મુંબઈની મહિલાનો જંકશનનો જમીનનો પ્લોટ પચાવી પાડતા એકની ધરપકડ

મુંબઈની મહિલાનો જંકશનનો જમીનનો પ્લોટ પચાવી પાડતા એકની ધરપકડ
મુંબઈની મહિલાનો જંકશનનો જમીનનો પ્લોટ પચાવી પાડતા એકની ધરપકડ

પકડાયેલ આરોપી વોર્ડ નં.3 નો ભાજપનો મહામંત્રી અને જંકશન કો.ઓ.હાઉસિંગ સોસાયટીનો પ્રમુખ હોવાનું જાહેર: લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કલેકટરનાં આદેશથી પોલીસે ભાજપનાં અગ્રણી રાજેશ દરિયાનાણીની ધરપકડ કરી લેતા ભારે ખળભળાટ અને ચર્ચા

રાજકોટનાં જંકશન કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં જમીનનો કિંમતી પ્લોટ ધરાવતી મુંબઈ નિવાસી મહિલાનો પ્લોટ પચાવી પાડી બરોબર અન્યોને ફાળવી દેવાના આરોપસર પોલીસે લેન્ડ ગ્રેબિંગનાં નવા કાયદા હેઠળ કલેકટરનાં આદેશથી હાઉસિંગ સોસાયટીનાં પ્રમુખ અને ભાજપને આગેવાન કહેવાતા રાજેશ ઘનશ્યામદાસભાઈ દરિયાનાણી (ઉ.વ.52) સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ઘટનાથી ભારે સનસનાટી પ્રસરી છે અને લાગવગ કે વ્યક્તિની પહોંચ જોયા વિના કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા બદલ પોલીસની પ્રશંસા થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ મુંબઈમાં પાર્લા વેસ્ટ બી-2 વૃજકુંજ સોસાયટી પ્લોટ નં.28 વલ્લભભાઈ પટેલ રોડ ખાતે રહેતા અલ્પાબેન રાજેન્દ્રભાઈ જોષી (ઉ.વ.52) ની ફરિયાદ પરથી પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ-34 (3), 5 (ક), (ખ), (ચ) મુજબ ગુનો નોંધી જંકશન પ્લોટ હાઉસિંગ સોસાયટીનાં પ્રમુખ અને વોર્ડ નં. 3 નાં ભાજપનાં મહામંત્રી રાજુ ઘનશ્યામદાસ દરિયાનાણીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મુંબઈ નિવાસી અલ્પાબેન જોષીએ એવી પોલીસ ફરિયાદ કરી હતી કે, હું હાલ મુંબઈ રહું છું. મારા પતિની તબિયત સારી ન હોય. જંકશન પ્લોટ સોસાયટી પ્લોટ નં.16 નો જમીનનો પ્લોટ કાર્યવાહી કરવા મારા નામનું કુલ મુખ્તયારનામું ગત તા.19/9/2013 નાં રોજ લખી આપ્યું હતું. પ્લોટ નં.16 ની જમીનનો જે તે સમયે શાંતિલાલ નારાયણપ્રસાદ શાસ્ત્રીનાં નામે દસ્તાવેજ હતો. ફરિયાદીનાં જણાવ્યા મુજબ શાંતિલાલ શાસ્ત્રીએ 1963 માં આ પ્લોટનો દસ્તાવેજ ફરિયાદીનાં સસરા શશીચંદ્ર છગનભાઈ જોષીનાં નામે કરી આપ્યો હતો. એ પછી મારા સસરાનું અવસાન થતા મારા પતિ રાજેન્દ્રભાઈ શશીચંદ્ર જોષીનાં નામે કાર્યવાહી કરાવી હતી.

ફરિયાદીએ દર્શાવ્યા મુજબ પતિને વારસદાર તરીકે મળેલો સદરહુ પ્લોટ સોસાયટીનાં રજીસ્ટરમાં નહીં ચડાવી અન્ય કોઈને સોસાયટી પ્રમુખે વેચાણ કરી દીધાનું ધ્યાનમાં આવ્યું હતું. કોર્ટમાં ખોટા દાવા અને વાંધા રજુ કરી આરોપી રાજુએ આ પ્લોટ પચાવી પાડ્યાનું ફરિયાદી મહિલાએ પોલીસમાં જણાવ્યું હતું. આ પ્લોટ પર રાજુએ હોદ્દાનો દૂરઉપયોગ કરી આ પ્લોટ સોસાયટીની માલિકીનો છે. કોઈએ ગેરકાયદેસર પ્રવેશ કરવો નહીં.

Read About Weather here

એવું બોર્ડ પણ મુકાવી દીધું હતું. છેવટે મહિલાએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એસીપી પશ્ર્ચિમ પી.કે.દીયોરા, પ્ર.નગરનાં પી.આઈ એલ.એલ.ચાવડા વગેરે એ તપાસ શરૂ કરી હતી. બાદમાં કલેકટરનાં હુકમનાં આધારે આરોપી રાજુની ધરપકડ કરી વિશેષ તપાસ આગળ ધપાવવામાં આવી હતી. પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યક્ત કરી અલ્પાબેન જોષીએ જણાવ્યું હતું કે, આ નવા કાયદાને કારણે વર્ષો બાદ અમને ન્યાય મળ્યો છે. વર્ષોથી અમારો સંઘર્ષ હતો. હવે અમારી જમીન પાછી મેળવવામાં સફળતા મળી છે અને સત્યની જીત થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here