મોટું આતંકી જોખમ, હાઇ સિક્યોરિટી એલર્ટ…!

મોટું આતંકી જોખમ, હાઇ સિક્યોરિટી એલર્ટ…!
મોટું આતંકી જોખમ, હાઇ સિક્યોરિટી એલર્ટ…!
ધમકી મળ્યા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ સિક્યોરિટી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેશની રાજધાની દિલ્હી પર ફરી એકવાર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. તહરીક-એ-તાલિબાનના ઈન્ડિયા સેલે દિલ્હીમાં હુમલા કરવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે સરોજિની માર્કેટ સહિત અનેક માર્કેટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એક અધિકારીએ જણાવ્યું કે તહરીક-એ-તાલિબાનના નામે કેટલાક લોકોને ધમકીભર્યા ઈ-મેલ મોકલવામાં આવ્યા છે, જેમાં દિલ્હીમાં બ્લાસ્ટ કરવાની વાત કહેવામાં આવી છે. આ લોકોએ આ ઈ-મેઈલ અંગે ઉત્તરપ્રદેશ પોલીસને ફરિયાદ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

યુપી પોલીસે તરત જ આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી.હુમલાના ઈનપુટ મળતાં જ દિલ્હી પોલીસે સંવેદનશીલ સ્થળોએ બંદોબસ્ત વધારી દીધો હતો. એ દરમિયાન, સરોજિની નગર માર્કેટમાં ઘણા કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દિલ્હીના કેટલાક અન્ય બજારોમાં પણ આ જ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું જાણવા મળે છે.સરોજિની નગર મીની માર્કેટ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રમુખ અશોક રંધાવાએ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર બજાર બંધ રહેશે. “ખતરાને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસને બજાર બંધ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે,” તેમણે કહ્યું. જોકે, દિલ્હી પોલીસે આવો કોઈ આદેશ મળ્યાનો ઈન્કાર કર્યો છે.

દિલ્હી પોલીસે કહ્યું, ‘અમારી ટીમ સરોજિની માર્કેટમાં સાવચેતીભર્યા સર્ચ ઓપરેશન માટે ગઈ હતી.’દિલ્હીમાં સુરક્ષા વધારવાની સાથે પોલીસ મેલ મોકલનારને શોધવામાં વ્યસ્ત છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મેલ મોકલનારની ઓળખની સાથે મેલમાં કરવામાં આવેલા દાવાની સત્યતા પણ જાણવામાં આવી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને દિલ્હી પોલીસની સંયુક્ત ટીમ સર્ચ-ઓપરેશનમાં લાગેલી છે.આ પહેલા 14 જાન્યુઆરીએ સુરક્ષા દળોએ દિલ્હીના ગાઝીપુર અને 18 ફેબ્રુઆરીએ જૂની સીમા પુરીમાંથી મોટી સંખ્યામાં IED વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.

પાકિસ્તાનમાં તૈયાર કરાયેલા આ વિસ્ફોટકો જમીન કે દરિયાઈ માર્ગે ભારત મોકલવામાં આવતા હતા. આ વિસ્ફોટકોને સુરક્ષા દળોએ સમયસર નિષ્ક્રિય કરી દીધા હતા. સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર બંને જગ્યાએથી મળી આવેલા વિસ્ફોટકોના તાર એક જ જગ્યા સાથે જોડાયેલા હતા.આજથી લગભગ 14 વર્ષ પહેલા 13 સપ્ટેમ્બર 2008ના રોજ આતંકવાદીઓએ એક મોટા મીડિયા હાઉસને ઈમેલ મોકલ્યો હતો કે 5 મિનિટમાં દિલ્હીમાં બ્લાસ્ટ થવાના છે, જો તમે રોકી શકો તો રોકો. આ મેલ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ પછી દિલ્હીમાં ચાર શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા.

એક પછી એક આ વિસ્ફોટોથી દિલ્હી સંપૂર્ણપણે હચમચી ગયું હતું. પહેલો બ્લાસ્ટ કનોટ પ્લેસ પાસે થયો હતો. આ સિવાય કરોલ બાગના ગફાર માર્કેટ અને ગ્રેટર કૈલાશ-1માં પણ બોમ્બવિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં 21 લોકોનાં મોત થયાં હતાં અને 90થી વધુ લોકો ઘાયલ થયા હતા.દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ધમકીનો મેલ કરનારી વ્યક્તિ તહરીક-એ-તાલિબાન ઈન્ડિયા સંગઠન સાથે જોડાયેલી છે.

Read About Weather here

સમયે યુપી પોલીસના એક અધિકારીએ કહ્યું કે ભલે દિલ્હી માટે ધમકી મળી હોય, પરંતુ અમે યુપીમાં પણ સતર્ક રહેવા કહ્યું છે.તહરીક-એ-તાલિબાનને પાકિસ્તાનના તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના ડિસેમ્બર 2007માં કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન સરહદ નજીકના આદિવાસી વિસ્તારોમાં તેનો નોંધપાત્ર પ્રભાવ છે. 2014માં આ જ જૂથે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો અને 132 બાળક સહિત 149 લોકોની હત્યા કરી હતી. આ સંગઠનનો હેતુ પાકિસ્તાનમાં શરિયા આધારિત કટ્ટરપંથી ઈસ્લામિક સરકારની સ્થાપના કરવાનો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here