મુરલીધરનને આવ્યો ગુસ્સો…!

મુરલીધરનને આવ્યો ગુસ્સો…!
મુરલીધરનને આવ્યો ગુસ્સો…!
છેલ્લી ઓવરમાં બોલિંગ કરી રહેલા માર્કો જેન્સન પાસે ડિફેન્ડ કરવા માટે 22 રન હતા છતાં તે નિષ્ફળ નીવડ્યો હતો. દુનિયાના સૌથી સફળ ટેસ્ટ બોલર મુથૈયા મુરલીધરન ગુજરાત વિરુદ્ધ સનરાઈઝર્સને મળેલી હાર બાદ ખૂબ જ ગુસ્સે જોવા મળ્યા હતા. તેની આવી સામાન્ય બોલિંગ જોઈને મુરલીધરન ખૂબ જ ગુસ્સે થયા હતા અને પોતાની સીટ પર ઊભા થઈને બોલરને કંઈક બોલવા લાગ્યા.શરૂઆતની 2 મેચ હાર્યા બાદ સતત પાંચ મેચ જીતી ચૂકેલી સનરાઈઝર્સનો વિજય રથ ગુજરાતે રોક્યો.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના ટોપ ઓર્ડરની વિકેટ ઝડપી મળ્યા બાદ પણ હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો.મુરલીધરનની વાત કરીએ તો તેઓ હાલ હૈદરાબાદના બોલિંગ કોચ છે. સ્પિનર રાશિદ ખાનને પોતાના મહત્ત્વપૂર્ણ બોલર વિરુદ્ધ છગ્ગા ફટકારતાં જોઈ મુથૈયા પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યા.જેન્સેન હૈદરાબાદ માટે અત્યારસુધી ખૂબ જ મહત્ત્વપૂર્ણ બોલર સાબિત થયો છે. રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચમાં તેણે વિરાટ કોહલી જેવા બેટ્સમેનને ગોલ્ડન ડકે આઉટ કર્યો હતો.

6 ફૂટ ઊંચા જેન્સેનની સિમ, સ્વિંગ અને પેસ તેને બાકીના બોલરોથી અલગ પાડે છે. એટલા માટે વિલિયમ્સને તેના પર વિશ્વાસ કર્યો, પરંતુ આ વખતે જેન્સન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટના વિશ્વાસ પર ખરા ઊતરવામાં નિષ્ફળ ગયો.મુરલીધરને પોતાનું કૂલ ગુમાવ્યું તો પ્રશંસકોએ વધુ એક આવા ઉદાહરણની યાદ અપાવી દીધી, જ્યારે ક્રિકેટના બીજા દિગ્ગજે પોતાનું કૂલ ગુમાવ્યું. અને તે દિગ્ગજ બોલર છે.

Read About Weather here

રાહુલ દ્રવિડ, જેઓ શાંત સ્વભાવના છે, પરંતુ ક્રિકેટની કેટલીક ક્ષણોમાં તેમનો પણ ગુસ્સો લોકોને જોવા મળ્યો છે. એ મેચમાં જેમ્સ ફોકનરની બોલિંગે દ્રવિડનો ગુસ્સો ભડકાવ્યો હતો. આઠ વર્ષ પછી, જેમ મુરલીધરને ડગ-આઉટમાં પોતાનો ગુસ્સો કાઢ્યો, ચાહકોને રાહુલની યાદ આવી.આ મેચ IPL 2014માં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. RRના મેન્ટર દ્રવિડ પરિણામથી ગુસ્સે થયા હતા અને ગુસ્સામાં તેમની ટોપી ફેંકી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here