યુક્રેને સમગ્ર સેના જંગમાં ઉતારી, 10 હજાર નાગરિકોને રાઈફલો આપી

યુક્રેને સમગ્ર સેના જંગમાં ઉતારી, 10 હજાર નાગરિકોને રાઈફલો આપી
યુક્રેને સમગ્ર સેના જંગમાં ઉતારી, 10 હજાર નાગરિકોને રાઈફલો આપી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. પૂર્વ યુરોપમાં લાંબા સમય સુધી તણાવ બાદ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂઆત થઈ ચુકી છે. રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું.તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સાથે લડાઈમાં એકલું છોડી દેવાયું છે. પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે.રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે.

Visit Saurashtra Kranti Homepage here

યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ વિસ્ફોટો ચાલુ છે. CNNના અહેવાલો અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે 3 મોટા વિસ્ફોટ થયા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 169 લોકો ઘાયલ છે. યુએસ અહેવાલો અનુસાર, યુક્રેન પર રશિયા દ્વારા કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલના હતા અને 83 જમીન આધારિત લક્ષ્યોને ટારગેટ કરવામાં આવ્યા હતા.જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા.

જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી.યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાને ઘણું નુકસાન કર્યું છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે.યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા સામે મુકાબલો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકી કહે છે કે હું જ રશિયનોનો પ્રથમ ટારગેટ છું.રશિયન દળોનો સામનો કરવા માટે યુક્રેનના નાગરિકોને 10 હજાર રાઈફલો આપવામાં આવી છે.યુક્રેનની રાજધાની કિવમાં આજે પણ બ્લાસ્ટ ચાલુ છે. કિવમાં આજે સવારે ત્રણ મોટા બ્લાસ્ટના અહેવાલ છે.ઝેલેન્સકીએ દેશ છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ.યુક્રેન પર રશિયાના આક્રમણ સામે દેખાવો ઉગ્ર બન્યા છે.

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર પણ પ્રદર્શનકારીઓ એકઠા થઈને રશિયાના હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે.મધ્યપ્રદેશ સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. મધ્યપ્રદેશ સીએમ હેલ્પલાઇન પર યુક્રેનમાં 27 વિદ્યાર્થીઓ (9 મેડિકલ શિક્ષણ, 18 ઉચ્ચ શિક્ષણ) ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં ભોપાલના 4, ઇન્દોરના 3, ધારના 3, રાયસેનના 2 અને જબલપુર, છિંદવાડા, મોરેના, નર્મદાપુરમ, ડિંડોરી, ગ્વાલિયર, ટીકમગઢ, છતરપુર, ખરગોન, દેવાસ, બરવાની, સાગર, બાલાઘાટ, સિહોરમાંથી 1-1 વિદ્યાર્થીઓની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.પુતિનને ફોન કર્યો હતો. ક્રેમલિનના અનુસાર, મૈક્રોં અને પુતિનમાં યુક્રેન મુદ્દે ગંભીર ચર્ચા થઈ, રશિયન રાષ્ટ્રપતિએ ફ્રાંસને હુમલાનું કારણ અને સ્થિતિ વિશે જાણકારી આપી.

અગાઉ પુતિને ભારત, પાકિસ્તાન, ઈરાન અને જર્મનીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાત કરી હતી.રશિયા-યુક્રેન વિવાદ ગુરુવારે જંગમાં ફેરવાઈ ગયો. રશિયન સેનાએ ગુરુવારે સવારે સાડા આઠ વાગ્યે યુક્રેનની રાજધાની કીવ સહિત 12 જગ્યાએ મિસાઈલ હુમલાઓ કર્યા. યુક્રેનના 54 સૈનિક અને 10 સિવિલિયન માર્યા ગયા. યુક્રેનના 50 રશિયન સૈનિકોને મારવાનો દાવો કર્યો છે.દિલ્હીમાં યુ્ક્રેનના એમ્બેસેડરે ભારતને મદદની અપીલ કરી જે બાદ વડાપ્રધાન મોદીએ વ્લાદિમિર પુતિન સાથે લગભગ 25 મિનિટ વાતચીત કરી.રશિયન સેનાએ યુક્રેન પર હુમલાની શરૂઆત કર્યા પછી ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવ્યો હોવાની જાણકારી યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર મિખાઈલો પોડોલયાકે આપી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો દ્વારા વિનાકારણ થયેલા હુમલામાં ચર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુરક્ષિત છે એમ કહેવું અશક્ય છે.

એક રશિયન સિક્યુરિટી સ્ત્રોતે કહ્યું હતું કે રશિયા ચર્નોબિલ ન્યુક્લિયર રિએક્ટર પર અંકુશ ઈચ્છે છે કે જેથી નાટોને સંકેત આપી શકાય કે તે સૈન્ય કાર્યવાહીથી કોઈ દખલ ન કરે.ઉલ્લેખનીય છે કે 1986માં ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટમાં લિકેજ થયું હતું અને મોટી જાનહાનિ સર્જાઈ હતી. અહીં પરમાણુ વિકિરણોની અસર હજુ પણ છે. તેના સુરક્ષિત ક્ષેત્રને પ્રવાસન ક્ષેત્ર બનાવાયું છે. રશિયન એટેક અગાઉના સપ્તાહ સુધી અહીં પ્રવાસીઓની અવરજવર ચાલુ હતી.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગુરુવાર-શુક્રવાર દરમિયાનની રાત્રે ફરી એક વખત દુનિયાની સામે આવ્યા. બાઇડેને કહ્યું- વ્લાદિમિર પુતિન સાથે વાતચીતનો કોઈ પ્લાન નથી. તેમને સમગ્ર દુનિયાને ખતરામાં મૂકી દીધું છે. યુક્રેન પર હુમલાની રશિયાએ ભારે કિંમત ચુકવવી પડશે. હવે રશિયા નબળું અને દુનિયાના અન્ય દેશો મજબૂત બનશે. રશિયાની ફાયનાન્સિયલ સિસ્ટમ હવે ડોલર્સ, યુરો, પાઉન્ડ્સ કે યેનમાં પહેલાંની જેમ વેપાર નહીં કરી શકે. તેમની મિલિટ્રી સિસ્ટમને પણ નુકસાન થશે. રશિયન બેંકની લગભગ એક લાખ કરોડ ડોલરની એસેટ્સ હવે હોલ્ડ કરવામાં આવી રહી છે. ચાર મોટી બેંકને અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવી રહી છે. આ બેંકના તમામ એસેટ્સ ફ્રીઝ કરી દેવાઈ છે.

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને ગુરુવારે મોડી રાત્રે સંસદમાં કહ્યું- પુતિને પોતાના હાથ યુક્રેનના નિર્દોષ લોકોના લોહીથી રંગ્યા છે. આ ડાઘ ક્યારેય સાફ નહીં થઈ શકે. અમે રશિયાની તમામ બેંકને અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી બહાર કરી દીધી છે. હવે રશિયાને હુમલાના પરિણામ ભોગવવા પડશે.PMO તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે- વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી. આ દરમિયાન ખાસ કરીને યુક્રેનના મુદ્દે વાતચીત થઈ. વડાપ્રધાને પુતિનને કહ્યું કે નાટો અને રશિયાએ યુક્રેનનો મુદ્દો ગંભીરતાથી વાતચીત કરીને ઉકેલવો જોઈએ. યુક્રેન અને રશિયા વચ્ચે તાત્કાલિક સીઝફાયર થવું જોઈએ. મોદીએ યુક્રેનમાં રહેતા ભારતીયો અને ખાસ કરીને સ્ટૂડન્ટ્સની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. મોદીએ કહ્યું કે ભારતીયોની સુરક્ષિત વાપસી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંને નેતા આ વાત પર સહમત હતા કે આ મુદ્દે બંને દેશોના ડિપ્લોમેટ્સ સંપર્કમાં રહેશે.આ પહેલા નવી દિલ્હીમાં યુક્રેનના રાજદૂત મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી હતી કે તેઓ વર્લ્ડ લિડર છે અને પોતાની શક્તિનો ઉપયોગ રશિયન રાષ્ટ્રપતિ સાથે વાત કરવા માટે કરે.

અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) પણ લશ્કરી અને આર્થિક હુમલાની તૈયારી કરી રહ્યા છે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સલા વાન ડેર લિને જણાવ્યું હતું કે રશિયાની અર્થવ્યવસ્થા નાશ પામશે.પ્રેસિડન્ટ બાઇડેને કહ્યું- રશિયા વિરૂદ્ધ દુનિયાને એકજૂથ થવું જોઈએ. અમે કોઈ પણ કિંમતે દુનિયાને બરબાદ નહીં થવા દઈએ. રશિયા જાતે જ વાતચીતના રસ્તા બંધ કરી દીધાં.EU: યુરોપિયન યુનિયને કમીશનના પ્રેસિડન્ટ ઉર્સલા વાન ડેર લિને પહેલી વખત સામે આવીને રશિયાને ખુલ્લી ધમકી આપી છે. લિને કહ્યું- હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. હવે અમે રશિયાની ઈકોનોમીને ટાર્ગેટ કરીશું. તેમની ઈકોનોમીને એટલી નબળી કરી દઈશું કે તેઓ મિલિટ્રી મોર્ડનાઈઝેશન તો શું ઘણી જરૂરી વસ્તુઓ માટે પણ તલપાપડ બનશે. સમગ્ર યુરોપમાં રશિયન એસેટ્સ અને બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવી રહ્યાં છે.

આ મામલે અમે સંપૂર્ણપણે અમેરિકા અને બીજા સહયોગીની મદદ કરી રહ્યાં છે.NATO: નાટોના મિલિટ્રી ચીફે કહ્યું- યુક્રેન અમારા સંગઠનનું સભ્ય નથી. તેથી અમે તેમની સીધી સૈન્ય મદદ ન કરી શકીએ પરંતુ આ ઉપરાંત અનેક રસ્તાઓ છે અને યુક્રેનને તેની મદદથી સહાયતા કરવામાં આવી રહી છે.બ્રિટનઃ બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોનસને ગુરુવારે મોડી રાત્રે સંસદમાં કહ્યું- પુતિને પોતાના હાથ યુક્રેનના નિર્દોષ લોકોના લોહીથી રંગ્યા છે. આ ડાઘ ક્યારેય સાફ નહીં થઈ શકે. અમે રશિયાની તમામ બેંકને અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી બહાર કરી દીધી છે. હવે રશિયાને હુમલાના પરિણામ ભોગવવા પડશે.

Read About Weather here

યુક્રેનને કહ્યું- અમારા પર ત્રણ તરફથી… રશિયા, બેલારુસ અને ક્રીમિયાની બોર્ડરથી હુમલો થયો. લુહાંસ્ક, ખાર્કિવ, ચેરનીવ, સુમી અને જેટોમિર પ્રાંતમાં હુમલાઓ યથાવત છે. રશિયાની ગ્રાઉન્ડ ફોર્સિસ યુક્રેનમાં ઘુસી ગઈ અને ત્યાં અનેક ગામો પર કબજો કર્યો. રશિયાના કમાન્ડો પેરાટૂપર્સ યુક્રેનના મિલિટ્રી ઈન્સ્ટોલેશન નજીક ઉતરીને પોતાના કબજામાં લઈ રહ્યાં છે. યુક્રેનનાં ચાર શહેરમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેર પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે.યુક્રેનનો દાવો છે કે તેઓએ રશિયાના 50 સૈનિકોને ઠાર કર્યા છે. તેમના 6 ફાઈટર જેટ્સ અને 4 ટેન્ક્સ ધ્વસ્ત કરી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here