મોરબી-માળીયા હાઇ-વે રકતરંજીત: અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત

મોરબી-માળીયા હાઇ-વે રકતરંજીત: અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત
મોરબી-માળીયા હાઇ-વે રકતરંજીત: અકસ્માતમાં પાંચ યુવકોના કરૂણ મોત

બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ટીંબડી ગામ પાસે સર્જાયેલી અતિકરૂણ ઘટના: સામેથી આવતા બાઇક ચાલકને બચાવવા જતા કાર રસ્તા પરના ટ્રકની પાછળ ધુસી ગઇ
પાંચ-પાંચ કંધોતર યુવાનોના અકસ્માતમાં ભોગ લેવાતા સમગ્ર પંથકમાં અરેરાટી અને હાહાકાર: ટ્રાન્સપોર્ટ વ્યવસાય કરતા તમામ મૃતકો રાજસ્થાનના વતની

બુધવારે રાત્રે મોરબી અને માળીયાનો હાઇ-વે રકતરંજીત બની ગયો હતો. મોરબીના યુવાનોની કાર એક બાઇક ચાલકને બચાવવા જતા રસ્તા પર પાર્ક કરેલા ટ્રકની પાછળ પ્રચંડ વેગ સાથે અથડાઇ પડતા સર્જાયેલા અતિકરૂણ અને

Visit Saurashtra Kranti Homepage here

ગમખ્વાર અકસ્માતમાં પાંચ યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થઇ ગયા હતા. મુળ રાજસ્થાનના અને મોરબીમાં રહીને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પાંચ-પાંચ કંધોતર યુવાનોના આ દર્દભરી અતિકરૂણ અને ગોજારી ઘટનાથી સમગ્ર માળીયા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

મોરબી-માળીયા હાઇ-વે ટીંબડી ગામના પાટીયા પાસે રાતનાં 10 વાગ્યે આ ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી અને રાત્રીના સમયે હાઇ-વે મરણ ચીસો અને બચાવો બચાવોના પોકારોથી ગુંજી ઉઠયો હતો. આસપાસથી સેંકડો લોકો ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ મોરબીથી પાંચ કમભાગી યુવાનો કાર લઇને નિકળ્યા હતા. ત્યારે માળીયા હાઇ-વે પર સામેથી અચાનક ધસી આવેલા બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો

અને હાઇ-વે પર આગળ પાર્ક થયેલા ટ્રકની પાછળ કાર ધુસી ગઇ હતી. પરીણામે પાંચેય યુવાનો સ્થળ પર જ કરૂણ રીતે મૃત્યુને ભેટયા હતા. પોલીસે તાત્કાલિક ધસી ગઇ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

માળિયા હાઈવે પર ટીંબડી ગામના પાટિયે બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. મોરબી નજીક ભરતનગરથી કાર લઈને નીકળેલા આનંદસિંઘ શેખાવત, અશોક બિલારા, તરાચંદ બિલારા, વિજેન્દ્રસિંઘ મુનિમ, દિનેશ ઉર્ફે રાજેશકુમાર

નામના યુવકોને ટીંબડી પાટિયા પાસે અકસ્માત નડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં આસપાસમાંથી લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ટ્રક પાછળ ઘૂસેલી કારનો કચ્ચરઘાણ નીકળ્યો ગયો હતો.

બાદમાં રાહદારીઓએ પોલીસને જાણ કરતાં પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં તમામ યુવકો મોરબી શહેરના ભરતનગરના હતા અને સામેથી આવતા બાઈકચાલકને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હતો.

કારચાલક સહિત તમામ મૃતક યુવકો મૂળ રાજસ્થાનના વતની છે અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. બુધવારે 9.30 વાગ્યા આસપાસ યુવકો ભરતનગર ખાતે આવેલી પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી નીકળી ગણેશનગર પોતાને ઘેર જઈ રહ્યા હતા.

આ દરમિયાન 10 વાગ્યા આસપાસ મોરબી- માળિયા હાઈવે પર આવેલા ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેધ હોટલની સામે આ બનાવ બન્યો હતો. (1) આનંદસિંગ પ્રભુરામ સેખાવત (ઉં.વ. 35) રહે. ગણેશનગર,

Read About Weather here

ટીંબડી પાટિયા પાસે, મુ. રાજસ્થાન, (2) તારાચંદ તેજપાલ બરાલા (ઉં.વ.25), (3) અશોક કાનારામ બિરડા (ઉં.વ. 24), (4)વિજેન્દ્રસિંગ, (5) પવનકુમાર મિસ્ત્રી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here