મેં ઈન્સાન હું જાનવર નહીં…!

મેં ઈન્સાન હું જાનવર નહીં...!
મેં ઈન્સાન હું જાનવર નહીં...!
ગરીબ માણસ આજીજી કરતાં રડી રહ્યો હતો, પરંતુ પોલીસ જવાનોનું હૃદય પીગળ્યું નહોતું. ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં પોલીસનું શરમજનક કૃત્ય સામે આવ્યું છે. પોલીસે ફૂટપાથ પર બેસીને ભોજન કરી રહેલા એક ગરીબ માણસને જાનવરની જેમ ઉઠાવી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેને જાનવર પકડવાના વાહનમાં બળજબરીપૂર્વક બેસાડી દીધો હતો. હકીકતમાં કૌશાંબીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જવાના હતા અને તેઓ જે રસ્તા પરથી પસાર થવાના હતા એ રસ્તાને ખુલ્લો કરવાની તૈયારી થઈ રહી હતી. પોલીસ પણ આ કામમાં જોતરાયેલી હતી.

આ ઘટનાથી લોકોમાં રોષ છે. પોલીસની આ કાર્યવાહીની લોકો નિંદા કરી રહ્યા છે. લોકો કહે છે કે આ પોલીસને પણ જાનવર અને માણસ વચ્ચેનો કોઈ તફાવત સમજાતો નથી.

સીએમ યોગી આદિત્યનાથ રવિવારે કૌશાંબી જવાના હતા. પોલીસ તમામ તૈયારીઓમાં વ્યસ્ત હતી. જે માર્ગ પરથી મુખ્યમંત્રી પસાર થવાના હતા એ રસ્તો ખુલ્લો કરાવવા પોલીસ પહોંચી હતી.

પછી પોલીસને ત્યાં માનસિક રીતે અસ્વસ્થ એક ગરીબ યુવાન દેખાયો, જે ફૂટપાથ પર ભોજન કરી રહ્યો હતો. પોલીસે એ યુવકને ત્યાંથી ઉઠાવીને એનિમલ વાહનમાં બેસાડી દીધો હતો.

આ વર્તનના વિરોધમાં કૌશાંબી પોલીસે તેના ટ્વિટર એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી છે. પોલીસે પોતાની સ્પષ્ટતામાં લખ્યું છે કે મંઝનપુર ચાર રસ્તા પર એક વ્યક્તિ જાહેર સભામાં આવતા-જતા લોકોને પથ્થર મારી રહ્યો હતો.

તેને સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે તેના ભોજન અને ધાબળાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઘટનાનો વીડિયો જોયા બાદ લોકો યુપી પોલીસની નિંદા કરી રહ્યા છે.

લોકો આ કાર્યવાહીને શરમજનક અને અમાનવીય ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મીડિયા યુઝર્સ વાઇરલ થઈ રહેલા વીડિયો બાદ તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક પોલીસને મંદબુદ્ધિ કહી રહ્યા છે

Read About Weather here

તો કેટલાક આ કાર્યવાહીને ખોટી ગણાવી રહ્યા છે. યુઝર્સે ભાજપ સરકાર, માનવાધિકાર અને સિસ્ટમને ભીંસમાં લીધી છે.પોલીસના આ કૃત્ય અંગે અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here