મુખ્યમંત્રી આવાસનાં પ્રાંગણમાં નારીશક્તિની અભિવંદના

મુખ્યમંત્રી આવાસનાં પ્રાંગણમાં નારીશક્તિની અભિવંદના
મુખ્યમંત્રી આવાસનાં પ્રાંગણમાં નારીશક્તિની અભિવંદના

‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમનું આયોજન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે: મુખ્યમંત્રી

સમાજ અને કારકિર્દીનાં વિવિધ ક્ષેત્રોમાં સફળતાનાં શિખરો સર કરનાર રાજ્યની 18 નારીપ્રતિભાવોને ગાંધીનગર ખાતે પોતાના સતાવાર નિવાસ સ્થાને આમંત્રિત કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવરાત્રી પર્વનાં અંતિમ દિવસે નારાયણી નમોસ્તુતે કાર્યક્રમ થકી નારીશક્તિનું અભિવાદન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે મુખ્યમંત્રીએ નારીશક્તિની અભિવંદના કરતા જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે.નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક છે. જે ઘરમાં મહિલાનું સન્માન થાય છે. ત્યાં લક્ષ્મીજી નિવાસ કરે છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ યોગદાન આપી રહી છે.

તક મળે એટલે મહિલા પણ સફળતાનાં સર્વોચ્ચ શિખર સર કરી શકે છે એવું દર્શાવતા મુખ્યમંત્રીએ દરેક સમસ્યાનો નીડર બનીને સામનો કરવા અને સામાજીક બંધનોમાંથી મુક્ત થઇને આગળ વધવા આહવાન કર્યું હતું.

તેમણે વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહિલાઓ જાગૃત થશે એટલે એમના પ્રત્યેનાં સામાજીક દ્રષ્ટિકોણમાં ચોક્કસ બદલાવ આવશે. રાજ્ય સરકાર મહિલા ઉત્કર્ષની યોજનાઓ માટે પ્રતિબદ્ધ છે.

જે નારીશક્તિનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું તેમાં પેરાઓલિમ્પિકમાં ટેબલટેનિસમાં સિલ્વર મેળવનાર ભાવિના પટેલ, ગુજરાતનાં પ્રથમ મહિલા સ્કાઈડાઈવર શ્ર્વેતા પરમાર, માત્ર 19 વર્ષની વયે કોમર્શિયલ પાઈલોટ બનનાર મૈત્રી પટેલ, કચ્છી મહિલા સાહસિક પાબીબેન રબારી,

મેંગો જંકશન સ્વીટશોપનાં સ્થાપક ડો.ધરા કાપડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મહિલા સ્વસહાય જૂથનાં વડા પ્રેમિલાબેન તડવી, વિચરતી વિમુખ જાતિનાં સમાજિક કાર્યકર મિતલ પટેલ, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધિ કરનાર હિનાબેન વેલાણી,

કોરોના સમયે ટ્રકમાં ગામડાઓ ખુંદી માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ કરનાર દુરૈયા તપીયા, દિવ્યાંગ કાર્યકર શોભના સપન શાહ, આરજે અદિતિ રાવલ, રેડિયો જોકી ડો.નિલમ તડવી, સંગીતકાર સ્તુતિ કારાણી, લેખિકા પાર્મીબેન દેસાઈ,

Read About Weather here

પ્રગતિશીલ ખેડૂત અને શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિજેતા ભારતીબેન રામદેવ ખુંટીનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં રાજ્યનાં મહિલા અને બાલકલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર અને મુખ્યમંત્રીનાં સચિવ શ્રીમતી અવંતિકા સીંઘ પણ હાજર રહ્યા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here