રક્ષાબંધન : બજારોમાંથી અવનવી વેરાયટીની રાખડીઓની ખરીદી કરતી બહેનો

રક્ષાબંધન : બજારોમાંથી અવનવી વેરાયટીની રાખડીઓની ખરીદી કરતી બહેનો
રક્ષાબંધન : બજારોમાંથી અવનવી વેરાયટીની રાખડીઓની ખરીદી કરતી બહેનો

વીરાને કાંડે રાખડી બાંધવા માટે બહેનોમાં અનેરો ઉત્સાહ
બહેનોમાં ડાયમંડ, ક્રિષ્ટલ મોતી, ચાંદી સહિતની રાખડીઓ હોટ ફેવરિટ

આગામી રવિવારે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે.પવિત્ર રક્ષાબંધન પર્વના દિવસે પોતાના વીરા(ભાઈ) ની રક્ષા કાજે બહેનો દ્વારા રાખડી, રક્ષાસૂત્ર બાંધી તેમના લાંબા આયુષ્યની કામના કરાતી હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

સામે પોતાની બહેનની દરેક તકલીફોમાં હિમાલયની જેમ અડગ ઉભો રહી તેની રક્ષા ઓકરવાનું વચન આપી ભાઈ તેને જીવનપર્યતં નિભાવતો હોય છે.

કાચા સુતરના તાંતણે નિભાવાતા આ અતૂટ બંધનના કારણે બજારો કદાચ આ પર્વને રક્ષાબંધન કહેવાતો હશે

તેમ માનવું અતિશયોક્તિભર્યું નથી.

ત્યારે પોતાના વીરાને કાંડે રાખડી બાંધવા માટે અત્યારથી જ બહેનોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે.

હાલ બજારોમાં મોટી સંખ્યામાં બહેનો રાખડીની ખરીદી અર્થે ઉમટી પડે છે.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરવાનો પર્વ એટલે રક્ષાબંધન.

રક્ષાબંધન નજીક આવતા બજારોમાં અવનવી કલાત્મક રાખડીઓની ખરીદીનો માહોલ જામી રહ્યો છે.

હજારો પ્રકારની રાખડીઓ બજારમાં જોવા મળી રહી છે.

પોતાના વિરાના કાંડે રક્ષાનું કવચ બાંધવા માટે બહેનો ઉમંગભેર રાખડીઓ ખરીદી રહી છે.

ભાઇ બહેનના પવિત્ર હેતના તહેવાર રક્ષાબંધનની તા. 22ને રવીવારે ઉમંગભેર ઉજવણી થશે.

ત્યારે રક્ષાબંધનને લઈને અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે

વેપારીઓના જણાવ્યા મુજબ મોરબીના રૂ. 5 થી માંડીને 500 સુધીની રાખડીઓ મળે છે.

આશરે 1 હજાર પ્રકારની આકર્ષક રાખડીઓ જોવા મળી રહી છે.

રક્ષાબંધન પર્વ માટેની રાખડીઓ, રક્ષાસૂત્રની ખરીદી કરવા અત્યારથી જ દુકાનો-લારીઓમાં ધસારો જોવા મળી રહ્યો છે.

બહેનોમાં ડાયમંડ, ક્રિષ્ટલ મોતી, ચાંદી સહિતની રાખડીઓ હોટ ફેવરિટ છે.

આ વખતે બજારમાં રાખડીઓની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે.

જેમાં અવનવા કલરના નાનામોટા ગોટાઓ, ડિઝાઇનેબલ, સુતર, રુદ્રાક્ષ, સુખડની તેમજ ચાંદીની રાખડીઓનો ભારે ક્રેઝ છે.

Read About Weather here

તો બાળકો માટે છોટાભીમ, લિટ્લ ક્રિષ્ણા, માયફ્રેન્ડ ગણેશા (ગણપતિ) સહિત લાઈટ અને મ્યુઝિકવાળી તેમજ બોલતી રાખડીઓની પણ બજારમાં સારી માંગ છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here