મોદી સંસદને ધીમું ઝેર આપી રહ્યા છે: ટીએમસી સાંસદ

મોદી સંસદને ધીમું ઝેર આપી રહ્યા છે: ટીએમસી સાંસદ
મોદી સંસદને ધીમું ઝેર આપી રહ્યા છે: ટીએમસી સાંસદ

રાજ્યસભામાંથી સસ્પેન્ડ થયા બાદ ડેરેક ઓબ્રાયનનાં આક્ષેપો: વડાપ્રધાન રાજ્યસભામાં બહુમતી ઉભી કરવા કારસા કરે છે

રાજ્યસભામાં ટીએમસી સંસદીય પક્ષનાં નેતા અને અગ્રણી સાંસદ ડેરેક ઓબ્રાયને એવો આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદને ધીમું ઝેર આપી રહ્યા છે અને ગમે તે ભોગે રાજ્યસભામાં બહુમતી મેળવવા જુગાડ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યસભામાં નિયમોનું પુસ્તિકા સભાપતિ તરફ ફેંકવા બદલ ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા ટીએમસી નાં સાંસદે જણાવ્યું હતું કે, હિટલરે સંસદની ઈમારત સળગાવી નાખી હતી. જયારે નરેન્દ્ર મોદી સંસદને ધીમું ઝેર પાઈ રહ્યા છે.

રાજ્યસભામાં બહુમતી ઉભી કરવાનાં કારસા રૂપે બાર વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આવા પગલા લઈને રોજેરોજ લોકશાહી તંત્રનાં તાણાવાણા વીખી નાખવામાં આવી રહ્યા છે અને લોકશાહીની મશ્કરી કરવામાં આવી રહી છે.

Read About Weather here

જો કે બ્રાયન એક દિવસ માટે જ સસ્પેન્ડ રહ્યા હતા. બીજા દિવસે તો સંસદની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી અને સંસદની સત્ર સમાપ્ત જાહેર થયું હતું.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here