રંગીલા રાજકોટની વાત જ ન્યારી તો જ અહીં મળે રૂ.1000ની એક કલાત્મક પિચકારી

રંગીલા રાજકોટની વાત જ ન્યારી તો જ અહીં મળે રૂ.1000ની એક કલાત્મક પિચકારી
રંગીલા રાજકોટની વાત જ ન્યારી તો જ અહીં મળે રૂ.1000ની એક કલાત્મક પિચકારી

ધુળેટી પર્વ પર રંગાવા અને રંગે રંગવા આતુર બનતા શહેરીજનો; હવે તો પાર્ટીપ્લોટમાં પણ અબીલ, ગુલાલની છોળો ઉડશે, પાસનાં ભાવ રૂ.300 થી 800

રાજકોટ: રાજકોટ રંગીલા શહેર તરીકે પ્રખ્યાત છે; આ ટાઈટલ શહેરને અમસ્તું મળ્યું નથી, રાજકોટીયન ખરા અર્થમાં ખૂબ જ ઉત્સવ પ્રેમી ગણાય છે. દરેક તહેવારોને અહીં ભારે ઉમંગ, જોશ અને જોમ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે હોળી- ધુળેટી પર્વ કઈ રીતે બાકાત રહી શકે? નોખા અને અનોખા રાજકોટમાં ધુળેટીની ઉજવણી પણ રંગારંગ અને અલગ અંદાજમાં કરવા માટે શહેરીજનો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. છેલ્લા લગભગ 2 થી અઢી વર્ષથી કોઈ તહેવાર મન મનાવીને ઉજવી શકાયો નથી. એટલે ધુળેટી પર આ વખતે રંગોનો વિસ્ફોટ થશે, અબિલ- ગુલાલની છોળો ઉડશે, ધરતી અને આકાશ પણ તરબતર થઇ જશે. રાજકોટની બજારોમાં અબીલ- ગુલાલ, જાતજાતની પિચકારીઓ અને રંગોનાં થડા દુકાનો તથા રેકડીઓમાં ખડકાઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ તો રાજકોટ છે એટલે અહીં પાર્ટીપ્લોટમાં અને વોટર પાર્કમાં પણ રંગરસિયાઓ તનમનથી ભીંજાશે. રાજકોટની ટેવ મુજબ મિત્રોની ટોળકીઓ અને પરિવારજનોની સાથે ડીજે વિથ રેઇન ડાન્સ જેવા કાર્યક્રમોમાં સહુ ધમાલ અને મસ્તીમાં ચકચૂર થઇ જવા તલપાપડ બન્યા છે. આ વખતે રાજકોટની બજારમાં એક પિચકારીએ રંગરસિકોમાં સૌથી વધુ આકર્ષણ જમાવ્યું છે. આ નવતર પ્રકારની પિચકારી કલર પણ ભરવામાં આવે છે અને કલર પાણી સાથે મિક્સ થઇને બહાર ઉડે છે. આ પિચકારીની કિંમત છે પુરા રૂ.1000. કલરમાં પણ જાતજાતની વેરાયટી છે. રૂ.200 થી લઈને 800 નાં કિલો સુધીનાં ભાવે કલર વેચાઈ રહ્યા છે.

Read About Weather here

આ વખતે કલર અને પિચકારીનાં ભાવમાં 10 થી માંડીને 25 થી 30 ટકાનો વધારો થયો હોવા છતાં ફગોત્સવ પ્રેમીઓનાં ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. ભીંજવા અને ભીંજાવાનો મૂડ પરાકાષ્ટાએ પહોંચી રહ્યો છે. જેના કારણે વેપારીઓનાં દિલ પણ ખુશાલીથી જુમી ઉઠ્યા છે કેમકે જોરદાર ખરીદી નીકળી પડી છે. રાજકોટની મુખ્ય કલર અને પિચકારી બજાર એવા સદર બજાર વિસ્તારમાં ખરીદી માટે આબાલ વૃધ્ધ ઉમટી રહ્યા છે. અહીં અમારા તસ્વીરકારે ફગોત્સવની તસ્વીરી ઝલક રજુ કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here