મ્યુ.ફાયન્સ બોર્ડ સહિતનાં બોર્ડ-નિગમોનાં ચેરમેન બદલાશે ખરા?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતમાં રૂપાણી સરકાર પર રાજકીય તલવાર વિંજાયા બાદ હવે નવી ચર્ચા
અનેક નિગમ અને બોર્ડમાં હજુ જગ્યા ખાલી અને ધણા બોર્ડમાં લાંબા સમયથી ચિપકી રહયા છે ચેરમેન સહિતના હોદ્ેદારો: ભાજપનાં આંતરિક વર્તુળોમાં પરિવર્તન-2 વિશે ચાલી રહેલી જોરદાર ચર્ચા, અનુમાનો અને અટકળો: ટૂંક સમયમાં બોર્ડ નિગમનાં ચેરમેનોની અકાલ પટ્ટીનો ધાણવો નીકળશે? નવા ચહેરાઓને તક આપવાની સંભાવના

ગુજરાતમાં નવો રાજકીય પ્રયોગ હાથ ધરીને ભાજપના મોવડી મંડળે આખે આખી રૂપાણી સરકારે બદલી કાઢી નવા ચહેરાઓ અને નવા મુખ્યમંત્રીની કેબિનેટની રચના કર્યા બાદ હવે ભાજપ સહિતના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડયું છે.

Visit Saurashtra Kranti Homepage here

પરીવર્તનનો બીજો તબક્કો આવી શકે છે બોર્ડ અથવા આવી રહયો છે. જાણકાર સુત્રોનું માનીએતો મોવડી મંડળ ફરીવાર બીજી ‘રાજકીય સર્જીકલ સ્ટ્રાઇટ’ માટે સજ્જ થઇ રહયું છે તેમ લાગે છે.

પરીવર્તન-2ની આ પ્રક્રિયામાં તમામ બોર્ડ અને નિગમોના ચેરમેનોને હટાવીને નવા ચહેરાઓને તક આપવામાં આવે એવી શકયતા અત્યારે ગાંધીનગરની સરકારી લોબીમાં ચર્ચાના એરણે ચડી છે.

જેના પગલે બોર્ડ-નિગમોમાં લાંબો સમયથી ધામો નાખીને પડેલા અને પેધી ગયેલા ચેરમેનોના ટાંટીયા ધુ્રજવા લાગ્યા છે અને પોતપોતાના રાજકીય ગોડ ફાધર સુધી પહોંચીને પરીવર્તનના ઝંઝાવાતમાંથી ઉગ્રી જવાની ભરચક કોશીષો કરી રહયા છે.

સુમાહિતગાર સુત્રોએ એવો રહસ્ય સ્પોટ કર્યો છે કે, જે રીતે ગુજરાતના મંત્રી મંડળમાં નવા ચહેરા અને નવા મત વિસ્તારોને તક આપવામાં આવી છે. એવું જ બીજુ જબરૂ ઓપરેશન હાથ ધરવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી હોય તેમ લાગે છે.

ઓપરેશનનાં બીજા તબક્કામાં બોર્ડ-નિગમોના લાંબા સમયથી ચિપકી રહેલા ચેરમેનો અને અન્ય હોદ્ેદારોને હાંકી કાઢવાનો તખ્તો ગોઢવાઇ ગયો હોય તેવું બહાર આવ્યું છે.

ગુજરાતમાં મહત્વના બોર્ડ ગણાતા મ્યુ.ફાનાન્સ બોર્ડ સહિતના ખુબ જ મહત્વના એવા નિગમો અને બોર્ડમાં બેઠેલા ચેરમેન સહિતના હોદ્ેદારો પર ગમે ત્યારે દાઝ આવી પડે તેવા ભણકારા વાગી રહયા છે.

જો એવું થાય તો ભાજપમાં નિષ્ઠાથી મુંગા મોઢે કામ કરતા રહેલા અને કોઇ હોદ્ો ન મેળવી શકેલા અનેક કાર્યકરોને હોદ્ો મળવાની તક સાપડી શકે છે.

પરિવર્તનનો પવન ગમે ત્યારે ફુંકાવા લાગે અને લાંબા સમયથી ચિપકી રહેલા ચેરમેનો ઉથલી પડે તેવી પુરી શકયતા રાજકીય વર્તુળો વ્યકત કરી રહયા છે.

ભાજપની રાજકીય લોબીમાં સન્નાટો પ્રસરી જાય તેવી ચર્ચાને પગલે બોર્ડ અને નિગમોના વર્તમાન ચેરમેન અને એમની હોદ્ેદારમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પક્ષના મોવડીઓ દ્વારા લેવાનારા સાફસુફી ભાગ-2નાં રાજકીય ફટકાથી બચવા માટે બોર્ડ અને નિગમના જૂના હોદ્ેદારો આકાશ, પાતાળ એક કરી રહયા છે અને બચી જવા માટે ઝાંવા નાખી રહયા છે. તેમ જાણવા મળે છે.

આ ચેરમેનેઓએ પોતપોતાના રાજકીય આકાઓ પાસે જઇને હોદ્ા બચાવી લેવા માટે કાલાવાલા કરવાનું શરૂ કરી દીધુ છે. પણ એમને એ હકીકત કદાચ યાદ નથી કે, ભાજપમાં રાજકીય ગોડ ફાધર માત્ર બે અથવા ત્રણ છે.

એમના આદેશને હજુ સુધી કોઇ નેતા ઉવેખી શકયો નથી કે એવું કરવાની હિમ્મત પણ બતાવી શકયો નથી. એ જોતા પરીવર્તનના બીજા રાઉન્ડમાંથી વર્તમાન ચેરમેનો બચી જાય એવી કોઇ શકયતા દુર દુર સુધી નજરે પડતી નથી.

ભાજપમાં એવા કેટલાય કાર્યકરો છે જે દાયકાઓથી મુક તરીકે પક્ષ માટે મહેનત કરતા રહયા છે અને કદી પણ કોઇ હોદ્ાની ખેવના રાખી નથી અને એમને મળ્યો પણ નથી.

આ નિષ્ઠાશીલ કાર્યકરોએ અને હોદ્ા વિહોણા આગેવાનોએ એમની નજર સામે આયાતી નેતાઓ અને નવા સવા ઉભરીને આવેલા નેતાઓને હોદ્ાની મધલાળ સાથે હોદ્ાઓ પર બિરાજમાન થતા જોયા છે.

પરંતુ આ વફાદાર જૂના કાર્યકરો કે નેતાઓએ કદી નેતાગીરી સમક્ષ ફરીયાદ કરી નથી. હવે એવું લાગે છે કે, આ વંચિત-નિષ્ઠાશીલ કાર્યકરો અને નેતાઓને પણ સત્તાના મીંઠા ફળ ચાંખવાની તક મળી શકે છે અને એ લોકો ખરેખર લાયક પણ છે.

લાંબા સમયનો સંગઠન અને વહીવટનો અનુભવ પણ ધરાવે છે, એમના ગજવા નિષ્ઠા અને વફાદારીથી ભર્યા છે, જો એમને તક આપવામાં આવે તો ખરેખર મોવડી મંડળે એમની સાથે ન્યાય કર્યો ગણાશે

Read About Weather here

અને સ્થાપિત હિતોના ચોક્કસ પણે મુળીયા ઉખડી જશે.એવું રાજકીય રીતે એક ચોક્કસ દ્રશ્ય ઉપસી રહયું છે. આગળ શું થશે એ તો ઇશ્ર્વર જાણે અને ભાજપની ત્રીપુટી જાણે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here