મોરબીના દિવંગતોના અનાથ બાળકોના ઉદાસ જીવનમાં અભ્યાસનો ઉજાસ પાથરશે ખાનગી શાળાઓ

મોરબીના દિવંગતોના અનાથ બાળકોના ઉદાસ જીવનમાં અભ્યાસનો ઉજાસ પાથરશે ખાનગી શાળાઓ
મોરબીના દિવંગતોના અનાથ બાળકોના ઉદાસ જીવનમાં અભ્યાસનો ઉજાસ પાથરશે ખાનગી શાળાઓ
તાજેતરમાં મોરબીના ઝુલતા પુલના તુટવાથી બનેલ ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ ભોગ બાળકોનો લેવાયો છે. જ્યારે અનેક પરિવારો એવા પણ છે જેમા બાળકો એ તેમના પરિવારજનોને ગુમાવ્યા છે. આ સમયે એક જવાબદાર સંગઠન તરીકે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, તેના સામાજીક ઉત્તરદાઇત્વ નિભાવતા, આ પિડિત પરિવારોની વહારે આવ્યું છે. મંડળ દ્વારા આ દુર્ઘટનામાં માતા કે પિતા ગુમાવનાર પરિવારના બાળકને ધોરણ 12 સુધીનું નિ:શુલ્ક શિક્ષણ રાજકોટ જીલ્લાની અંગ્રેજી કે ગુજરાતી માધ્યમની ખાનગી શાળામાં આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંત જો બાળકને લોજીંગ-બોર્ડીંગની વ્યવસ્થાની જરુર હશે, તો તે પણ નિ:શુલ્ક મંડળ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેવું સંસ્થાના પ્રમુખ ડી વી મહેતા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.આ અંગે પ્રતિભાવ આપતા ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, મોરબીમાં પુલ હોનારતમાં હતભાગી થયેલા પરિવારોની વહારે જયારે આખો સમાજ એકજૂટ થઈને આગળ આવ્યો છે ત્યારે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ પોતાની યથા યોગ્ય સહાય કે સધિયારો આ પિડિત પરિવારોને આપવા નિશ્ર્ચય કરેલો છે. જેમાં હતભાગી પરિવારના બાળકને રાજકોટ જીલ્લાની અંગ્રેજી કે ગુજરાતી માધ્યમની, ગુજરાત બોર્ડ કે સી.બી.એસ.ઇ. બોર્ડની ખાનગી શાળામાં ધોરણ 12 સુધી નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.

તેમજ જે બાળકોને રહેવા-જમવાની સુવિધાની જરુર હશે, તેમને બોર્ડીંગ અને લોજીંગની સુવિધા પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા પુરી પાડવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોના સમયે જે બાળકોએ તેમના માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હતી, તેવા બાળકોને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા નિ:શુલ્ક શિક્ષણની વ્યવસ્થા કરી હતી. આ સંદર્ભે મોરબી દુર્ઘટનામાં હત્તભાગી પરિવારોને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાનો +91 98980 26664 અને મહામંત્રી પરિમલભાઇ પરડવા નો 91 99982 90909 ઉપર સંપર્ક કરવા મંડળની યાદીમાં જણાવામાં આવ્યું છે.

Read About Weather here

મોરબી દુર્ઘટનાનો ભોગ બનેલા તમામ જીવાત્માઓને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પરિવાર વતી પ્રમુખ ડી.વી. મહેતા, ઉપપ્રમુખ અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી પરિમલભાઇ પરડવા, પુષ્કરભાઇ રાવલ, પૂર્વપ્રમુખ અજયભાઇ પટેલ, ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા, સહીત મંડળની કોર કમિટીના સભ્યો, મંડળના તમામ હોદેદારો, ઝોન ઉપપ્રમુખો અને રાજકોટની શાળાઓના સંચાલકો દ્વારા શ્રદ્ધાંજલી અને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here