મોંઘવારીનો પણ સ્વીકાર કરવો જોઇએ…!

મોંઘવારીનો પણ સ્વીકાર કરવો જોઇએ...!
મોંઘવારીનો પણ સ્વીકાર કરવો જોઇએ...!
સિસોદિયાએ ઇન્દૌરમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, જનતાએ સમજવુ જોઇએ કે જો આપણી આવક વધી રહી છે તો ચોક્કસપણે મોંઘવારીનો સ્વીકાર પણ કરવો જોઇએ. આ એક વ્યવહારિક વાત છે.

Visit Saurashtra Kranti Homepage here

પત્રકાર પરિષદ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવ સામે સામાન્ય વર્ગને રાહત આપવા માટે રાજય સરકાર VAT ઘટાડી શકે છે? જેના જવાબ તેમણે કહ્યું કે, હવે સરકાર મફતમાં દરેક વસ્તુ નથી આપી શકતી.

પેટ્રોલિયમ પદાર્થો પર વેરાથી સરકારને આવક મળે છે. જેનાથી વિકાસ અને પ્રજાલક્ષી સરકારી યોજનાઓનું સંચાલન થાય છે. પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને લઇને મધ્ય પ્રદેશના પંચાયત અને

ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્ર સિંહ સિસોદિયાએ રવિવારે કહ્યું કે, જો લોકોની આવક વધી રહી છે તો તેમણે મોંઘવારીનો પણ સ્વીકાર કરવો જોઇએ. આ સાથે મંત્રીએ એમ પણ કહ્યું કે, સરકાર નાગરિકોને દરેક વસ્તુ ફ્રીમાં આપી શકતી નથી

મધ્ય પ્રદેશમાં બીજેપી સરકારના મંત્રીનું કહેવુ હતું કે, તમે એમ ના કહી શકો કે, આજે પેટ્રોલ અને ડીઝલનો એજ ભાવ હોવો જોઇએ જે ૧૦ વર્ષ પહેલા હતો, એ પણ એવા સમયે જયારે તમારી આવક ૬,૦૦૦ રુપિયાથી વધીને ૫૦,૦૦૦ પર પહોંચી હોય.

સિસોદિયાએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસના સમયમાં મોંઘવારી વધી નહોતી, માત્ર નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળમાં જ મોંઘવારી વધી છે? આપણે સ્વીકાર કરવો જોઇએ કે, આ એક ચક્ર છે જે સતત ફરતું રહે છે.

Read About Weather here

તેમણે દાવો કર્યો હતો કે, વિતેલા વર્ષો દરમિયાન સમાજના દરેક વર્ગની આવક વધી છે. તેમનું કહેવુ હતું કે, પહેલા ઘરમાં માત્ર પિતા પાસે જ બાઇક રહેતું, જયારે હાલના સમયમાં ઘરમાં વ્યકિત દીઠ બાઇક છે, તો પેટ્રોલની ખપતમાં વધારો થઇ રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here