યુ.પી. માં આવતીકાલથી ફરી નાઈટ કર્ફ્યું

યુ.પી. માં આવતીકાલથી ફરી નાઈટ કર્ફ્યું
યુ.પી. માં આવતીકાલથી ફરી નાઈટ કર્ફ્યું

કોરોનાનાં વધતા કેસોને પગલે નવા નિયંત્રણો લાગુ : ઓમિક્રોનનાં ભયથી રાતનાં 11 થી સવારનાં 5 સુધી સંચારબંધી(એજન્સી સમાચાર)

કોરોનાનાં કેસોમાં આવેલા એકાએક ઉછાળા અને ઓમિક્રોનનાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લઇ મહામારી કાબુ બહાર જાય તે પહેલા સમગ્ર ઉતરપ્રદેશમાં નાઈટ કર્ફ્યું લાદવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અન્ય નિયંત્રણો પણ જાહેર કરવામાં આવ્યા છે. આવતીકાલ શનિવારથી રાજ્યભરમાં રાતનાં 11 થી સવારનાં 5 સુધી રાત્રી કર્ફ્યું અમલમાં રહેશે.રાજ્યભરમાં ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો તથા લગ્ન પ્રસંગોમાં 200 મહેમાનોની હાજરીની છૂટ અપાઈ છે.

એ કાર્યક્રમોમાં કોવિડ નિયમોનું સખ્ત પાલન કરવું પડશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ વેપારીઓ અને દુકાનદારોને માસ્ક નહીં તો માલ નહીં નીતિ અપનાવવા તાકીદ કરી છે. વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી યુ.પી. આવતા તમામ ઉતારુંઓનું ટેસ્ટીંગ કરવા આદેશ અપાયો છે.

રેલવે અને બસ સ્ટેશનો પર વધુ નજર રાખવામાં આવશે અને તમામનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં પણ આ પહેલા નાઈટ કર્ફ્યું લાગુ કરી દેવાયો છે. તે પછી યુ.પી. બીજું રાજ્ય બન્યું છે.

Read About Weather here

ગઈકાલે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંઘ ચૌહાણે જાહેર કર્યું હતું કે, રાજ્યભરમાં રાતનાં 11 થી સવારનાં 5 સુધી કર્ફ્યું લાદવામાં આવ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here