મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિને ફૂલડે વધાવવા શહેર ભાજપ કાર્યાલય સજજ

મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિને ફૂલડે વધાવવા શહેર ભાજપ કાર્યાલય સજજ
મુખ્યમંત્રી રૂપાણીને જન્મદિને ફૂલડે વધાવવા શહેર ભાજપ કાર્યાલય સજજ

શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત મુખ્યમંત્રી લે તેવી શકયતા

સુશાસન સપ્તાહની ઉજવણી

  • તા.1 ઓગસ્ટ જ્ઞાન શક્તિ દિન,
  • તા.2 ઓગસ્ટ સંવેદના દિન,
  • તા.4 ઓગસ્ટ મહિલા સશક્તિકરણ દિન,
  • તા. 5 ઓગસ્ટ ધરતીપુત્ર સન્માન દિન,
  • તા.6 ઓગસ્ટ યુવા શક્તિ દિન,
  • તા.7 ઓગસ્ટ ગરીબ ઉત્કર્ષ દિન,
  • તા.8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિન,
  • તા.9 ઓગસ્ટના રોજ વિશ્ર્વ આદિવાસી દિનની રાજ્યવ્યાપી ઉજવણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર તેના પાંચ વર્ષ પુરા કરી રહી છે. એ માટે આગામી તા.1 થી 9 ઓગસ્ટ સુધી રાજયભરમાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમો યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.

પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સુશાસન સપ્તાહની ઉજવણી શહેર, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. તા.2 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં સંવેદના દિનની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય તેમજ પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સાથે ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ સહીત મહાનગરના વિવિધ પ્રકલ્પના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.

Subscribe Saurashtra Kranti here

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત તા.1 ઓગસ્ટ ના રોજ યોજાનાર જ્ઞાન શક્તિ દિન, તા.2 ઓગસ્ટના રોજ સંવેદના દિન, તા.4 ઓગસ્ટના રોજ મહિલા સશક્તિકરણ દિન, તા. 5 ઓગસ્ટના રોજ ધરતીપુત્ર સન્માન દિન, તા.6 ઓગસ્ટના રોજ યુવા શક્તિ દિન, તા.7 ઓગસ્ટના રોજ ગરીબ ઉત્કર્ષ દિન, તા.8 ઓગસ્ટના રોજ શહેરી જનસુખાકારી દિન, તેમજ તા.9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિનની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

આ બેઠકમા નગરપાલિકા કમિશનર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર ડેપ્યુટી કમિશનર રાજકોટ નગરપાલિકા વિસ્તાર ચૌધરી, પ્રાંત અધિકારીઓ ચરણસિંહ ગોહિલ, સિદ્ધાર્થ ગઢવી, વિરેન્દ્ર દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, અધિકારી ટોપરાણી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા અને તાલુકા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોની માહિતી પુરી પાડી હતી.

Read About Weather here

શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારી

આગામી તા.2 ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ‘સંવેદના દિન’ ની ઉજવણી કરવામાં આવશે. 2 ઓગસ્ટના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે. મુખ્યમંત્રી વિજયભાઈને જન્મદિવસની શુભેચ્છા આપવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેનાર હોવાનું જાણવા મળ્યુ છે. હજી સુધી સતાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here