મોરેશિયસનાં વડાપ્રધાન તેમજ WHOનાં વડાનું રાજકોટમાં 18મીએ આગમન

મોરેશિયસનાં વડાપ્રધાન તેમજ ઠઇંઘ નાં વડાનું રાજકોટમાં 18મીએ આગમન
મોરેશિયસનાં વડાપ્રધાન તેમજ ઠઇંઘ નાં વડાનું રાજકોટમાં 18મીએ આગમન
આગામી તા. 19 ના રોજ ‘આયુષ દિવસ’ નિમિત્તે જામનગર ખાતે આયોજિત કાર્યક્રમો અંતર્ગત ડબલ્યુ. એચ.ઓ.ના ડિરેક્ટર જનરલ ટેડરોઝ 18 એપ્રિલે રાજકોટથી જામનગર રવાના થશે. તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી પણ રાજકોટ ખાતે આવવાના હોવાથી વહીવટી તંત્ર તેમજ સંગઠન દ્વારા તેમના સ્વાગત તથા અન્ય તૈયારીઓના આયોજનના ભાગ રૂપે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ બાબતોના સમગ્ર આયોજન અંગે કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટ, ગુજરાત અને ભારતની અમીટ છાપ આ મહાનુભાવો લઈને જાય તે સબબ આપણી પરંપરા મુજબ તેઓનું ભવ્યાતિભવ્ય સ્વાગત એરપોર્ટ ખાતે કરવાનું આયોજન હાથ ધરાશે. એરપોર્ટ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ તેઓને વેલકમ કરતા એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ મેડિકલ એસોસિએશન, સરકારી વિભાગ, સંગઠન તેમજ વિવિધ યુનિવર્સિટીના છાત્રો દ્વારા તેઓનું ભવ્ય અભિવાદન કરવામાં આવશે.

Read About Weather here

આ બેઠકમાં ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમાર મીના, નિવાસી અધિક કલેકટર કે.બી. ઠક્કર, પ્રાંત અધિકારીઓ, વિવિધ મેડિકલ એસોસિએશન, યુનિવર્સિટીના પ્રતિનિધીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here