યુવા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

યુવા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો
યુવા મહિલાઓ માટે નિદાન-સારવાર કેમ્પ યોજાયો

ફેમીલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા યુવા મહિલાઓ માટે ખાસ નિદાન સારવાર કેમ્પનું ડો.બી.આર. આંબેડકર પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં 50 યુવા મહિલાઓ તથા 27 સ્કુલની તરુણીઓએ લાભ લીધો હતો.

Read Saurashtra Kranti E-Paper here

કેમ્પની શરૂઆતમાં ફેમીલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા રાજકોટ ઇન્ચાર્જ બ્રાંચ મેનેજર મહેશભાઈ રાઠોડ દ્વારા આજના કેમ્પનો હેતુ સ્પષ્ટ કર્યો હતો તથા સંસ્થાની સેવાઓ વિષે વિગતે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય વિષે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય માટે સ્વાર્થી બનવું ફરજીયાત છે કારણ કે તંદુરસ્તી એ જીવનનો આધાર છે તથા પ્રજનન સ્વાસ્થ્યની વ્યાખ્યા કરતા જણાવ્યું હતું કે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, મનોજાતીય રીતે જે લોકો તંદુરસ્ત છે એ જ સંપૂર્ણ સ્વસ્થ છે તેમજ સૌને આજના કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Read About Weather here

સંસ્થાના યુથ પ્રતિનિધી કુ.પાયલબેન રાઠોડ દ્વારા તમામ સેવાર્થીઓનું રજીસ્ટેશન કરવામાં આવેલ તથા સોનલબેન દેવાચાર્ય દ્વારા તમામનું વ્યકતિગત માહિતી લેવામાં આવેલ. તથા ડો.હિતારથીબેન વેગડા દ્વારા તમામનું નિદાન અને સારવાર સૂચવેલ. શિલ્પાબેન નિમાવત દ્વારા દવાનું વિતરણ કરવામાં આવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here