યુક્રેન પરના હુમલાનો 9મો દિવસ LIVE

યુક્રેન પરના હુમલાનો 9મો દિવસ LIVE
યુક્રેન પરના હુમલાનો 9મો દિવસ LIVE
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને રશિયાને વિનંતી કરી છે કે યુક્રેન ન્યુક્લિયર સાઈટ પર સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીમને જવા દેવામાં આવે.આ પહેલા નવીન નામના 21 વર્ષિય ભારતીય વિદ્યાર્થીનું ખાર્કિવમાં ગોળીબારમાં મોત થયું હતું. યુદ્ધના નવમા દિવસે, રશિયાની સેનાના ગોળીબારને કારણે ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. યુક્રેનના વિદેશ મંત્રીએ કહ્યું કે રશિયા તરત જ ગોળીબાર બંધ કરે, નહીં તો મોટું નુકસાન થશે.આ દરમિયાન, પોલેન્ડ બોર્ડર પર ભારતીયોને લેવા ગયેલા નિવૃત્ત જનરલ વીકે સિંહે માહિતી આપી કે કિવમાં અન્ય એક ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી છે, જેની સારવાર ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન અમેરિકાએ કહ્યું છે કે જો રશિયા યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરશે તો તમામ પ્રતિબંધો હટાવી લઈશું.  21 વર્ષીય નવીન યુક્રેનના ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં આભ્યાસ કરતો 4થા વર્ષનો વિદ્યાર્થી હતો. યુદ્ધની વચ્ચે, યુએનનો અંદાજ છે કે રશિયન હુમલાને કારણે 10 લાખ યુક્રેનિયનોને તેમની વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવાની ફરજ પડી છે. યુએનના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં આ હુમલાથી 209 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, 1500થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ શુક્રવારે સવારે કહ્યું કે રશિયાએ યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ ઝાપોરિઝિયા પર ચારે બાજુથી ગોળીબાર કર્યો છે.

પ્લાન્ટમાં આગ પહેલેથી જ લાગી છે. જો તેમાં બ્લાસ્ટ થશે, તો તે ચેર્નોબિલ કરતા 10 ગણો મોટો હશે. જ્યાં 6 ન્યૂક્લિયર રિએક્ટર છે. પાવર પ્લાન્ટ સાઇટ્સ નજીક રેડિયેશનના ઉચ્ચ સ્તરની જાણ થઈ છે. આ પ્લાન્ટ યુક્રેનના વીજ ઉત્પાદનનો લગભગ 25% હિસ્સો ધરાવે છે.ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)એ એક ટ્વીટમાં કહ્યું કે – IAEA ઝાપોરિઝિયા ન્યુક્લિયર પાવર પ્લાન્ટની સ્થિતિ વિશે યુક્રેનિયન અધિકારીઓના સંપર્કમાં છે. IAEA ના ડાયરેક્ટર-જનરલ રાફેલ મારિયાનો ગ્રોસી યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શ્માયગલ અને યુક્રેનિયન ન્યુક્લિયર રેગ્યુલેટર અને ઓપરેટર સાથે વાત કરી છે.

તેમણે દળોને રોકવાની અપીલ કરી છે. તેમણે રિએક્ટરના વિસ્ફોટથી ગંભીર ખતરાની ચેતવણી આપી છે.યુદ્ધના નવમા દિવસે રશિયન સેના બ્લેક સીના યુક્રેન કોસ્ટગાર્ડની નજીક પહોંચી ગઈ છે. એવું મનાય છે કે રશિયા અહીં ગમે ત્યારે માઈકોલિવ કોસ્ટગાર્ડ પર એટેક કરી શકે છે. પેન્ટાગોને દાવો કર્યો છે કે લગભગ દોઢ લાખ રશિયન સૈનિકોએ કીવ અને ખાર્કીવને પણ ઘેરી લીધા છે. કિવમાં ગોળીબારમાં ભારતીય વિદ્યાર્થી ઘાયલ થયો છે. ઝાપોરિઝિયા ન્યુક્લિયર પ્લાન્ટમાં ભાષણ આગ લાગી છે.યુદ્ધ દરમિયાન યુએનએ અનુમાન લગાવ્યું છે કે રશિયન હુમલાના કારણે લગભગ 1 કરોડ યુક્રેનવાસીઓને વતન છોડીને અન્ય દેશોમાં આશરો લેવો પડ્યો છે. યુએનના પ્રવક્તાએ કહ્યું કે યુક્રેનમાં હુમલાથી 209 નાગરિકોનાં મોત થયા છે, જ્યારે 1500થી વધુ નાગરિકો ઘાયલ થયા છે.

બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડમાં માનવતાવાદી કોરિડોર બનાવવા પર સહમતિ બની છે. આ કોરિડોર હેઠળ યુદ્ધ ક્ષેત્રના લોકોને ખોરાક અને દવા પહોંચાડવાનું કામ કરવામાં આવશે. વાતચીત બાદ યુક્રેને કહ્યું કે તે મંત્રણાથી સંતુષ્ટ નથી, ટૂંક સમયમાં ત્રીજા રાઉન્ડની બેઠક બોલાવવામાં આવશે.રશિયાના વિદેશ મંત્રી બાદ ત્યાંના ગુપ્તચર વિભાગના SPYના વડા સર્ગેઈ નારીશ્કિને કહ્યું કે રશિયા પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને અમેરિકાએ અમને હળવાશથી ન લેવું જોઈએ. તેમણે કહ્યું હતુ કે પ્રતિબંધ લગાવવા તે એક પ્રકારનો દેખાડો છે. નારીશ્કિને કહ્યું કે અમેરિકા યુક્રેનને કઠપૂતળી તરીકે રાખવા માંગે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન તંત્રએ રશિયન ઓલીગાર્ક્સ પર નવા પ્રતિબંધો મૂક્યા છે. જેમાં પુતિનના પ્રેસ સેક્રેટરી દિમિત્રી પેસકોવ અને રશિયાના સૌથી ધનિક લોકોમાંના એક અલીશર બરહાનોવિચ ઉસ્માનોવ સામેલ છે. આ લોકો પર વિઝા પ્રતિબંધ મૂકાયો છે. અમેરિકાએ આ રીતે 19 કુલીન લોકો અને તેના પરિજનો પર પ્રતિબંધ મૂક્યા છે. તેઓ યુએસ ફાઈનાન્સિયલ સિસ્ટમથી પણ હવે અળગા થઈ જશે.યુક્રેન પર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે. ત્યારે આ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે મોડી રાત્રે સિક્યોરિટી કાઉન્સિલની સાથે મીટિંગ કરી. આ દરમિયાન કહ્યું- હું હંમેશાથી કહું છું કે રશિયા અને યુક્રેનના નાગરિક એક છે. ત્યાં કેટલાંક રાષ્ટ્રવાદી અને વિદેશી મળીને વાતાવરણ બગાડી રહ્યાં છે. જેમાં મિડલ ઈસ્ટના લોકો પણ સામેલ છે.

યુક્રેનમાં હજારો ભારતીય અને ચીનના છાત્રો અને સામાન્ય લોકોને બંધક બનાવવામાં આવી રહ્યાં છે. અમારી સેનાએ તેમને હ્યુમન કોરિડોર ઓફર કર્યું છે કે જેથી તેઓ જંગના મેદાનમાંથી સુરક્ષિત રીતે નીકળી શકે. પરંતુ યુક્રેનમાં કેટલાંક લોકો તેમને રોકી રહ્યાં છે. બીજી બાજુ રશિયા અને યુક્રેનની પોલેન્ડ બોર્ડર પર વાતચીત ચાલી રહી છે.યુક્રેન અને રશિયા વચ્ચેની બીજા તબક્કાની વાતચીત પૂર્ણ થઈ ગઈ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ બંને પક્ષોએ ત્રીજા તબક્કાની વાતચીત પર સહમતિ દાખવી છે. અધિકારીઓએ કહ્યું કે યુક્રેનને વાતચીતમાં સારા પરિણામ નથી મળી રહ્યાં પરંતુ બંને દેશ તે વાત પર સહમત થઈ ગયા છે કે યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે કોરિડરો બનાવવામાં આવે.યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે સીધી વાતચીતની અપીલ કરતાં કહ્યું કે આ યુદ્ધને રોકવાનો આ એકમાત્ર ઉપાય છે.

એક સંવાદદાતા સંમેલનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પુતિનને સંબોધિત કરતાં કહ્યું કે- અમે રશિયા પર હુમલો નથી કરી રહ્યાં અને અમે આવી કોઈ યોજના પણ નથી બનાવી રહ્યાં. તમે અમારી પાસેથી શું ઈચ્છો છો? અમારી જમીન છોડી દો.પુતિન દ્વારા વૈશ્વિક નેતાઓને જાણીતી લાંબા મેજ પર બેસીને ચર્ચાનો ઉલ્લેખ કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું- મારી સાથે બેસો, 30 મીટર દૂર નહીં ન્યૂઝ એજન્સી રોયટર્સ મુજબ યુક્રેનની સંસદે દેશમાં રશિયા અને રશિયન નાગરિકોની સંપત્તિ જપ્ત કરવાનું બિલ પાસ કર્યું છે.રશિયા પર પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ લગાડવાનું યથાવત છે.

કેનેડાએ પોતાના દેશમાં રશિયા અને બેલારુસથી આયાત થતી વસ્તુઓ પર 35 ટકા ટેરિફ લગાવી દીધો છે. AFPએ કેનેડાના ડેપ્યુટી PMના સૂત્રોથી આ જાણકારી આપી.યુક્રેનના દક્ષિણમાં બે મુખ્ય પરમાણુ ઉર્જા સંયંત્રો તરફ રશિયન સેના ઝડપથી આગળ વધી રહી છે. યુક્રેન સરકાર દ્વારા સંચાલિત પરમાણુ કંપની એનરગોટોમના કાર્યવાહક પ્રમુખ પેટ્રો કોટિને આ જાણકારી આપી છે. કોટિને કહ્યું કે હજુ પણ યુરોપના સૌથી મોટા પરમાણુ ઉર્જા સંયંત્ર જાપોરિજ્જિયા સહિત બંને સંયંત્રોને નિયંત્રિત કરે છે, પરંતુ રશિયન સૈનિક જાપોરિજ્જિયા સંયંત્ર અને દક્ષિણ યુક્રે વીજળી સંયંત્રના 21 માઈલ અંદર સુધી આગળ વધી રહ્યાં છે. જાપોરિજ્જિયા સંયંત્ર એનરહોડામાં સ્થિત છે અને અહીંના મેયરે કહ્યું કે યુક્રેનની સેના શહેર પર નિયંત્રણ માટે રશિયન સૈનિકનો સામનો કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ ગુરુવારે ક્વાડ શિખર સંમેલનમાં ભાગ લીધો. આ વર્ચ્યુઅલ સમિટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા ઉપસ્થિત રહ્યાં. બેઠકમાં યુક્રેન મુદ્દે ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વાતચીત અને કૂટનીતિના રસ્તે આવવાની વાત પર જોર આપ્યું. તેમને કહ્યું કે વાતચીતથી જ દરેક મુદ્દાનું સમાધાન થઈ શકે છે. એવામાં હિંસાનો રસ્તો છોડીને વાતચીત અને કૂટનીતિથી સંકટને ખતમ કરવું જોઈએ.બેઠકમાં સપ્ટેમ્બર 2021માં થયેલી ક્વાડ શિખર સંમેલનમાં નક્કી કરાયેલા મુદ્દે પણ સમીક્ષા થઈ. આ દરમિયાન ચારેય દેશોના નેતાઓએ આ વર્ષના અંતમાં જાપાનમાં થનારા શિખર સંમેલન પહેલાં ઠોસ પરિણામ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી કામ કરવામાં આવે અને અંદરોદરના સહયોગમાં ઝડપ લાવવામાં આવે તે વાત પર જોર આપ્યું.આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જોર આપતાં કહ્યું કે ક્વાડને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવાના વાતને મહત્વ આપવું જોઈએ.

મીટિંગ દરમિયાન નેતાઓએ અન્ય મુદ્દે પણ ચર્ચા કરી. જેમાં દક્ષિણ પૂર્વ એશિયા, હિંદ મહાસાગર ક્ષેત્ર અને પ્રશાંત દ્વીપ સમુહની સ્થિતિ પર ચર્ચા કરી.યુક્રેનના ચેર્નિહાઈવ ક્ષેત્રમાં ગુરુવારે રશિયાએ હવાઈ હુમલામાં બે સ્કૂલ અને ઘરો પર હુમલા કર્યા જેમાં 22 લોકોનાં મોત નિપજ્યા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. ચેર્નિહાઈવના ગવર્નરે એક ઓનલાઈન પોસ્ટમાં આ જાણકારી આપી. તેમને કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે. કીવ ઈન્ડિપેન્ડન્ટનો રિપોર્ટ છે કે નજીકના વિસ્તારમાં માત્ર કેટલીક સ્કૂલ, કિંડરગાર્ટન અને એક હોસ્પિટલ હતી.સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 49માં સત્રમાં ભારતે કહ્યું કે અમે હિંસાને તાત્કાલિક ખતમ કરવા અને શત્રુતા સમાપ્ત કરવાની વાત પર ભાર આપીએ છીએ. માનવ જીવનની કિંમત પર કદી કોઈ સમાધાન ન થઈ શકે. મતભેદ અને વિવાદોનો ઉકેલ માત્ર સંવાદ અને કૂટનીતિ જ લાવી શકાય.યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીયોની સુરક્ષાને લઈને અમે ચિંતિત છીએ. અમે પાડોસી દેશની સાથે મળીને તેમને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવા પર કામ કરી રહ્યાં છીએ. અમે યુક્રેનમાં લોકોના માનવાધિકારોનું સન્માન અને સંરક્ષણનું આહ્વાન કરીએ છીએ.

Read About Weather here

ભારતે વધુમાં કહ્યું યુક્રેનમાં અમે માનવીય સહાયતા મોકલી છે જેમાં દવાઓ, ચિકિત્સાના સાધનો અને અન્ય રાહત સામગ્રી સામેલ છે. અમે આવનારા દિવસોમાં વધુ સહાયતા મોકલીશું. આ એક તાત્કાલિક સહાય છે જેને પૂરી કરવી જરૂરી છે. રશિયા અને યુક્રેન વચ્ચે બીજા તબક્કાની વાતચીત પોલેન્ડ-બેલારુસ બોર્ડર પર શરૂ થઈ ગઈ છે. યુક્રેનનું ડેલિગેશન લગભગ 24 કલાક મોડું વેન્યૂ પર પહોંચ્યું હતું. રશિયાની સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું- અમને આશા છે કે વાતચીત કોઈ પરિણામ પર પહોંચશે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર હુમલાઓ વધારી દીધા છે. આ વચ્ચે બે કલાકની શાંતિ પછી રશિયન સેનાએ કીવ પર ફરી હુમલાઓ શરૂ કરી દીધાં છે.બાઇડેન એડમિનિસ્ટ્રેશને સંસદની સામે યુક્રેનની ઈમરજન્સી હેલ્પ માટે 10 અબજ ડોલરની મદદનો પ્રસ્તાવ રાખ્યો. માનવામાં આવે છે કે તેને ઝડપથી પાસ કરી દેવામાં આવશે, કેમકે ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન બંને જ આ પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યાં છે.ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ બીજા દેશમાં રહેતાં લગભગ 50 હજાર યુક્રેનવાસીઓ સ્વદેશ પરત ફર્યા છે. જેમાં મહિલાઓ પણ સામેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here