મૌસમ હૈ બહુત હી ઠંડા, એ દિલ, ચલ, કુછ ખ્વાહિશો કો આગ લગાએ

મૌસમ હૈ બહુત હી ઠંડા, એ દિલ, ચલ, કુછ ખ્વાહિશો કો આગ લગાએ
મૌસમ હૈ બહુત હી ઠંડા, એ દિલ, ચલ, કુછ ખ્વાહિશો કો આગ લગાએ

રાજકોટ શહેરમાં શિયાળાએ ધીમે-ધીમે પોતાનું સામ્રાજ્ય સ્થાપવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં લટાર મારતા દેખાય આવે છે કે જનજીવન ઠંડીનાં પ્રકોપથી પ્રભાવિત થવા લાગ્યું છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા પરંપરાગત તરકીબો અજમાવતા દેખાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here

એસટી સ્ટેન્ડ પર બસની રાહ જોતા મુસાફરો ગરમ વસ્ત્રોમાં ઢબુરાઈને જાણે કે ઠંડીને પડકાર ફેંકી રહ્યા છે. તો વળી ક્યાંક લોકો રસ્તા પરના ધાબાઓ પર ગોઠવાઈને ગરમ-ગરમ ચા ની ચૂસકી મારી ઠંડીને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા દેખાઈ છે અને સવારનાં બરફીલા વાતાવરણમાં બાળકને સ્કુલે પહોંચાડવામાં કેટલી વિસે સો થાય છે. એ તો વાહન ચલાવનારા વાલી જ જાણે પણ છતાં જે હોય તે આ મૌસમ હોય છે બહુ જ પ્યારી અને ન્યારી, ચાલો શરદ ઋતુનો સાચો આનંદ માણી લઈએ.