‘રઈસ’ ફિલ્મની સ્ટાઇલથી હેરાફેરી…!

'રઈસ' ફિલ્મની સ્ટાઇલથી હેરાફેરી...!
'રઈસ' ફિલ્મની સ્ટાઇલથી હેરાફેરી...!
સ્કૂલ-બેગમાં અંદાજે બે કિલો જેટલો અફીણનો જથ્થો લઈને રાજસ્થાનથી સુરતમાં ડિલિવરી કરવા આવી રહેલા ધોરણ-9ના વિદ્યાર્થીને પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસે ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

સુરત પોલીસ નશાના કારોબાર સામે લાલ આંખ કરીને એક પછી એક નશાના નેટવર્કનો પર્દાફાશ કરી રહી છે. ત્યારે રાજસ્થાનથી સુરતમાં ઘુસાડાતા અફીણના કારોબારનો પર્દાફાશ થયો છે, જેમાં ચોંકાવનારી રીતે નશાના જથ્થાને ઘુસાડવા માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.

નશાના કારોબારીઓ કિશોરોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ 1.98 લાખના અફીણના જથ્થા સાથે પકડી પાડીને એ કોને આપવાના હતા એ સહિતની વધુ તપાસ હાથ ધરી રહી છે.

પકડાયલો બાળકિશોર પાસે નશાના સોદાગર સ્કૂલ-બેગમાં અફીણની હેરાફેરી કરાવતા હોવાનું બહાર આવ્યું છે.પુણા પોલીસે જણાવ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર (ઉં.વ-16 વર્ષ) 10 મહિના 29 દિવસ (આધારકાર્ડ મુજબ)

રહેવાસી-રાજસ્થાન પાસેથી અફીણ 1.980 કિગ્રા, જેની કિંમત.રૂ 1.98 લાખ,વગર પાસ પરમિટે પોતાની પાસે રાખી હેરાફેરી કરતાં પકડાઇ ગયો હતો. બાળકિશોરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું

કે અફીણનો જથ્થો વોન્ટેડ આરોપી-ગોપાલ રતનજી શર્મા રહેવાસી-ઇટાવા તા-બેગુ થાના-પારસોલી જી-ચિતોડગઢ (રાજસ્થાન) નાઓ પાસેથી લઈ સુરત ડિલિવરી આપવા આવ્યો હતો.

પોલીસે અન્ય મુદ્દામાલ મોબાઇલ નંગ-2, જેની કુલ કિ.રૂ-7500 તથા આધારકાર્ડ તથા કાળા કલરની સ્કૂલ-બેગ મળી કુલ મળીને.રૂ- 2,05,500ની મત્તા જપ્ત કરી છે. પુણા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.કે. રાઠોડ સર્વેલન્સ સ્ક્વોડે આ કામગીરી કરી છે.

Read About Weather here

ડિલિવરી લેનારા અજાણ્યો ઇસમના નામ-સરનામાની ખબર નથી, મોબાઇલ નંબરની પણ ખબર નથી. કિશોરને આ કામ માટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here