મોંઘવારીના ઘાવ પર રાહતનું મલમ: કોંગ્રેસનો સેવાયજ્ઞ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
તમામ પ્રકારના ખાદ્યપદાર્થો, શાકભાજી, ફળ, મરી-મસાલા અને ખાદ્યતેલોના બેફામ રીતે સતત વધતા જતા ભાવવધારાને કારણે મોંઘવારીની વિષમ ચક્કીમાં પીસાતી જતી પ્રજા માટે કોંગ્રેસે એક અનોખો સેવાયજ્ઞ હાથ ધરવાનો અનુકરણીય સંકલ્પ જાહેર કર્યો છે. એ મુજબ આવતીકાલે તા.1ને બુધવારના રોજ રાજકોટ શહેરની જનતાને 50 ટકા રાહતભાવે શાકભાજીનું વિતરણ કરવામાં આવનાર છે. વહેલો તે પહેલોનાં ધોરણે લાભ લઇ લેવા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેર કોંગ્રેસની એક યાદી જણાવે છે કે, આવતીકાલે શહેરની હુડકો પોલીસ ચોકી સામે સવારે 9 થી 11 સુધી શાકભાજી રાહતભાવે વિતરણ કરવામાં આવશે. એ માટે 6 રેકડીઓ એ વિસ્તારમાં ફરી વળશે. કોંગ્રેસ અગ્રણી અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સહમંત્રી ગોપાલ અનડકટની યાદી જણાવે છે કે, બુધવારે યોજાનારા આ કાર્યક્રમમાં એક હજાર કિલો બટેટા, એક હજાર કિલો ડુંગળી, એક હજાર કિલો ટમેટા અને 500 કિલો લીંબુનું 50 ટકા રાહતભાવે વિતરણ કરવામાં આવનાર છે.કોંગ્રેસ અગ્રણીએ અપીલ કરી છે કે, સ્વ.ઇન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારનાં સહયોગથી રાહતભાવે વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેમકે મોંઘવારીથી શહેરીજનો અને દેશભરની જનતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સહુને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.કોંગ્રેસ નેતાની યાદી જણાવે છે કે, દેશમાં વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવાના ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે.

Read About Weather here

સરકારના પાપે ગરીબોને બે ટંક ભોજનના પણ ફાફા પડી રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના ભાવ આકાશને આંબી ગયા છે. ત્યારે પહેલા લીંબુ અને હવે ટમેટાના ભાવ અને બટેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો ફરી વારો આવ્યો છે. મોંઘવારીનાં માર પર મલમ લગાડવાનું કામ કોંગ્રેસે હાથમાં લીધું છે. એટલે અનડકટ પરિવારના સહયોગથી કાલે તા.1લી ને બુધવારે હુડકો પોલીસ ચોકી સામે સવારે 9 થી 11 વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, મનપા વિરોધ પક્ષનાં નેતા ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા, ડો.હેમાંગ વસાવડા, ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, જયાબેન ટાંક, જીજ્ઞેશ જોષી, રણજીત મુંધવા, પ્રહલાદસિંહ ઝાલા, અશોકસિંહ વાઘેલા અને મિતેષ પટેલ ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસના આ સેવાયજ્ઞને શહેરના વિવિધ વર્ગોમાંથી ભારે આવકાર આપવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here