મોદી સરકારનું આઠ વર્ષનું શાસન રહ્યું ઐતિહાસિક

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વવાળી ભાજપ સરકારનાં 26 મેના રોજ 8 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાના અવસર પર સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસથી કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતના ઈતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતી એવા ઐતિહાસિક કાર્યો કર્યા છે અને એવા નિર્ણયો લીધા છે જેના દ્વારા આજે દરેક ભારતીયને પોતે ભારતીય હોવાનું ગૌરવ થાય, દેશના દરેક નાગરિકને દેશનો હિસ્સો હોવાનો હરખ થાય.

Visit Saurashtra Kranti Homepage here

2014માં ભારતમાં ભાજપની સરકાર આવ્યા બાદ ભારતીયોનું જીવન ધોરણ ઉચું આવ્યું છે એટલું જ નહીં સાથોસાથ દુનિયાભરમાં ભારત અને ભારતીયોનું સન્માનધોરણ પણ ઉચું આવ્યું છે.વધુમાં જણાવ્યું હતું કે,આ આઠ વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસની પણ પાંખો આપી છે અને અનેકવિધ યોજનાઓ દ્વારા રાજ્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. ગુજરાતમાં વેક્સિનનું ઉત્પાદન હોય, અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન યોજના હોય, નર્મદા યોજના હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી યોજના હોય, રાજકોટને એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય, જામનગરમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર હોય ગુજરાત હમેશા અગ્રેસર રહ્યું છે. આ સિવાય પણ અનેક વિધ યોજનાઓ દ્વારા ગુજરાતનો વિકાસ થયો છે જે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપ સરકારને આભારી છે.

Read About Weather here

રાષ્ટ્રીય કક્ષાએ પણ કલમ 370, 35-એ, રામ મંદિર નિર્માણ, નાગરિકત્વ સંશોધન કાયદો, ત્રિપલ તલાક પ્રથાનો અંત, 10% અનામત, કિસાન સમ્માન નિધિ, જનધન, આયુષ્માન, જન આરોગ્ય વીમા કવચ, જન ઔષધિ કેન્દ્ર, ઉજ્જવલા, સૌભાગ્ય, મુદ્રા, વન રેન્ક-વન પેન્શન, સ્વચ્છ ભારત, આત્મ નિર્ભર ભારત, ઘરનું ઘર, નલ સે જલ, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, નવું નિર્માણાધીન સંસદ પરિસર, અટલ ટનલ યોજનાથી લઈ નવા એકસોથી વધુ એરપોર્ટ નિર્માણ, ગંગાઘાટના જીણોધ્ધાર, સર્જીકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક વગેરે યોજનાઓ દ્વારા મોદી સરકારે દેશને વિકસિત દેશોની હરોળમાં મૂકી દીધો છે.છેલ્લા 8 વર્ષમાં 800થી વધુ યોજના, જાહેરાતો, નિર્ણયો અને કાર્યો નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકારે કરેલા છે એટલું જ નહીં પરંતુ આ નિર્ણયો થકી ભારતનો સર્વાંગી વિકાસ શક્ય બનાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here