યુવકને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો

યુવકને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો
યુવકને ઝાડ પર ઊંધો લટકાવીને ઢોર માર માર્યો
છત્તીસગઢનાં બિલાસપુરમાં ચોરીની શંકામાં એક યુવકને બેરહેમીથી મારવાનો તસ્વીરો સામે આવી છે. અને એટલું જ નહીં, યુવકને મારવા માટે તેના પગ બાંધી દીધી હતા અને પછી તેને ઝાડ પરથી ઊંધો લટકાવી દીધો હતો. વીડિયોમાં યુવક વારંવાર તેની પાસે માફી માંગી રહ્યો છે અને તેના કૃત્યની સજા આપવા માટે જેલમાં ધકેલવાની વાત કરી રહ્યો હતો. તેમ છતાં યુવકો તેને ઢોર માર મારી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઘટના સિપત પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પોલીસે મારપીટ કરનાર ત્રણેય યુવકોને ઝડપી લીધા છે. પુછપરછમાં જાણવા મળ્યું હતુ કે યુવક ચોરી કરતા રંગે હાથ ઝકડોયો હતો, જેને પોલીસે છોડી મુક્યો હતો, માટે યુવકોએ તેની સાથે મારપીટ કરી હતી.રતનપુર ક્ષેત્રનાં ગઢવટનો રહેવાસી મહાવીર સૂર્યવંશી સીપતનાં ઉચ્ચભઠ્ઠી ગામમાં ચોકીદારીનું કામ કરે છે. સોમવારે સવારે તે મનીષ ખરેના ઘરનો દરવાજો ખોલીને અંદર ઘુસી રહ્યો હતો. ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ચોરીની આશંકાથી પકડાતા તેમણે પોલીસને ફોન કરીને બોલાવી હતી.

પકડાયા બાદ યુવકને પહેલા લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.

ત્યારબાદ પોલીસ તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યારે મહાવીર નશામાં હતા. આ દરમિયાન પોલીસે તેને કોઈ કાર્યવાહી કર્યા વગર જ છોડી મૂક્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસથી છૂટ્યા બાદ મહાવીર ફરી મનીષના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમિયાન પરિવારજનોએ તેને જોઈ જતા તે ભાગી ગયો હતો. ત્યારબાદ મનીષ અને તેના મિત્રો તેને શોધી રહ્યા હતા. ગુરુવારે તે ગામની બહાર ફાર્મ હાઉસમાં મળી ગયો હતો. ત્યારબાદ મનીષ ખરે, યુવરાજ ખરે અને જાનુ ભાર્ગવ અને તેના અન્ય સાથીઓએ તેને પકડીને લઈ આવ્યો હતા.મનીષ ખરેની સાથે યુવરાજ, જાનુ અને તેના સાથીઓએ તેને પકડીને ઢોર માર માર્યો હતો.

પગ બાંધીને યુવકને ઊંધો લટકાવ્યો હતો.

તેમણે મારપીટની આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જેમાં યુવકને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ તેને ઝાડ પરથી ઊંધો લટકાવી દેવામાં આવ્યો અને પછી તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ચારથી પાંચ યુવકો તેને મારી રહ્યા હતા.વીડિયોમાં જે યુવકને માર મારવામાં આવ્યો છે તે પોતાની ભૂલની માફી માંગી રહ્યો છે. આ દરમિયાન ગ્રામીણ યુવકો એકબીજાને ઉશ્કેરીને તેને માર મારી રહ્યા છે. ઢોર માર વચ્ચે યુવક પોતાનો બચાવ કરવા ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમ છતાં યુવકો તેને નિર્દયતાથી માર મારતા જોવા મળે છે. માર માર્યા બાદ યુવક ફરાર થઈ ગયો છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ટ્રેઇની IPS વિકાસ કુમાર અને તેમની ટીમે યુવકોની શોધ શરૂ કરી છે.

યુવકને ઝાડ પર ઊંધો લટકાવી બેરહેમીથી માર માર્યો હતો.

Read About Weather here

વીડિયો પરથી ઓળખ કરીને પોલીસે હાલમાં ત્રણ યુવકોની ધરપકડ કરી છે તેના અન્ય સાગરિતોની શોધખોળ ચાલુ છે. આ કેસમાં પોલીસે મનીષ ખરે, યુવરાજ ખરે અને જાનુ ભાર્ગવની ધરપકડ કરી છે.આ ઘટના બાદ પોલીસે મહાવીરની શોધ શરૂ કરી છે. તે ફાર્મ હાઉસમાં મળ્યો નહતો. કહેવામાં આવી રહ્યું છે કે માર ખાધા બાદ તે ગામ છોડીને ભાગી ગયો છે. ટ્રેઈની આઈપીએસ વિકાસ કુમારે જણાવ્યું કે યુવક તેના સંબંધીને ત્યાં રહેતો હોવાની માહિતી મળી છે. શનિવારે પોલીસ તેમને બોલાવશે અને તેમના તરફથી કેસ નોંધીને પકડાયેલા યુવકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here