મેચ પહેલાં હાર્દિકે રાહુલને ફોન કર્યો કે..!

મેચ પહેલાં હાર્દિકે રાહુલને ફોન કર્યો કે..!
મેચ પહેલાં હાર્દિકે રાહુલને ફોન કર્યો કે..!
દરમિયાન બંને વચ્ચે ઘણી વાતચીત પણ થઈ હતી, જેમાં એક સમયે હાર્દિકે કહી દીધું કે મારી સિઝન તારા કરતા સારી જશે. આજે સોમવારે IPL-15ની બંને ડેબ્યૂ ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાશે. જોકે આની પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિકે લખનઉના કેપ્ટન કે.એલ.રાહુલને ફોન કર્યો હતો.  જોકે કેએલ રાહુલે પણ આનો રસપ્રદ જવાબ આપ્યો છે. તો ચલો આપણે આ ફોનની વાતચીત સહિત સંભવિત પ્લેઇંગ-11 અને પિચ રિપોર્ટ પર નજર ફેરવીએ…મેચના એક દિવસ પહેલાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કે.એલ.રાહુલને ફોન કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન બંને વચ્ચે મજાકમસ્તીભરી ચર્ચાઓ પણ થઈ હતી, જેનો વીડિયો ગુજરાત ટાઈટન્સે શેર કર્યો છે. આ દરમિયાન બંને ખેલાડીએ એકબીજાને પોતાના વિશે જણાવવા કહ્યું હતું, જેના જવાબમાં પહેલા રાહુલે કહ્યું કે હાર્દિક, તું તો મારો ભાઈ છે, પરંતુ તું મારા વિશે શું વિચારે છે એ જણાવ. એવામાં હાર્દિકે ગુજ્જુ સ્ટાઈલમાં ભાઈ-ભાઈ કહ્યું હતું.હાર્દિક અને રાહુલ વચ્ચે જે ફોન થયો એમાં મોટા ભાગે બંનેના જવાબ સરખા હતા.

Read About Weather here

તેવામાં રાહુલ અવારનવાર કહેતો હતો કે હાર્દિક તું મારા જવાબની નકલ ના કર. ઉલ્લેખનીય છે કે હાર્દિકની કેપ્ટનશિપ અંગે રાહુલે વધુમાં જણાવ્યું હતું કે હું તને ફિલ્ડ પર કેપ્ટન તરીકે જોઈને ઘણો ઉત્સાહિત છું. હાર્દિકે મજાક મસ્તીમાં રાહુલને એમ પણ કહ્યું કે આ સીઝનમાં મારું અને ટીમનું પ્રદર્શન તારા કરતાં સારું રહેશે. જોકે આના વળતા જવાબમાં રાહુલે પણ મજાકમાં કહી દીધું કે મેદાનમાં આવી જા જોઈ લઈશું કોનું પ્રદર્શન કેવું રહે છે.જોકે પંડ્યાએ મજાકમાં કહ્યું કે રાહુલ તું કેવો કેપ્ટન છે એ અત્યારે રેકોર્ડિંગમાં નહીં જણાવી શકું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here