મોરબી રોડ પર ગવરીદળ પાસે ત્રિપલ અકસ્માત

મોરબી રોડ પર ગવરીદળ પાસે ત્રિપલ અકસ્માત
મોરબી રોડ પર ગવરીદળ પાસે ત્રિપલ અકસ્માત

બેકાબુ બનેલા કન્ટેનરે એક કાર- બે ટુ વહીલ- રેકડીને હડફેટે લીધા ; મહિલાના મોતથી ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી,ટેન્કર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધાયો

રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલા ગૌરીદળ પાસે બેકાબૂ કન્ટેનરે બાઈક, ઈકો કારને, રેકડીને ઠોકરે લેતા કચ્છની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ.જયારે અન્ય પાંચ વ્યકિતઓને ઈજા થતા હોસ્પિટલે ખસેડાયા છે.જ્યારે કુવાડવા ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પી.એમ અર્થે ખસેડી રસ્તા પરથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ જાણવા મળ્યા મુજબ માંડવી રહેતાં અને અખબાર વિતરણનું કામ કરતાં હરેશભાઇ મુળજીભાઇ ગોર તથા તેમના મિત્રો અતુલભાઇ હરિરામ ગોર અને કિશોરભાઇ ત્રિકમભાઇ માધાણી એમ ત્રણેય તથા તેમના ધર્મપત્નિઓ ઇકો કાર ભાડે કરી રવિવારે ધાર્મિક સ્થળોની પાત્રાએ ગયા હતાં.

પહેલા દ્વારકા ગયા હતાં, ત્યાંથી સોમનાથ, ત્યાંથી જુનાગઢ અને છેલ્લે વિરપુર ગોંડલ થઇ ગત રાતે પરત માંડવી જવા રાજકોટ થઇને નીકળ્યા હતાં. દરમિયાન રાત્રીના ગવરીદળ પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઇવર સાજીદભાઇએ ચા પાણી પીવા કાર રોડ સાઇડમાં ઉભી રાખી હતી.

કારમાંથી ત્રણેય મિત્રો અને ડ્રાઇવર બહાર નીકળ્યા હતાં. મહિલાઓ અંદર જ બેઠા હતાં.એ વખતે અચાનક એક કન્ટેનર પુરપાટ ઝડપે આવ્યું હતું અને ઉભેલી કાર તથા બે બાઇકને ઉલાળી દીધા હતાં. કારમાં બેઠેલા પૈકીના બે મહિલાઓને ઇજા થઇ હતી.

તેમજ રાજકોટના રામનાથપરાના ધર્મેશભાઇ જારીયા (ઉ.50), કેદારનાથ સોસાયટીના મનદિપ લક્ષમણભાઇ મેંદપરા (ઉ.30) તથા જારીયા ગામના હેમતભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.40)ને ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

Read About Weather here

અકસ્માતની જાણ થતાં કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા સહિતના સ્ટાફે પહોંચી ઘાયલોનો હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો અને કન્ટેનર ચાલક સામે ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.


મૃત્યુ પામનાર અમૃતાબેનને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. તેમના પતિ હરેશભાઇ ગોર અખબાર વિતરણનું કામ કરે છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here