મેળાનું મેદાન સુમસામ

મેળાનું મેદાન સુમસામ
મેળાનું મેદાન સુમસામ

પરંપરાગત લોકમેળાનો આનંદ આ વર્ષે પણ માણી નહીં શકાય


લોકમેળા સમિતિમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે રાજકોટમાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરનાં મધ્યમાં શાસ્ત્રી મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ભરમાંથી લોકો લોકમેળામાં ઉમટી પડ્યા હતા. લોકમેળામાં ઉમટી પડતા હતા. તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શહેરનાં રેસકોર્ષ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરાય છે. સામાન્ય રીતે રાંધણ છઠ્ઠનાં દિવસે લોકમેળો ખુલ્લો મુકવામાં આવતો હોય છે. કોરોના મહામારીને લઈને ગત વર્ષે લોકમેળો રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ લોકમેળો યોજવામાં આવશે નહિ

Visit Saurashtra Kranti Homepage here

શહેરમાં ખાનગી મેળાઓ રદ કરવામાં આવ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી કોરોનાની લહેરને લઈને જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દીધી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન્સનું પાલન કરવા લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં જન્માષ્ટમી તહેવાર નિમિતે લોકમેળા સમિતિ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રેસકોર્ષ મેદાનમાં લોકમેળો યોજવામાં આવતો હતો. પાંચ દિવસ સુધી ચાલતા લોકમેળામાં સૌરાષ્ટ્રભરનાં લોકો ઉમટી પડતા હતા. રાજકોટ વાસીઓ મનભરીને લોકમેળો માણતા. લોકમેળામાં ચકરડી, ટોરાટોરા, મોતનો કુવો વિવિધ રાઇડ્સમાં ભારે ભીડ જોવા મળતી હતી.

લોકમેળાની મોજ માણવા મોટી સંખ્યામાં બાળકો સાથે પરિવારજનો ઉમટી પડતા હતા. રમકડાણા સ્ટોલ પર બાળકોની ભારે ભીડ જોવા મળતી હતી. આ વર્ષે યોજવામાં નહીં આવતા લોકમેળાથી રેસકોર્ષનું મેદાન સુમસામ જોવા મળી રહ્યું છે. લોકો હાલ જુના દિવસો વાગોળે છે કે, આ વખતે લોકમેળો નહીં યોજાતા રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જાણે ધબકારા બંધ થઇ ગયા હોય તેવો ભાષ થાય છે!

Read About Weather here

લોકમેળામાં સવારથી રાત્રીનાં સુધી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. ખાણી-પીણીનાં સ્ટોલો પર ભારે ભીડ જોવા મળતી હતી. છેલ્લા બે વર્ષથી આવા દ્રશ્યો જોવા મળશે નહીં. આ વર્ષે લોકમેળો ઉપરાંત રાજકોટ નજીક ઈશ્વરીયા પાર્કમાં પણ યોજવામાં આવતો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here