રખડતા ઢોરનો આતંક…!

રખડતા ઢોરનો આતંક...!
રખડતા ઢોરનો આતંક...!
થોડા મહિના પહેલાં લખોટા તળાવ પાસે એક વાહનચાલકને રખડતા ઢોરે અડફેટે લેતાં તેનું મોત થયું હતું. ત્યારે ગત રાત્રે ફરી બે ઢોરે એક વૃદ્ધ પર હુમલો કર્યો હતો. જામનગર શહેરમાં રખડતાં પશુઓનો આતંક નવી વાત નથી રહી. શહેરમાં રખડતાં ઢોરોના હુમલા વારંવાર સામે આવે છે.અન્ય લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં ઢોરોએ એટલો આક્રમકતાથી હુમલો કર્યો હતો કે રોડ પર વૃદ્ધને ફૂટબોલની જેમ વારંવાર પગ વડે લાતો મારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

શહેરના નવાગામ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં રાત્રે બે રખડતાં ઢોર દોડી આવ્યાં હતાં. શેરીના લોકો કંઈ સમજે અને સલામત સ્થળે જાય એ પહેલાં જ ઢોરોએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. અન્ય લોકોએ વૃદ્ધને બચાવવા ઢોરોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છતાં એમણે વૃદ્ધને પગથી લાતો મારવાનું ચાલુ રાખ્યું હતું. બાદમાં સ્થાનિકોએ માંડ માંડ વૃદ્ધને બચાવ્યા હતા. બે ઢોરના આતંકની આ ઘટના સ્થાનિકોએ કેમરામાં કેદ હતી.

સ્થાનિક લોકોએ માંડ માંડ વૃદ્ધને બચાવીને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે વિસ્તારના કોર્પોરેટરો દ્વારા તંત્રને રજૂઆત કરાતાં આખરે મહાનગરપાલિકાની ઢોર પકડવાની ગાડી બોલાવી ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.થોડા મહિના પહેલાં શહેરના હાપા વિસ્તારમાં આવેલી રેસિડેન્ટ સોસાયટીમાં રાત્રિના સમયે કેટલાક લોકો પોતાના ઘર પાસે ખુરશી રાખી બેઠા હતા ત્યારે જ શેરીમાં રખડતાં 3 ઢોર દોડી આવ્યાં હતાં.

Read About Weather here

શેરીના લોકો કંઈ સમજે અને સલામત સ્થળે જાય એ પહેલાં જ ઢોરોએ એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જામનગર શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા નવી વાત નથી. મનપા દ્વારા રખડતા ઢોરો પકડવા માટે અલગ વિભાગ રાખ્યો હોવા છતાં અને લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં શહેરીજનોને આ સમસ્યામાંથી છુટકારો નથી મળતો. જાહેર રસ્તા પર ઢોરોના અડિંગાને કારણે અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી રહે છે.તો અન્ય લોકો માંડ માંડ બચ્યા હતા. ઢોરો​ના આતંકની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here