રખડતા પશુઓ અંગેનો કાયદો અટકાવો

રખડતા પશુઓ અંગેનો કાયદો અટકાવો
રખડતા પશુઓ અંગેનો કાયદો અટકાવો

બેડીપરાના કનૈયા ગુ્રપ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત
શહેરમાં પશુને રાખવા માટે લાયસન્સ, પશુ માલિકને જેલ અને દંડની સજા વગેરે સામે વિરોધ

શહેરમાં રખડતા પશુઓ અંગેના કાયદો લાવવા સરકારે ગતિવિધિ ચાલુ કરી હોવાનું ધ્યાને આવતા બેડીપરાના કનૈયા ગુ્રપ દ્વારા મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને આવો કાયદો અટકાવવાની માંગણી કરી છે.રજૂઆતમાં જણાવ્યું છે કે, ગાયને રાખવા માટે લાયસન્સની જોગવાઈ તેમજ માલિકો ઉપર જેલ અને મોટી રકમનો દંડ થશે તેવું બિલ રજૂ થવા જઈ રહ્યું છું. ખ્યાલ છે કે અમુક અકસ્માત થઈ રહ્યા છે. પરંતુ એ ના કારણે બધીજ ગાયોને સજા કરવી યોગ્ય નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાત દિવસ ગાય માતાની સેવા કરતો સમાજ તેના પરિવારનું ગુજરાન તેનાથી જ ચલાવે છે. હવે ગૌચર તો રહ્યા નથી તો તે ગાયો લઈને જાય તો ક્યાં ? આવા કાયદા લઈને ગાય માતાની પ્રત્યે લાગણીની ભાજપ સરકારની ઈમેજ છે જે ખરડાઈ જશે. તો પેહલા પશુપાલકોને યોગ્ય જગ્યા ફાળવી સમસ્યાનો નિકાલ કરવો જોઈએ. આવા અઘરા કાયદા લાવી તેમને આર્થિક રીતે કંગાળ કરશો નહીં. વધુમાં જણાવ્યું છે

Read About Weather here

કે, એખલાની લડાઈમાં વૃદ્ધનો જીવ ગયો, ખૂબજ દુ:ખ થયું, તેમના પરિવાર સાથે પુરી સંવેદના છે. પરંતુ દુજણી ગાયો જ પકડો છો એટલે દંડની આવક થાય. પકડવા હોઈ તો આખલાને પકડો, મનપાનો સ્ટાફ આખલાઓ નથી પકડતો અને તેજ આ બધા અકસ્માત કરતા હોઈ છે. થોડા દિવસ ફક્ત આખલા પકડ ઝુંબેશ ચલાવો, કે પછી તેને છોડાવવા દંડ કોઈ ને ભરે એટલે તેની અવગરણા થાય છે? દંડમાં રસ છે કે યોગ્ય નિકાલમાં ? માલધારી વસાહત વગર કોઈ ઉકેલ નથી. તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here