મુંજકાની આવાસ યોજનાના લાભાર્થીઓ આજ સુધી ફ્લેટથી વંચિત

મુંજકાની આવાસ યોજનાના લાભાર્થીઓ આજ સુધી ફ્લેટથી વંચિત
મુંજકાની આવાસ યોજનાના લાભાર્થીઓ આજ સુધી ફ્લેટથી વંચિત
રાજકોટ શહેરના છેવાડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ આવેલા મુંજકા ગામના છેડે મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા લોઅર ઇન્કમ ધરાવતા 784 પરિવારો માટેની આવાસ કોલોનીની જાહેરાત 2017માં થઈ હતી. જે બાદ 2017માં ડ્રો પણ થયા હતા.અને આસામીઓએ આવાસના પુરેપુરા રૂ.5.50 લાખ ભરી દીધા હતા. છતાં પણ આજદિન સુધી આસામીઓને ફ્લેટની ફાળવણી થઈ નથી. આ મામલે આસામીઓએ દ્વારા કલેકટર અને રૂડા તંત્રને આવેદન પત્ર પાઠવી ઉગ્ર શબ્દોમાં પોતાના આવાસની ફાળવણી કરવા માંગ કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે લાભાર્થીએ મીડિયાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના રૂડા સ્કીમ નં. 13 ફાઇનલ પ્લોટ નં. 39માં મેં 2017માં ફાર્મ ભરેલ હતું. જેનો ડ્રો તા.17/02/2017ના રોજ રોજ થયો હતો. જેમાં મને આવાસની ફાળવણી થઈ હતી. 2017થી 2019ની વચ્ચે અમે હપ્તા ભરતા હતા. એમાં બે દિવસ પણ મોડુ થાય તો રૂડા દ્વારા દિવસના 12% લેખે પેનલ્ટી મારવામાં આવતી હતી. 2019 સુધીમાં અમે આવાસના સંપૂર્ણ હપ્તા ભરી દીધા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2020 જાન્યુઆરીમાં પજેશનની તારીખ આપેલ હતી. છતાં ફ્લેટ મળ્યા નથી. 20/072022ના રોજ રૂડા દ્વારા આવાસ યોજનાનું કામ 80% થયું છે તેમ કહ્યું હતું. અનેક રજૂઆત કરતાં રૂડાના અધિકારી ત્રણ ત્રણ મહિનાના વાયદા આપેલ છે. જેનો હજી સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. 5 જાન્યુઆરી 2022ના રોજ રૂડાના અધિકારીઓ દ્વારા મીડિયા સમક્ષ એવો વાયદો આપ્યો હતો કે 31/03/2022ના રોજ આવાસની સૌપણી કરી દેવામાં આવશે.

Read About Weather here

માર્ચ મહિના પછી હવે જ્યારે રૂડામાં જઇએ તો એવું કહેવામાં આવે છે કે 15 દિવસમાં સોંપણી થઇ જશે પરંતુ આજ સુધી ફાળવણી થઈ નથી. કોન્ટ્રાકટર સાથે ચર્ચા થતાં અમને એવું જણાવવામાં આવેલ છે કે કામ પરિપૂર્ણ થતાં 3 થી4 મહિના લાગશે. આમ રૂડાના અધિકારી અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાઠ થઈ ગઈ છે. જેથી અમારી રજૂઆત છે કે જે રીતે રૂડાના અધિકારીઓએ 12% વ્યાજ લીધેલ છે એજ રીતે અમોને રૂડા આવાસના લાભાર્થીને અમારો ફ્લેટ આપો અથવા તો રૂડા દ્વારા 12% વ્યાજ લેખે મકાન ભાડું ચુક્વવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here