મેઘરાજાની પધરામણી

ફરી ચોમાસું જામશે…!
ફરી ચોમાસું જામશે…!
શહેરમાં સરથાણા ઝોનમાં સૌથી વધુ ૨૧ મીમી અને ઉધના ઝોનમાં સૌથી ઓછો ૪ મીમી વરસાદ વરસ્યો હતો. સુરત શહેર-જિલ્લામાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. રવિવારે શહેર-જિલ્લામાં અડધાથી ૧ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. આગામી બે દિવસ સુરત જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  જ્યારે સુરત જિલ્લામાં સૌથી વધુ કામરેજ તાલુકામાં ૨૫ મીમી વરસાદ નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ઉમરપાડા અને ચોર્યાસી તાલુકા કોરાક્ટ રહ્યા હતા. સેન્ટ્રલ ઝોનમાં ૬ મીમી, વરાછામાં ૧૨ મીમી, રાંદેરમાં ૧૯ મીમી, કતારગામમાં ૧૬ મીમી, ઉધનામાં ૪ મીમી, લિંબાયતમાં ૬ મીમી, અઠવામાં ૧૧ મીમી, સરથાણામાં ૨૧ મીમી વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં ઓલપાડમાં ૧૫ મીમી, કામરેજમાં ૨૫ મીમી, પલસાણામાં ૨૦ મીમી, બારડોલીમાં ૧૭ મીમી, મહુવામાં ૧૬ મીમી, માંગરોળમાં ૫ મીમી, માંડવીમાં ૪ મીમી વરસાદ વરસ્યો હતો.

Read About Weather here

શહેરમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મહત્તમ તાપમાનમાં ૧ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.હવામાન િવભાગના જણાવ્યાનુસાર શહેરનું મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ ૭૯ ટકા અને સાંજે ૮૨ ટકા રહ્યું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી ૧૦ કિ.મીની ઝડપે પવનો ફૂંકાયા હતા. છેલ્લા ૧ દિવસમાં કોઝવેની સપાટી ૫ મીટરથી વધીને ૫.૩૩ મીટર પહોંચી ગઇ છે. નોંધનીય છે કે, કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. ૬ મીટર ઉપર કોઝવે ઓવરફલો થાય છે.વિયર કમ કોઝવેના અપસ્ટ્રીમ અને તાપી નદીના ઉપરવાસમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે.જેના કારણે કોઝવેની સપાટીમાં વધારો નોંધાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here