યુરોપમાં 1500 લોકોના મોત

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
આકાશમાંથી થઇ રહેલી અગ્નિવર્ષાને કારણે અત્‍યાર સુધીમાં યુરોપમાં ૧૫૦૦ લોકોના મોત થયા છે, જેમાં એકલા પોર્ટુગલમાં જ હજારથી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. સમગ્ર યુરોપ હાલ ભયાનક ગરમીના પંજામાં ઝકડાયુ છે. ફ્રાન્‍સ, યુકે, ગ્રીસ, પોર્ટુગલ સહિતના દેશોમાં કાળઝાળ ગરમીએ કાળો કેર મચાવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. યુરોપનો કોઈ ભાગ એવો બાકી નથી જે ભયંકર ગરમીની પકડમાં ન હોય. વધતા તાપમાનના કારણે ફ્રાન્‍સ, ગ્રીસના જંગલોમાં ભીષણ આગ લાગી છે. ગ્રેટર બ્રિટનમાં ઘરો બળી રહ્યા છે. સ્‍પેન અને પોર્ટુગલમાં તાપમાન સંબંધિત સમસ્‍યાઓના કારણે ૧૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. તેમજ યુરોપના અન્‍ય દેશોમાં ૫૦૦ના મોત થયા છે. કુલ ૧૫૦૦ લોકોના મોત થવાથી હાહાકાર મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

મોટાભાગના દેશોમાં પારો ૪૧ ડિગ્રીને પાર જોવા મળ્‍યો છે. પ્રચંડ હિટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. યુકેથી લઇને ગ્રીસ, સ્‍પેન, ફ્રાંસ, પોર્ટુગલમાં રનવે પીગળવા લાગ્‍યા છે. રેલવે ટ્રેક પહોળા થઇ ગયા, જંગલોમાં આગ અને ડામર ઓગળવા લાગ્‍યો છે. ભારે હિટવેવથી માર્ગો ઉપર સન્‍નાટો જોવા મળ્‍યો છે. ખરા અર્થમાં, આ સમયે યુરોપના મોટાભાગના દેશોમાં આબોહવાની કટોકટી છે.હવામાનશાષાીઓના મતે આ ગરમી વાતાવરણમાં ફેરફારને કારણે થઈ છે. ઉત્તર યુરોપથી પૂર્વ યુરોપ સુધી સૌથી ખરાબ સ્‍થિતિ છે. ઈટાલીમાં ઘણી જગ્‍યાએ જંગલમાં આગ જોવા મળી રહી છે. ટસ્‍કનીમાં મસારોસા પર્વતનાં જંગલોમાં આગ લાગી છે. તેણી સતત વધી રહી છે.બ્રિટનમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્‍સિયસથી ઉપર પહોંચી ગયું છે.

ત્‍યાંના હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર આવું પહેલીવાર બન્‍યું છે. બ્રિટનમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. લંડનથી પૂર્વ અને પશ્ચિમ તરફ જતી ટ્રેનો રદ કરવામાં આવી છે. કારણ કે રેલ્‍વે લાઇન પર ઘણી જગ્‍યાએ તિરાડો અને વળાંકો જોવા મળ્‍યા છે.લંડન નજીક આવેલા વેનિંગ્‍ટન ગામમાં અનેક ઘરોમાં આગ લાગી હતી. આગ તેના ઐતિહાસિક ચર્ચ સુધી પહોંચી હતી. ખેતરો બળી રહ્યા છે. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્‍સમાં વાઈનનું ઉત્‍પાદન કરતા ગિરોન્‍ડે વિસ્‍તારમાં મોટી આગ લાગી છે. છેલ્લા ૩૦ વર્ષમાં આવી આગ લાગી નથી. પ્રશાસન આ આગને ઓલવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. અત્‍યાર સુધી આગ ૧૯,૩૦૦ હેક્‍ટર વિસ્‍તારમાં ફેલાઈ ગઈ છે. ૩૪ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે.યુકેના ઘણા એરપોર્ટ પર રનવે અને રસ્‍તાઓ પીગળી રહ્યા છે.

રેલવે લાઇનનું બકલિંગ ખુલી રહ્યું છે. પરિવહન સચિવ ગ્રાન્‍ટ શેપ્‍સે પુષ્ટિ કરી છે કે સમગ્ર યુરોપમાં અમારી પાસે એવો કોઈ દેશ નથી, જયાં આ તાપમાનને ધ્‍યાનમાં રાખીને કંઈક બનાવવામાં આવ્‍યું હોય. અમે હંમેશા એવી વસ્‍તુઓ બનાવી છે જે ઓછા તાપમાનમાં રહે છે. આટલા ઉંચા તાપમાનમાં તેનો રંગ બગડવાની ખાતરી છે.એન્‍ટવર્પ નજીક સ્‍થિત બે પરમાણુ રિએક્‍ટરોએ તેમનું ઉત્‍પાદન બંધ કરવું પડ્‍યું છે. તેમજ ન્‍યુક્‍લિયર કૂલન્‍ટને પણ સુરક્ષિત રાખવામાં આવી રહ્યું છે. જેથી તેના પર ગરમીની કોઈ અસર ન થાય. આ વખતે ખેતી પર ૨૦ ટકા વધુ અસર થવાની સંભાવના છે. યુરોપના લોકો દુષ્‍કાળ માટે ટેવાયેલા છે પરંતુ તે લાંબા સમય સુધી નહીં. આ દેશોમાં રહેતા લોકો માટે આ સ્‍થિતિ ભયજનક છે. તેમજ અનપેક્ષિત. કારણ કે તેણે આટલું ઊંચું તાપમાન ક્‍યારેય જોયું નથી.ફ્રાન્‍સમાં લગભગ ૨૦૦૦ અગ્નિશામકો અને આઠ વોટર બોમ્‍બર એરક્રાફટ આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

હવે શું તમે જાણો છો કે આ ઉનાળાનું કારણ શું છે? માનવીઓ દ્વારા કરવામાં આવી રહેલા આબોહવા પરિવર્તનનું આ પરિણામ છે. આ માત્ર વૈજ્ઞાનિક નથી પરંતુ સંયુક્‍ત રાષ્ટ્રનો રિપોર્ટ પણ આ વાત કહી રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સંયુક્‍ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનને કારણે આગામી ૨૮ વર્ષમાં ગરમી, દુષ્‍કાળ અને જંગલમાં આગમાં ૩૦ ટકાનો વધારો થશે.લંડનની ઈમ્‍પીરીયલ કોલેજમાં ક્‍લાઈમેટ સાયન્‍સના વરિષ્ઠ લેક્‍ચરર ફ્રેડરિક ઓટ્ટોએ જણાવ્‍યું હતું કે અમે આ યુરોપીયન પ્રદેશમાં સતત હીટવેવનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આ વખતે હીટવેવ વધુ ગરમ છે. આબોહવા પરિવર્તન વિના આ શક્‍ય ન હોત. આ સમયે વૃદ્ધો અને સંવેદનશીલ લોકો અને પ્રાણીઓને ગરમીથી બચાવવા વધુ જરૂરી છે.

પોર્ટુગલની હેલ્‍થ ઓથોરિટી ડીજીએસ ગ્રેકા ફ્રીટાસે જણાવ્‍યું કે પોર્ટુગલમાં ૭ થી ૧૮ જુલાઈ વચ્‍ચે ગરમીના કારણે ૧૦૬૩ લોકોના મોત થયા છે. પોર્ટુગલ આ ગંભીર હવામાનનો શિકાર બનશે તેની ક્‍યારેય કલ્‍પના નહોતી. આપણે ભવિષ્‍ય માટે તૈયાર રહેવું પડશે. પોર્ટુગલ માટે આ પ્રકારનું હવામાન નવું નથી, પરંતુ આ વખતે તેની ભયાનકતા વધુ છે.લિસ્‍બન યુનિવર્સિટીના સંશોધક કાર્લોસ એન્‍ટુનાસે જણાવ્‍યું હતું કે આ હીટવેવમાં સૌથી પહેલા વૃદ્ધો મૃત્‍યુ પામે તેવી શક્‍યતા છે. આ સમયે રાત એટલી ગરમ થઈ રહી છે કે જંગલોમાં લાગેલી આગને બુઝાવવામાં ફાયર ફાઈટરોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ક્‍લાઈમેટ ઈમરજન્‍સીના કારણે યુરોપના લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ખરાબ થઈ રહ્યું છે. રાત્રિની ઠંડીની કોઈ અસર થઈ રહી નથી. રાહત જેવી કોઈ વસ્‍તુ નથી.

Read About Weather here

ઇટાલીના બુટ, પુગલિયા અને સાર્ડિનિયા અને સિસિલીમાં પણ પારો ૪૦ ડિગ્રીથી ઉપર નોંધાયો હતો. સ્‍પેનમાં, જંગલમાં આગ ૩૦ થી વધુ સ્‍થળોએ ફેલાઈ છે. કાસ્‍ટિલ, લિયોન અને ગેલિસિયામાં ચાર મોટી આગ સળગી રહી છે. જામોરા પ્રાંતના ઉત્તર-પヘમિમાં સ્‍થિત લોસાસિયોમાં ૩૨ ગામોના ૬૦૦૦ લોકોને સુરક્ષિત સ્‍થળોએ ખસેડવામાં આવ્‍યા છે. જંગલમાં લાગેલી આગમાં બે લોકોના મોત થયા છે. ત્રણ ગંભીર રીતે ઘાયલ છે. સ્‍પેનમાં, ૭૦ હજાર હેક્‍ટરથી વધુ જમીન બળીને રાખ થઈ ગઈ છે, જે છેલ્લા એક દાયકામાં જંગલમાં લાગેલી આગથી બમણી છે.હીટવેવને કારણે ઈટાલીના પાંચ શહેરોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્‍યા છે. જે હવે વધીને ૯ થઈ ગઈ છે. રોમ, મિલાન અને ફલોરેન્‍સ જેવા સુંદર અને ઠંડા શહેરો પણ હવે ગરમીથી લાલ થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here