યાર્ડમાં ચણાની ખરીદી કરતી  એક કરોડનું ફુલેકુ ફેરવી ગુમ: પો. કમિશ્ર્નરને રજુઆત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર અગ્રીમ હરોળના રાજકોટ (બેડી) યાર્ડમાં ચણાની ખરીદી કરતી એક પેઢી  કાચી પડયાની  અને એક કરોડનું ફુલેકુ ફેરવાતા યાર્ડના વેપારીઓમાં દોડધામ મચી ગઇ છે. આ અંગે યાર્ડના વેપારીઓઓ પલીસ કમિશનર સમક્ષ  લેખીત રજુઆત કરી છે.વિગતો મુજબ બેડી યાર્ડમાં સાંઇ ટ્રેડર્સના નામથી પેઢી ધરાવતા દિલીપ સમસુદીન કચ્છી નામના વેપારી દ્વારા જંગી જથ્થામાં ચણાની ખરીદી કરાયા બાદ કમિશન એજન્ટોને નિયત સમય મર્યાદામાં નાણાંનું ચુકવણું ન થતા વેપારીઓમાં ભાગદોડ મચી ગઇ છે. આ અંગે કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ અતુલ કમાણીને વેપારીઓએ જાણ કરતા વેપારીઓ એકત્રિત થયા  અને આ અંગે કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ  અતુલ કમાણીની આગેવાની હેઠળ વેપારીઓએ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદને મળી લેખીત રજુઆત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રજુઆતમાં જણાવ્યા મુજબ સાંઇ ટ્રેડર્સ પેઢીના દિલીપ કચ્છી દ્વારા રાજકોટ યાર્ડમાંથી ચણાની ખરીદી કરી કમિશન એજન્ટોને નાણા આપ્યા વગર પલાયન થઇ ગયેલ છે. આ પેઢી દ્વારા છેલ્લા 7  ચણાની ખરીદી કરવામાં આવતી હતી. હાલમાં તેનો મોબાઇલ નંબર બંધ આવે છે. આ પેઢીનું ખાતુ બેડી યાર્ડમાં આરડીસી બેંકની શાખામાં હોય અને ત્યાં તપાસ કરતા ખાતામાં 33 લાખની રકમ હોય આ ખાતુ સીઝ કરવા રજુઆત કરી હતી. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે આ રજુઆત અન્વયે કુવાડવા પોલીસને કાર્યવાહી કરવાની સુચના  તમામ વેપારીઓ કુવાડવા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને ખાતુ સીઝ કરવા કાર્યવાહી કરી હતી.

Read About Weather here

કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, જે તે પેઢી દ્વારા કમિશન એજન્ટને વચ્ચે રાખી ખેડુતો પાસેથી વિવિધ જણસીઓની ખરીદી કરાઇ છે અને જે તે પેઢી દ્વારા 4 દિવસ બાદ ખરીદી કરાયેલ  કમિશન એજન્ટને પેમેન્ટ અપાય છે અને આ પેમેન્ટ કમિશન એજન્ટ ખેડુતોને ચુકવે છે. સાંઇ ટ્રેડર્સ પેઢીના સંચાલક દિલીપ કચ્છી દ્વારા છેલ્લા 7 દિવસથી ચણાની ખરીદીનું પેમેન્ટ કરાયું નથી.યાર્ડના 70 તી 7પ કમિશન એજન્ટને રપ,000 થી 3.પ0 લાખ સુધીની રકમનું પેમેન્ટ મળ્યું નથી.અંદાજે એકાદ કરોડનું પેમેન્ટ આ પેઢી દ્વારા  નથી. ભોગ બનેલા વેપારીઓ દ્વારા આઅંગે  પોલીસને લેખીત રજુઆત કરાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here