યા-ડમણા થઈને જતું રહેવું પડે.

‘દિ ભરાય જાય તો કલાકો સુધી ઓફિસમાં પુરાઈ જવું પડે છે. ચાપલુંસીયાને પણ ખબર પડી જાય કે આટલી વાર લાગે. અનુભવ થાય તો સુધરે ઈ’ બીજા! પાપનો ઘડો છલકવાની તૈયારીમાં હોય ત્યારે કબુદ્ધિ સુઝે…!

નેતાના ભાઈના ગુણગાન ચારેકોર ગવાઈ રહ્યા છે. ફટાકડામાં મુકેલા સુતરી બોંબના ધડાકા ગાંધીનગરમાં સંભરાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ચર્ચાના ચકડોળે ચડેલા નેતાના ભાઈની દબંગગીરીની વાત મુખ્યકાર્યાલય સુધી પહોચી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. નેતાના ભાઈની થોકબંધ ફરિયાદો પહોચી ગઈ છે. વિશ્ર્વાસુ લોકોને રઘવાયા ભાઈની કામગીરી પર બાજ નજર રાખવા સુચના અપાઈ દીધાની ચર્ચાઓ જોરશોરથી થઇ રહી છે.

Read About Weather here

તાજેતરમાં નેતાના ભાઈને ઓફિસમાં કલાકો સુધી પુરાઈ રહેવું પડ્યાની વાત વાયુ વેગે અનેક લોકો સુધી પહોચી ગઈ હતી.
નેતાનો ભાઈ સુધરશે નહિ તો નેતાને શાનમાં સમજાવી દેવાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here