રક્ષક જ ભક્ષક બન્યા…!

રક્ષક જ ભક્ષક બન્યા...!
રક્ષક જ ભક્ષક બન્યા...!
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ સાસરી અલૂવામાં રહેતાં હેતલબેન મૂળજીભાઈ પરમાર તેમજ તેમની નાની બહેન નીલમના જણાવ્યાં અનુસાર અમારા પરિવારમાં પિતા મૂળજીભાઈ પરમાર અને માતા સવિતાબેન તેમજ ભાઈ ચંદ્રહાશ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધીનગરનાં સરગાસણમાં આવેલી વડીલોપાર્જીત સાડા આઠ વીઘા જમીનનો વિવાદ વકર્યો છે. આ જમીનના વિવાદને લઈ સગાભાઈ સહિત કુટુંબનાં લોકોએ ભેગા મળીને બે બહેનોને જાહેરમાં માર મારવા લાગ્યા હતા.

જોકે, એક બહેનને એક વર્ષનો દિકરો હોવાથી તેઓ દૂર ઉભા રહી ગયા હતા. પરંતુ બીજી બહેનને તેમજ તેના દીકરાને કુટુંબીજનોએ લાકડી અને લોખંડનાં સળિયા વડે માર મારી ઘાતકી હુમલો કર્યા હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ બાબતે પોલીસે માત્ર અરજી લઈને સમગ્ર મામલો શાંત પાડી દીધો હતો.

સરગાસણમાં વડીલોપાર્જીત સાડા આઠ વીઘા જમીન આવેલી છે. વર્ષ 2014 માં ચંદ્રહાશે ભાગીને લવ મેરેજ કર્યા હતા. જેથી તેની પત્નીના પરિવારજનોએ અખબારમાં જાહેરાત આપીને તેની સાથેના બધા સંબંધો કાપી નાખ્યા હતા. આથી તેની પત્નીના કહેવાથી અમારા ભાઈએ પણ પરિવાર સાથે સંબંધો કાપી નાખ્યા છે.

જે સરગાસણ શ્રી રંગ નેનો સીટીમાં રહે છે. સામાજિક ઝગડાનાં કારણે અમારા પિતા મૂળજીભાઈ ચંદ્રહાશ પાસે રહે છે અને માતા સવિતાબેન વારાફરતી અમારી પાસે રહે છે. ઘણીવાર માતા સગા વહાલાના ઘરે પણ રહેવા જાય છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, બુધવારના રોજ અમારી વડીલોપાર્જીત ભાગની જમીનમાં ભાઈ ચંદ્રહાશ દિવાલ ચણાવતો હતો. જેથી અમે ત્યાં ગયા હતા. જેથી તેણે અમને ગુરુવારે આવજો પિતા મૂળજીભાઈ રૂબરૂમાં આવીને બધું તમને સમજાવી દેશે તેમ જણાવ્યું હતું.

જેથી બંને બહેનો પોતાના પરિવાર સાથે ગઈકાલે સરગાસણ ગઈ હતી. એ વખતે અગાઉથી તૈયારીમાં ઉભેલા ચંદ્ર હાશે તેમજ બીજા પિતરાઈ ભાઈઓએ અમારી પર લાકડી વડે હુમલો કર્યો હતો.

આ હુમલામાં હેતલ બેનને માથામાં ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. આ મામલે પોલીસે અરજી લઈને મામલો શાંત પાડી દીધો છે. જોકે, આ સમગ્ર માથાકૂટનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Read About Weather here

જમીનમાં ભાગ નહીં મળે તેવી ધમકી આપીઆ સમયે નીલમબેન જોડે તેમનો એક વર્ષનો દિકરો હોવાથી ગભરાઈને દૂર જતાં રહ્યાં હતાં. પણ હેતલબેન તેમજ તેના દીકરાને ભાઈઓએ ભેગા મળીને ગડદાપાટુનો માર મારી લોખંડ સળિયા વડે હુમલો કર્યો હતો. જમીનમાં કોઈ ભાગ નહીં મળે તેવી ધમકી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here