યુથ ફોર ડેમોક્રેસી દ્વારા યુવા નેતૃત્વ તાલિમ શિબિર અને યુવા સંસદ યોજાઈ

યુથ ફોર ડેમોક્રેસી દ્વારા યુવા નેતૃત્વ તાલિમ શિબિર અને યુવા સંસદ યોજાઈ
યુથ ફોર ડેમોક્રેસી દ્વારા યુવા નેતૃત્વ તાલિમ શિબિર અને યુવા સંસદ યોજાઈ

જુદી જુદી કોલેજોના શિસ્તબધ્ધ એનએસએસના 150થી વધુ વિધાર્થી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

સ્વામી વિવેકાનંદજી, પૂજ્ય મહાત્મા ગાંધીજી અને લોકનાયક જયપ્રકાશ નારાયણના વિચારોને મૂર્તિમંત કરવા અને સમાજ, રાષ્ટ્ર માટે નવું નેતૃત્વ જાહેર જીવનમાં મળે તેવા સંકલ્પ સાથે કાર્યરત સંસ્થા યુથ ફોર ડેમોક્રેસી રાજકોટ દ્વારા બાલભવનના સભા ગૃહમાં યુવા સંસદ-2023 નું આયોજન કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં રાષ્ટ્રીય સેવા યોજનાના વિદ્યાર્થીઓ જે સ્વયં શિસ્ત, સેવા અને પરિશ્રમના સિધ્ધાંતોને વરેલા છે તેવા રાજકોટની જુદી-જુદી કોલેજોના 150 થી વધુ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાની સીધી દેખરેખ અને યુવા માર્ગદર્શક યશવંતભાઈ જનાણીના સીધા માર્ગદર્શન હેઠળ તથા રાષ્ટ્રીય સેવા યોજનાના પૂર્વ નિયામક પ્રા. જે. એમ. પનારાના તથા ડો. યશવંતભાઈ ગોસ્વામીના પ્રેરક સંચાલનથી યોજાયેલ આ યુવા સંસદના અધ્યક્ષ તરીકે હિરલ એચ. બસોપિયા (સદગુરૂ મહિલા કોલેજ) ની વરણી થતા તેઓએ સભાગૃહનું કામકાજ સંભાળી જણાવ્યું હતું.આ યુવા સંસદનું ઉદઘાટન કરતા રાજકોટના યુવા મેયર ડો.પ્રદીપભાઈ ડવે જણાવેલ કે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થાની જાણકારી માટેની તાલીમ રાષ્ટ્ર અને સમાજ માટે એક જવાબદાર નાગરિકત્વ અને નેતૃત્વનું નિર્માણ કરશે.

આ પ્રસંગને માર્ગદર્શક વક્તાઓ તરીકે પૂર્વ કુલપતિ તરીકે ડો. કમલેશભાઈ જોશીપુરા, પૂર્વ કુલનાયક અનામિકભાઈ શાહ, વરિષ્ઠ પત્રકાર કૌશિકભાઈ મહેતા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રા.સંજયભાઈ પંડ્યા અને યુવા સંયોજક અતુલભાઈ જોશી ઉપસ્થિત રહેલ. આ તકે પોલીસ વિભાગના સાયબર એક્સપર્ટ અભિષેક કલ્યાણી તથા જેમિશ પાડલિયાએ સાયબર ગુનાઓ કેમ અટકે તેની વિસ્તૃત માહિતી આપેલ.

Read National News : Click Here

આ પ્રસંગે વિવિધ કોલેજોના રાષ્ટ્રીય સેવા યોજનાના અધિકારીઓ ડો. હરીશભાઈ રાબા અને ડો. એચ. આર. ભાલીયા (કુંડલીયા કોલેજ), ડો. નવનીતભાઈ ચૌધરી (મીનાબેન કુંડલિયા મહિલા કોલેજ), ગીતાબેન વાઘેલા અને ડો. રાધિકાબેન ગોહિલ (સદગુરૂ મહિલા કોલેજ ), ડો. જીગ્નેશભાઈ ગાદેશા, ડો. મહેશભાઈ યાદવ (સદગુરૂ કોલેજ), ડો.પી.એમ. સખીયા (આર.આર. પટેલ કોલેજ) ડો.યશવંત ગોસ્વામીની સાથે મદદમાં રહેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયા સાથે પ્રિ.ડો.યજ્ઞેશભાઈ જોષી, કિશોરભાઈ ચંદારાણા, એડવોકેટ પથીકભાઈ દફ્તરી, ઉર્મિલાબેન લાબડીયા, આર.વી. સોલંકી, ડો. શાંતિભાઈ વિરડીયા, વામનભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ ગઢવી, લખમણભાઈ બારીયા, પરેશભાઈ પંડ્યા, જીતુભાઇ લખતરીયા, રીટાબેન લખલાણી વગેરેએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમમાં ડો.પ્રદીપભાઈ કણસાગરા, જનાર્દનભાઈ પંડ્યા, રાજુભાઇ વ્યાસ, દિનેશભાઈ કોરિંગા વગેરે ઉપસ્થિત રહેલ. છેલ્લે રાષ્ટ્રગીતનું ગાન કરી યુવા સંસદ પૂર્ણ કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here