મૌનીનાં મલ્લુ મેરેજ

મૌનીનાં મલ્લુ મેરેજ
મૌનીનાં મલ્લુ મેરેજ
મૌની અને સૂરજની પ્રી-વેડિંગ સેરેમની પણ ગોવામાં યોજાઈ હતી. તેમની હલ્દી, મહેંદી અને સંગીતના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ છે. આ સેરેમનીમાં મંદિરા બેદી, અર્જુન બિજલાની સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

કપલે કોવિડ-19ના કારણે પોતાનું ગેસ્ટ લિસ્ટ નાનું રાખ્યું હતું. એક્ટ્રેસ મૌની રોય અને દુબઈ બેસ્ડ બિઝનેસમેન સૂરજ નામ્બિયાર લગ્નના બંધનમાં બંધાઈ ગયાં છે. બંનેએ ગોવામાં આજે (ગુરુવારે) સવારે પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં મલયાલી વિધિથી લગ્ન કર્યાં હતાં. હવે તેમનાં લગ્નના સુંદર ફોટોગ્રાફ્સ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, બંને આજે સાંજે બંગાળી રીતિ રિવાજથી પણ લગ્ન કરશે.

એટલું જ નહીં, તેમનાં લગ્નમાં આવનાર તમામ ગેસ્ટ્સ પાસેથી વેડિંગ વેન્યુ પર RT-PCR રિપોર્ટ પણ માગવામાં આવ્યો હતો.રિપોર્ટ્સ અનુસાર, મૌની અને સૂરજ કોવિડ-19 પ્રોટોકોલના કારણે પોતાના લગ્નમાં વધારે સાવધાની રાખી છે. શરૂઆતમાં મૌનીની પાસે ગેસ્ટ લિસ્ટ લાંબુ હતું, જેમાં 50 લોકો સામેલ હતા. જો કે આ લિસ્ટ નાનું કરી દેવામાં આવ્યું હતું. પરંતુ તેને પરિસ્થિતિ નોર્મલ થયા પછી મુંબઈમાં રિસેપ્શનનું પ્લાનિંગ કર્યું છે.

મૌનીનાં મલ્લુ મેરેજ મૌની

સૂરજ અને મૌની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.સંગીત, હલ્દી અને મહેંદી સહિત તમામ સેરેમની સાથે મૌની ટ્રેડિશનલ આઉટફિટમાં સારી દેખાતી હતી. મૌની રોય એક મોટા તાંબાના તપેલામાં બેઠેલી જોવા મળી રહી છે, જેમાં ગલગોટાના ફૂલની પાંખડીઓ છે અને સૂરજ પણ વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો.મૌની પશ્ચિમ બંગાળના કૂચ બિહારની રહેવાસી છે અને દિલ્હીમાં અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઈ આવી ગઈ હતી.

Read About Weather here

મૌનીના કામની વાત કરીએ તો તે ટૂંક સમયમાં અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે, જેને ત્રણ પાર્ટ્સમાં બનાવવામાં આવી રહી છે. લગ્ન પહેલાં, મૌની અને સૂરજ પહેલીવાર ગોવા જતા સમયે એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ કેઝ્યુઅલ કપડાં પહેર્યાં હતાં. અભિનેત્રી સૂરજને વર્ષ 2019માં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ દુબઈની એક નાઈટ ક્લબમાં મળી હતી. જો કે મૌનીએ સૂરજ સાથેના તેના સંબંધ વિશે સત્તાવાર રીતે ક્યારેય જાહેર નહોતા કર્યા.ફિલ્મનો પહેલો પાર્ટ 9 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે. મૌની સિવાય ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને ડિમ્પલ કાપડિયા પણ લીડ રોલમાં જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here