યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂા. 23 હજાર પડાવનાર ચાર ઝબ્બે

યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂા. 23 હજાર પડાવનાર ચાર ઝબ્બે
યુવકને હનીટ્રેપમાં ફસાવી રૂા. 23 હજાર પડાવનાર ચાર ઝબ્બે

( સમીર ઉનડક્ટ દ્વારા)

દ્વારકાના ભાણવડ પંથકમાં એક યુવાનને સ્ત્રીપાત્ર સાથે મેળવી દેવા લાલચ આપી બાઇક પર બે શખસ લઇ ગયા બાદ યુવતિ આવતા જ પ્રગટ થયેલા શખસોએ પોલીસની ખોટી ઓળખ આપી યુવકને ધમકાવી રૂ. 23 હજાર પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ગુનો નોંધ્યા બાદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે ચાર શખસોને ખંભાળિયા પાસેથી દબોચી લીધા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

ધારાગર ગામે એકાદ માસ પહેલા ઢેબર ગામના ફરિયાદી હાસમભાઈ ઉર્ફે ભીખુ મુસાભાઇ હિંગોરાએ ફરિયાદ કરી હતી કે તેના પરિચિત કાસમ હીંગોરા સાથે સબંધ હોય ત્યારે એકાદ માસ અગાઉ શિવા ગામે પથ્થરની ગાડી તેઓ ખાલી કરાવતા હતા ત્યારે કાસમનો ફોન આવ્યો કે જમવાનોપ્રોગામ એક વાડીએ રાખેલ છે તેમ કહી તેને ધારાગઢ ગામે એક મોટર સાઈકલમાં બેસાડી કાસમભાઈ તથા વિરમભાઈ કોડી ત્રણેય સવારી બેસી ત્રણ પાટિયાથી ધારાગઢના પાટિયા નજીક એક ઓરડીમાં લઈ ગયા હતા.

જયા કાસમે તેના મિત્ર નૂરમામદ ઉર્ફે નુરો કોટડીવાળાની પણ ઓળખાણ કરાવી તે ઓરડીમાં એક સોનલ ગોસ્વામી નામની છોકરી હાજર હતી જે ઓરડીમાં જતા ત્રણેય લોકો વાતચિત કરતા હતા ત્યારે અન્ય ત્રણ લોકો ઓરડીમાં ધસી આવ્યા હતા અને જેણે પોતાની પોલીસ તરીકે ઓળખ આપી તમો અહી ગોરખધંધા કરો છો તેમ કહી હાસમ પર આક્ષેપ કરી ફીટ કરી દેવાની ધમકી આપી મારકુટ કરતા નુરમામદ અને કાસમએ રાજુ ગઢવી અને અજય ગઢવી સાથે વાતચિત કરતા કેસ નહી કરવા નેવુ હજાર માંગણી કરી ચારેય વચ્ચે 50 હજાર દેવાની વાત કરી ખિસ્સામાંથી 23 હજાર પડાવી લીધા હોવાનુ બહાર આવ્યુ હતુ.

ત્યારબાદ ભોગગ્રસ્તે સમગ્ર મામલાની તપાસ કરતા ઉક્ત બંને આરોપી પોલીસ ન હોવાનું ધ્યાને આવતા ઉપરાંત કાસમ તથા નૂરમામદ બહારથી છોકરી બોલાવી આવા સેટલમેન્ટ કરી રૂપિયા પડાવતા હોવાની ભાણવડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસે આરોપી કાસમ હાસમ હિંગોરા(રે.તરસાઈ, જામજોધપુર),નૂરમામદ ઉર્ફે નુરો (રે.કોટડી, ભાણવડ), સોનલ ગોસ્વામી, રાજુ ગઢવી, અજય ગઢવી અને એક અજાણ્યો ઈસમ વિરુદ્ધ કલમ ગુન્હો નોંધી વધુ તપાસ પીઆઈ જે. એમ. પટેલ

Read About Weather here

અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી જેમાં એસઓજીએ ખંભાળિયાના રામનાથ સોસાયટીમા મહાદેવ મંદિર પાસેથી કાસમ ઉર્ફે કાસલો, રાજુ ઉર્ફે રાયા ભોજાણી, અજ્ય માંડણ હરડાજાણી અને સહારા ઉર્ફે હકી વસીમ ને ઝડપી પાડીને વધુ પુછપરછ સાથે સમગ્ર બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here