મોડી રાતથી સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ…!

મોડી રાતથી સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ...!
મોડી રાતથી સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ...!
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે.

બુધવારે ગુજરાતના મોટાભાદના જિલ્લાઓના વાતાવરણમાં પલયો આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.

નવેમ્બરની મધ્યમાં માવઠુ થતાં શિયાળુ સિઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોટયા છે.મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

વરસાદના કારણે મહેસાણા શહેર સહિત વડનગર, વિસનગર, ઊંઝા બજાર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતો પણ હતાશ થયા છે.

જ્યારે બહુચરાજી APMCમાં કપાસ, એરંડા, ઘઉં અને કઠોળ સહીતના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં ઉંઝામાં 12 મિમી, કડીમાં 12 મિમી, ખેરાલુમાં 2 મિમી, જોટાણામાં, 4 મિમી, બેચરાજીમાં 17 મિમી, મહેસાણામાં 13 મિમી, વડનગરમાં 5 મિમી, વિસનગરમાં 4 મીમિ અને સતલાસણામાં 7 મિમી કમોસમી વરસાદ પડ્યો છે

બુધવારે પાટણ સહિત સરસ્વતી, સમી હારીજ, રાધનપુર અને સાંતલપુર તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ગુરુવારે વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિતત બન્યા હતા.

આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ હતી. સવારે 10 વાગ્યા સુધીના જિલ્લાના ચાણસ્મામાં 6 મિમી, પાટણમાં 4 મિમી, રાધનપુરમાં 4 મિમી, સાંતલપુરમાં 4 મિમી, સિદ્ધપુરમાં 3 મિમીમાં શંખેશ્વર 2 મિમી અને સમીમાં 2 મિમી વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું.

ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે કલોલ, માણસા, ચીલોડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ત્યારે કલોલ તાલુકામાં સવારે 6થી 8 કલાક દરમિયાન 2 મિમી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.ખેડા જિલ્લામાં ગતરોજથી પલટાયેલા વાતાવરણમાં આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અમૂક સ્થળે કમોસમી માવઠું થયુ છે.

રાજ્યના વિવિધ વિસ્તારોની જેમ ખેડા જિલ્લામાં પણ ગઈકાલથી વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારે ઠાસરા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું માવઠું થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

ઉત્તર ગુજરાત ઉપરાંત સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ ધાબળીયુ વાતાવરણ અમુક તાલુકામાં છવાયુ હતુ.

જેમાં મોડીરાત્રીના થતા આજે વહેલીસવારના સમયે જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલુકાના અને ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કમોસમી વરસાદ વરસવાના એંધાણના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે.કચ્છમાં મોડી રાતથી ​​​​​​​સવાર સુધી કમોસમી વરસાદ પડ્યો વાગડના રાપર વિસ્તારમાં વ્યાપક કમોસમી વરસાદ મોડી રાતથી આજ સવાર સુધી ઝાપટા સ્વરૂપે પડ્યો હતો.

રાપરના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને અનેક ખેતરોમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે. વાતાવરણની સીધી અસર ખેડૂત વર્ગને પ્રભાવિત કરતા પાકને લઈ ચિંતા ફેલાઈ છે.

Read About Weather here

તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ માવઠું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. માવઠાના પગલે ઠંડીમાં વધારો નોંધાયો છે તો વાતાવરણ દાહોળાયેલું બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here