મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી માસ્કના દંડ અંગે માંગ કરતી શહેર કોંગ્રેસ

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ભાજપ જન આર્શીવાદ યાત્રા નીકળી છે. પરંતુ સરકારની તીજોરી ભરવા પોલીસના માસ્કના નામે ઉઘરાણા હજુ યથાવત છે. દરમ્યાન તહેવાર ટાણે નાના ધંધાર્થીઓને ખાવા ખીચડીના કમાઇ શકે તેવી ધંધામાં રાહત આપવા તથા માસ્કનો તોતીંગ દંડ ઘટાડી રૂા.200 કરવા મુખ્યમંત્રીને ખુલ્લો પત્ર લખી માંગ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ રાજયભરમાં જન આર્શીવાદ યાત્રા ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા ભાજપના કાર્યકરો માસ્ક પહેરવાનું ટાળી રહ્યા છે. કાર રેલીઓ અને જાહેરમાં ગરબા રમવાની નીતીથી સોશીયલ ડીસ્ટન્સના પણ સારા જાહેર ધજાગરા ઉડી રહ્યા છે. કેસ કરવા કે દંડ ઉઘરાવવાને બદલે પોલીસ આંખ આડા કાન કરે છે.

હાલ તહેવારોની મૌસમ શરૂ થઇ છે. ત્યારે નાના ધંધાર્થીઓને ધંધા રોજગારમાં થોડી રાહત આપવામાં આવે તે જરૂરી છે. કમાવવાનો સમય થાય ત્યારે એટલે કે નવ વાગતા જ ધંધા સંકેલી લેવા પડે છે.

કોરોના અને લોકડાઉનના બેવડા મારથી લોકો આપઘાત કરી રહ્યા છે. આ આપઘાતનો સીલસીલો અટકાવવા વેપારીઓ ખાવા ખીચડીના કરી શકે તેટલી રાહત આપવી જરૂરી બની ગયું છે.

અન્ય રાજયોની સરખામણીમાં સૌથી વધુ ગુજરાતમાં માસ્ક ભંગનો 1000 રૂપીયા દંડ વસુલવામાં આવી રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના ભુતકાળ બની ગયો છે તો લોકો પણ છૂટથી તહેવાર ઉજવી શકે તે હેતુસર માસ્કનો જે 1000 દંડ છે તે ઘટાડીને રૂા.200 કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારવામાં આવી છે.

Read About Weather here

બાકી ભાજપના તાયફાઓ, સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક વગરના મહાનુભાવો ત્રીજી લહેરના ભાગીદાર જરૂર બનશે તે નિશ્ચિત છે. જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગોપાત અનડકટ, રણજીત મુંધવા એક અખબારી યાદીમાં જણાવેલ.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here