મેરે કો યે સબ નહીં જમતા : એક્ટર

મેરે કો યે સબ નહીં જમતા : એક્ટર
મેરે કો યે સબ નહીં જમતા : એક્ટર
હાલમાં જ બંને મુંબઈના એક સલૂનમાંથી બહાર આવતા હતા. આ સમય દરમિયાન જ્યારે ફોટોગ્રાફર્સે સિદ્ધાર્થ તથા અદિતીની તસવીર એક સાથે ક્લિક કરવાનો પ્રયાસ કર્યો તો એક્ટરે ચોખ્ખી ના પાડી દીધી હતી. ‘રંગ દે બસંતી’ ફૅમ સાઉથ ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થનું નામ બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી સાથે જોડાઈ રહ્યું છે. બી ટાઉનમાં એવી ચર્ચા છે કે બંને એકબીજાને ડેટ કરે છે.  અદિતીએ ઘણી જ સહજતાથી પોઝ આપ્યો હતો તો સિદ્ધાર્થ ગુસ્સે થઈ ગયો હતો અને બોલ્યો હતો, ‘મેરે કો યે સબ જમતા નહીં હૈ…’સિદ્ધાર્થનો આ વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે.

https://www.instagram.com/reel/CgMe2DcJB5i/?utm_source=ig_embed&ig_rid=0baa8b37-568d-4366-89f9-8c389ae79829

Visit Saurashtra Kranti Homepage here

સો.મીડિયા યુઝર્સે સિદ્ધાર્થના એટિટ્યૂડ અંગે ગુસ્સો પ્રગટ કર્યો હતો. ફોટોગ્રાફર્સ જ્યારે સિદ્ધાર્થની તસવીર ક્લિક કરવા માટે તેની નિકટ ગયા તો એક્ટરે કહ્યું હતું, ‘મને આ ગમતું નથી. હું બહારગામથી આવ્યો છું. તમે આ બાજુ આવી જાઓ. હું ઘણી જ વિન્રમતાથી કહું છું. મને આ બધું બિલકુલ પસંદ નથી. હું બહારનો છું. તમે અહીંયાના લોકોના ફોટોગ્રાફ લો અને ચાલો.

Read About Weather here

બીજીવાર આટલી શાંતિથી વાત નહીં કરું.’સો.મીડિયામાં સિદ્ધાર્થનો વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું હતું. યુઝર્સે કહ્યું હતું કે તે એટલો મોટો સ્ટાર નથી કે આ રીતે વાત કરે. કેટલાંક યુઝર્સે કહ્યું હતું કે આખરે આ છે કોણ.સિદ્ધાર્થ તથા અદિતી છેલ્લાં કેટલાંક સમયથી એકબીજાને ડેટ કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદિતી તથા સિદ્ધાર્થ એકબીજાના ઘરે પણ આવ-જા કરે છે. આટલું જ નહીં, ફિલ્મના પ્રમોશન દરમિયાન બંને એક જ કારમાં ટ્રાવેલ કરતા હતા. ઉલ્લેખનીય છે કે અદિતી રાવનું નામ આ પહેલા ફરહાન અખ્તર સાથે ચર્ચાતુ હતું, જ્યારે સિદ્ધાર્થ એક્ટ્રેસ શ્રુતિ હસન ને સામંથા રૂથ પ્રભુને ડેટ કરી ચૂક્યો છે.રિપોર્ટ્સ પ્રમાણે, ગયા વર્ષે સિદ્ધાર્થ તથા અદિતી વચ્ચે નિકટતા વધી હતી. બંનેએ તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here