યાર્ડમાં 1.48 કરોડના ચણા અને મગફળીની ખરીદી કરી પેઢી ગાયબ: કમિશનરને

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ માર્કેટ યાર્ડમાં ગત મહિને એક વેપારીએ અંદાજીત 80 લાખ ચૂકવવામાં હાથ ઉંચા કરી દીધા બાદ ફરી એક વાર ચણા અને મગફળીની ખરીદી કરતી એક પેઢીના સંચાલકોએ વેપારીઓના 1.48 કરોડની રકમ ઓળવી જઇ ગાયબ થઇ જતાં છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ આજે બપોરે પોલીસ કમિશનરને લેખિત કરી હતી. બેડી યાર્ડના છેતરપીંડીનો ભોગ બનેલા વેપારીઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, કામઘેનુ એન્ટરપ્રાઇઝ બી-49 બેડી યાર્ડમાં દુકાન ધરાવે છે અને અનાજ – કઠોળના વેપાર સાથે તાજેતરમાં ચણા અને મગફળીની ખરીદી કરતા હતા. શરૂઆતમાં આ પેઢીના સંચાલકો સારો વહીવટ કરી વેપારીઓનો વિશ્વાસ કેળવ્યો હતો અને બાદમાં ગામડાના નાના નાના ખેડૂતોના પૈસા ઓળવી ગયા છે. નાના વેપારીઓએ રૂપિયા રોકી આ પેઢીને માલ આપ્યો હતો પરંતુ પેઢીના સંચાલકો નાના વેપારીઓના લાખો રૂપિયા ઓળવી જઇ ગાયબ થઇ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કામઘેનુ એન્ટરપ્રાઇઝ પેઢીનો હિતેશકુમાર બાબુલાલ કપુરીયા તથા હર્ષદાબેન હિતેશકુમાર કપુરીયા, બાબુભાઇ કપુરીયા, અનિલ બાબુલાલ કપુરીયા વહીવટ કરતા હતા તેમજ આ પેઢીના માણસો નલીન કક્કડ, મનોજ સોરઠીયા પણ પેઢીના નામે વેપારીઓ સાથે વહીવટ કરતા હતા. આ તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવે છે. આ પેઢીના બેંકના ખાતામાં તા. 23-10-2021 પછી ઘણા ટ્રાન્જેકશન થયા છે અને તેના ખાતા બેલેન્સ પણ હતી.

Read About Weather here

પેઢીના ખાતામાં રહેલ બેલેન્સ ક્યાં ગઇ ? તે અંગે તપાસ કરી ભોગ બનેલ વેપારીઓને ન્યાય આપવા માંગણી કરાય હતીકામઘેનુ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલકોએ સાવરકુંડલાના આશુતોષ ટ્રેડીંગ કંપની સાથે 13.84 લાખ, રાજકોટની દિનેશ ટ્રેડીંગ કંપની સાથે 12.98 લાખ, કેશોદની કમલેશ એન્ટરપ્રાઇઝ સાથે 25 લાખ, ગોંડલની ગીરીરાજ ઇન્ડસ્ટ્રીઝ સાથે 4.80 લાખ, જસદણની કાંતિલાલ ગીરીધરલાલ પેઢી સાથે 7.95 લાખ, રાજકોટની પીયુષ ટ્રેડર્સ સાથે લાખ, ગોંડલની પામ એગ્રી પેઢી સાથે 18.37 લાખ, જામનગરની આર. પ્રભુદાસ એન્ડ કંપની સાથે 5.50 લાખ, સુરેન્દ્રગરની માજીર અલી નજર અલી પંજવાણી સાથે 2.20 લાખ, ભાવનગરની દિનેશ ટ્રેડીંગ સાથે 23.95 લાખ, ભાવનગરની મોમાઇલ ટ્રેડર્સ સાથે 16.16 લાખ તથા બાટવાની વસંત બ્રધર્સ સાથે 3.47 લાખની છેતરપીંડી કર્યાનું જણાયું હતું. બેડી વેપારીઓએ કામઘેનુ એન્ટરપ્રાઇઝના સંચાલકો સામે તપાસ કરી ન્યાય આપવા અંતમાં માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here